Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા પછી ઢીલી પડી ગયેલી ચામડી માટે ની ૭ ટીપ્સ

૧.સ્તનપાન

જેટલુ લાંબુ બની શકે ત્યાં સુધી સ્તનપાન કરાવો. એ સાબીત થયેલી હકીકત છે કે સ્તનપાન કરાવતી માતાઓ સ્તનપાન ન કરાવતી માતાઓ કરતા વધારે કેલેરીઝ બાળે છે. જેમ તમે વધારે વજન ઘટાડો, તમારી ચામડી તેની નમ્યતા પાછી મેળવી લે છે.

૨.એક્સફોલીએટ

તમારા પેટની ચામડી ને હળવે થી ગોળાકાર માં એક્સફોલીએટ કરો બોડી સક્રબ લઈ ને. તમે આ ખાલી આંગળી વડે અથવા લુફાઅ અથવા સક્રબર વડે પણ વાપરી શકે છો પરંતુ વધારે ભાર ના આપતા. આ તમારો રક્ત સ્ત્રાવ સુધારશે અને નવી, તંદુરસ્ત ચામડી કરશે.

૩.ભુખ્યા ના રહો

ઘણી નવી માતાઓ ક્રેશ ડાયેટ પર જતી રહે છે અથવા જલ્દી પરીણામ લાવવા ભુખી રહે છે. કૃપા કરી ને આવુ ના કરવુ કેમકે આ ખુબ જ તંદુરસ્તી ને નુકસાન પહોંચાડે તેવુ છે અને તમારી તંદુરસ્તી ને વિપરીત રીતે અસર કરશે. હકીકતે, એક વાર તમે ડાયેટ બંધ કરશો, તમે જેટલુ વજન જલ્દી ઉતાર્યુ છે તે બધુ પાછું આવી જશે.

૪.હાઈડ્રેટ

બને તેટલુ પાણી અને પ્રવાહી પીવો. આ સતત અંડરરેટેડ છે પરંતુ ખાલી પાણી પીવા ના ફાયદાઓ અસંખ્ય છે. એ તમારી ચામડી ને લવચીક અને ચુસ્ત બનાવે છે.

૫. પ્રોટીન

પ્રોટીન માં એક કોલાજન નામનું તત્વ હોય છે જે ચામડી ને લવચીક બનાવામાં જરુરી છે. તમે ચીકન, ઈંડા અથવા માછલી પણ લઈ શકો છો પ્રોટીન માટે. જો તમે વેજીટેરીયન હોવ, તો તમે બીન્સ, દુધ અને લીલા શાકભાજી પણ ફાયદો આપશે.

૬. મોઈસ્ટેરાઈઝર

તમારી ચામડીને લોશન કે ક્રીમ વડે મસાજ કરવાથી તે રક્ત પ્રવાહ સુધારશે તમારી ચામડી માં કે ટોન્ડ ચામડી માટે જરુરી છે. જે પ્રોડક્ટ્સ માં કોલાજન, વીટામીન એ,સી,ઈ અને કે હોય તે જ ખરીદવુ. તમે સાદુ નારીયેળ અથવા ઓલીવ ઓઈલ પણ વાપરી શકો છો.

૭.કસરત

અમુક ચોક્કસ ટોનીંગ કસરતો જેવી કે ક્રચીંસ,પુશ અપ, અને પ્લેંક તમારા કોર માટે સારો છે અને તમને જોઈએ તેવો આકાર આપશે. પરંતુ પોતાને વધારે ખેંચાતા નહીં કેમકે તમારે ટાંકા ને ભાંગવા નથી(જો તમે સી સેક્શન કર્યુ હોય). અને કોઈપણ કસરત શરુ કરતા પહેલા ડોક્ટર ની સલાહ લો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon