Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા દરમિયાન સોહાએ આ વસ્તુઓથી દૂરી બનાવી, તાજેતરમાં કર્યા પ્રેગ્નેસીના ખુલાસા

અભિનેત્રી સોહા અલી ખાનએ પોતાની ગર્ભાવસ્થા સાથે જોડાયેલી એક મહત્વની વાતના ખુલાસાઓ કર્યા છે, સોહાનું કહેવું છે કે તેમણે ગર્ભાવસ્થા દરમિયાન કેમિકલ પ્રોડક્ટસથી દૂરી બનાવી રાખવાનો નિર્ણય કર્યો હતો.

સોહાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “હું જ્યારે માં બની ત્યારથી મે કેમિકલથી દૂરી બનાવી લીધી હતી અને ૧૦૦% પ્રાકૃતિક વસ્તુઓ ને મહત્વ આપ્યું, તેમણે કહ્યું. “નવી માતા બનવા ખાતર હું મારી આસપાસ ઝેરીલા પદાર્થ નથી ચાહતિ હતી. હું વિશ્વાસ કરું છું, જેવુ તમે ખાઓ છો તેવી તમારી ત્વચા પર દેખાય છે, જે તમે ચામડી પર લગાવો છો, તે ખાવાલાયક હોવું જોઈએ.

જણાવી દઈએ કે, સોહાની કૃણાલ ખેમું સાથે લગ્ન થયા હતા, સપ્ટેમ્બર ૨૦૧૭માં તેમણે પુત્રી ને  જન્મ આપ્યો, જેનું નામ ઇનયા નાયોમી ખેમું છે. જે હમણાં સાઢા ૮ મહિનાની છે.

જણાવી દઈએ કે સોહા અલી ખાનની પુત્રી ઇનાયા ઘણીવાર ચર્ચામાં રહી છે, સોશિયલ મીડિયા પર ઇનાયાની ફોટો તેમની ક્યૂટનેસના કારણે છવાયેલી રહે છે.

હાલમાં જ સોહાએ ખુલાસો સરયો કે તે તેની પુત્રી ઇનાયાના કારણે ભાભી કરીના કપૂરની ફિલ્મ જોઈ ન શકી, તેમણે કહ્યું, “મે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી શકી અને તેનું કારણ તેની બેટી ઇનાયા છે, હું આ ફિલ્મ જોવા માંગુ છું.”

તેમણે ફિલ્મોમાં કામ કરવા માટે કહ્યું, “ફીચર ફિલ્મ કરવી એક મોટું કમીટમેંટ છે, મે પોતે એક નિર્ણય લીધો છે કે હું ઇનાયાને પોતાની જીંદગીનો એક વર્ષ આપીશ, આ એક વર્ષમાં તેનું વધારેમાં વધારે ખ્યાલ રાખીશ, મને લાગે છે કે જ્યારે તે એક વર્ષની થઈ જશે ત્યારે હું વધારે કામમાં હાથ આપી શકીશ, હમણાં તે સાઢા ૮ મહિનાની  છે.”

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon