Link copied!
Sign in / Sign up
2
Shares

ગર્ભાવસ્થા દરમિયાન સ્ટ્રેચ માર્કસથી બચવાની શ્રેષ્ટ રીતો👌👌

સ્ટ્રેચ માર્ક્સ ને રોકવાની રીત છે કે તમારી ત્વચાની ઇલાસ્ટીસિટીને વધારો.

જિલેટીન- જિલેટીન, સ્ટ્રેચ માર્કસ ઘટાડવા અથવા તેમને બંધ રાખવા માટે ખૂબ જ યોગ્ય છે. ત્વચાની ઇલાસ્ટીસિટી વધારવા માટે કોલેજન નું વધવું ખૂબજ જરૂરી છે, એથી તમારી ત્વચામાં કોલેજન વધારવા તમે તમારા ખાવામાં જિલેટિન મેળવીને ખાઈ શકો છો. આજકાલ ના ખાવામાં જિલેટિન જોવા નથી મળતું એટલે તમે એને સુપમાં મેળવીને અથવા ભાત સાથે ભેળવીને ખાઈ શકો છે, તમે જિલેટિન પાવડર પણ ખાઈ શકો છો. જિલેટિનથી માત્ર તમારી ત્વચાની ઇલાસ્ટીસિટીજ નઈ વધશે, પણ તેને ખાવાથી વધુ સારી ઊંઘ આવશે, ઝડપથી ઘા ભરાશે, હાડકાના જોઇન્ટ્સમાં ઓછો દુખાવો થશે અને પાચન શક્તિ સરખી થશે.

હાઇડ્રેટેડ રહો- તમારા શરીરને હાઇડ્રેટેડ રાખો. ગર્ભાવસ્થા દરમિયાન, તમારા શરીરમાં રક્તનું પ્રમાણ વધતું જાય છે અને તમે બાળકને તમારા પેટમાં રાખવા માટે મોટી પાણીની બેગ બનાવતા હોવ છો અને આ સમયે તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવું ખુબજ જરૂરી છે. અને તમારા શરીરની ઇલાસ્ટીસિટી જાળવી રાખવા માટે ઓછામાં ઓછા રોજના 8-12 ગ્લાસ પાણી પીવું જોઈએ. થાક, માથાનો દુખાવો, કોરા હોઠ અને સુકાયેલું ગળૂ દર્શાવે છે કે તમારા શરીરમાં પાણીનો અભાવ છે.

નાળિયેર તેલ- તમારા પેટ પર નાળિયેરનું તેલ લગાવો. તેને લગાવા માટેનો શ્રેષ્ઠ સમય ન્હાયા પછી તરત નો છે જેથી ચામડી ભેજવાળી જ રહે. તમે નાળિયેર તેલને બેઝવેક સાથે ઉમેરીને લગાવી શકો છો, આ મિશ્રણવાળું તેલ ત્વચા પર ત્યાં સુધી ચોંટી રહેવામાં મદદ કરે છે જ્યાં સુધી ચામડી તેને સંપૂર્ણપણે ચૂસી નથી લેતું.

વિટામિન સી- વિટામિન સી દ્વારા શરીર કોલેજન અને કોમલાસ્થિ બનાવે છે. વિટામિન સી ત્વચાની ઇલાસ્ટીસિટી વધારે છે જેથી સ્ટ્રેચ માર્ક્સ નથી આવતા. વિટામીન સી ખાવાનો શ્રેષ્ઠ ઉપાય છે કે તેને ખોરાક તરીકે જ ખાવું જોઈએ, જેમ કે પેરુ, શાલગામ, બ્રોકોલી અને લાલ અને પીળાં કેપ્સિકમના રૂપમાં.

સ્ટ્રેચ માર્ક સીરમ- તમે તમારા પેટ પર મધ લગાવી શકો છો, આ તમારી ત્વચાને સ્ટ્રેચ માર્ક્સથી દૂર રાખશે અને ત્વચા સરળ અને કોમળ રહેશે. મધમાં, તમે નારિયેળનું તેલ, એરંડર તેલ, બદામનું તેલ અથવા વિટામિન-ઇનું તેલ ઉમેરી લગાવી શકો છો.

શિયા અથવા કોકો બટર- આ બંને ત્વચાને નરમ રાખવામાં અને એમાં ભેજ જાળવી રાખવા માટે જાણીતા છે. આ બે ત્વચાની કોશિકાઓ ને જિવિત કરી એને નવું બનાવવામાં મદદ કરે છે. આ બટરને સ્નાન કરતા પહેલા પેટ પર લગાવો અને થોડી વાર રાખી પછી ધોઈ નાખો, આને તમે સ્નાન કર્યા પછી પણ લગાવી શકો છો. આને દિવસમાં બે વાર લગાવું એક સારો વિચાર છે.

અમે તમને આ માહિતી આપવાનું કામ કરી લીધું છે હવે તમે આ પોસ્ટને અન્ય મહિલાઓ સાથે પણ શેર કરો અને એમના સુધી આ વાત પોહચાડો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon