Link copied!
Sign in / Sign up
1
Shares

ગર્ભાવસ્થામાં જોખમની ૫ નીશાનીઓ


ગર્ભાવસ્થા સુંદર, પીડાદાયક અને નાજુક પ્રક્રિયા છે. બીજા માનવ નું જીવન માતા ઉપર વાસ્તવીક રીતે આધાર રાખે છે. અને આમ તેમાં ઘણી કાળજી રાખવી પડે ગર્ભાવસ્થા દરમ્યાન. પરંતુ તમે ચિંતા ના કરો, અહીં જોખમ ની ૫ નિશાનીઓ આપેલી છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે.

૧. પહેલા ૨ મહિનામાં ભારે રક્તસ્ત્રાવ થવો

ભારે રક્તસ્ત્રાવ અને ગંભીર પીડા, પહેલા બે મહિના ની ગર્ભાવસ્થામાં એક્ટોપીક ગર્ભાવસ્થા દર્શાવે છે. એક્ટોપીક ગર્ભાવસ્થા ત્યારે થાય છે જ્યારે ફલિત ઈંડુ ફેલોપીઅન ટ્યુબમાં સ્થાપિત થાય છે પોતાની જગ્યા યુટેરસમાં કરવા કરતા જ્યાં તેની પાસે જગ્યા છે વિકસવા અને મોટુ થવા. જો તેને પેહલા પકડી પાડવામાં ના આવે અને ઈલાજ ના કરવા માં આવે, તો તે બાળક અને તમારા માટે જોખમકારક બની શકે છે.

૨. ઘટેલુ અથવા સાવ ના બરાબર ગર્ભની ચળવળ

ફરતુ અને લાત મારતુ ગર્ભ એ તંદુરસ્ત બાળકની નિશાની છે જે પોતાના આસપાસની પરીસ્થીતિ થી વાકેફ હોય. પરંતુ જ્યારે તમારુ અજાત બાળક અચાનક ઓછુ અથવા સાવ ચળવળ કરતુ બંધ થઈ જાય, તે ચિંતા નો વિષય છે. તે એ દર્શાવે છે કે તમારુ બાળક તણાવ માં છે. તમારે ગણવુ જોઈએ કે બાળકને ૧૦ લાત મારવા માં તે કેટલો સમય લે છે. આ સમય ૨ કલાક થી ઓછો હોવો જોઈએ.

૩. હાઈ બ્લડ પ્રેશર

ઘણા કિસ્સાઓ માં, હાઈ બ્લડ પ્રેશર ટોક્સેમીઅા અથવા પ્રીક્લેમસીઅા તરીકે સારી રીતે જાણીતુ છે. એ એક સ્થિતી છે જે ૨૦ અઠવાડીયા પછી થાય છે ગર્ભાવસ્થા નાં અને સામાન્ય લક્ષણો માં હાઈ બ્લડ પ્રેશર, ઝાંખી દ્રષ્ટિ, માથાનો દુખાવો અને પેટનો દુખાવો છે. આવા કિસ્સાઓ માં બાળકની ડિલીવરી કરાવવી જ ઈલાજ છે. આમ, એ મહત્વનું છે કે તમે તમારા બ્લડ પ્રેશર નું ધ્યાન રાખો ગર્ભાવસ્થા દરમ્યાન અને તરત જ તમારા ડોક્ટર ને મળો.

૪. ઉબકા અને ચક્કર આવવા

સતત ઉબકા અને ચક્કર આવવા હાઈપરમેસીસ ગ્રેવીડેરમ ની નિશાની છે, એક સ્થિતી જે મોર્નીંગ સીકનેસ ની જેવી હોય છે. પરંતુ સતત ઉબકા અને ચક્કર ને કારણે ડિહાઈડ્રેશન અને વેઈટ લોસ થઈ શકે છે. ડોક્ટર તમને પેહલા કોમળ ડાયટ પર ઉતારવાનું કેહશે, પરંતુ જો આ નિષ્ફળ જાય, માતા ને હોસ્પીટલ માં દાખલ કરવી પડે.

૫.ડ્યુ ડેટ પેહલા પાણી તુટવુ

ડ્યુ ડેટ પેહલા પટલ તુટવી તેને પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમબ્રેન" તરીકે સંદર્ભવામાં આવે છે અને ડોક્ટરની પાસે તપાસવુ જોઈએ કેમકે તે પ્રીટર્મ લેબર સુચવે છે અને ઈન્ફેક્શન વધવાનું રીસ્ક થાય છે. ઉપરાંત, ઘણીવાર, તે ખરેખર યુરીન લીક થતુ હોય છે બ્લેડર થી એમ્નોટીક ફ્લુઈડ ની જગ્યા એ. પરંતુ તો પણ, જો તમને કોઈપણ પ્રકારનું વોટર લીકેજ ડ્યુ ડેટ પેહલા અનુભવો, તો તે સારુ છે કે તમે ડોક્ટર ને પેહલા દેખાડી લો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon