Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા દરમ્યાન, તમારા શરીરથી જોડાયેલી કેટલીક સચ્ચાઈ જેના પર તમારે ધ્યાન દેવાની જરૂર છે.

ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં થઈ રહેલા તમામ બદલાવો તમારા માટે ઘણા તનાવપૂર્ણ હોય છે. એટલે તમારા શરીરથી જોડાયેલી હકીકત છે, જેના ઉપર તમારે ધ્યાન દેવું જોઈએ.

૧. ગર્ભાવસ્થા દરમ્યાન પીરિયડ્સ

ગર્ભાવસ્થા દરમિયાન માસિક આવું, એ વાત દર્શાવે છે કે તમારા ગર્ભમાં બાળક નથી અને તમારા ગર્ભાશયની કોશિકા તૂટીને રક્તસ્ત્રાવ નું કારણ બની રહ્યુ છે. જ્યારે પણ તમે ગર્ભધારણ કરો છો ત્યારે માસિક બંધ થઈ જાય છે અને પૂરી ગર્ભાવસ્થા દરમ્યાન માસિક નથી આવતું. ક્યારેક-ક્યારેક ગર્ભવતી થયા પછી પણ થોડું બ્લીડિંગ થઈ શકે છે. જો આવું ઘડી-ઘડી થઈ રહ્યું હોય અને વધારે બ્લીડીંગ થઈ રહ્યું હોય તો તમારે તરત જ ડોક્ટરને મળવું જોઈએ.

૨. ગર્ભાવસ્થા પછી માસિક

જે સ્ત્રીઓ પોતાના બાળકને સ્તનપાન ન કરાવતી હોય, તેને પાંચથી છ અઠવાડિયા પછી માસિક આવી શકે છે. જો તમે તમારા બાળકને સ્તનપાન કરાવતા હોવ, અને જ્યાં સુધી તમે સ્તનપાન કરાવતા રેહશો, ત્યાં સુધી માસિક નહીં આવી. આમ તો આ અનુમાન પુરી રીતે સાચું નથી, કેમકે માસિક નો અનુભવ દરેક સ્ત્રી માટે અલગ-અલગ હોય છે. જે મુખ્ય સમય, સ્થિતિ જેવા ઘણા કારણો પર નિર્ભર કરે છે.

૩. માસિક સ્ત્રાવ અને ચક્ર

ગર્ભાવસ્થા પછી જ્યારે તમારું માસિક શરૂ થશે, સ્ત્રાવ પહેલાની તુલનામાં અલગ હોઈ શકે છે. એ ઓછું પણ થઈ શકે કે વધારે પણ થઈ શકે, પણ એ સામાન્ય છે. તમારું ચક્ર અનિયમિત પણ થઈ શકે છે અને તેને બરાબર થવામાં સમય પણ લાગી શકે છે. આમ તો જો તમારું માસિક સામાન્ય ન હોય કે વધારે કે ઓછું હોય, તો તમારે ડોક્ટરને મળવું જોઈએ.

૪. ઓવ્યુલેશન અને માસિક ધર્મ

તમારા ગર્ભાશય દ્વારા ઈંડા આપવાનું અને તમારો માસિક સ્ત્રાવ ગર્ભાવસ્થા પછી સાથે-સાથે નથી ચાલી શકતા. બની શકે છે કે ઓવ્યુલેશન, ગર્ભાવસ્થા પછી, તમારું પહેલું માસિક ઘણું પહેલાં થઈ ગયું હોય; એટલે તમારે ધ્યાન રાખવું જોઈએ અને યૌન સંબંધ બાંધતા સમયે સાવધાની રાખવી જોઈએ.

૫. સ્વચ્છતા અને તબિયત

કહેવાની જરૂરત નથી કે તમારે, પોતાને અને આજુબાજુના વાતાવરણને સ્વચ્છ રાખવાની જરૂરત છે. ટેમ્પોનની બદલે સેનેટરી નેપકીનનો ઉપયોગ કરો, કેમકે ટેમ્પોન્સમાં બૅક્ટેરિયલ ગ્રોથ નો ખતરો વધારે હોય છે. તમારું માસિક સ્ત્રાવ વધારે થઈ શકે છે. અંતે, જરૂરી છે કે તમે પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખો. પોતાના ખાવામાં પોષ્ટિક આહાર લેવો, જેનાથી શરીરમાં લોહીની ઉણપ ઓછું ન થાય અને નબળાઈ ન લાગે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon