Link copied!
Sign in / Sign up
12
Shares

ગર્ભાવસ્થા દરમ્યાન રોજ બદામ ખાવાનાં અદ્ભુત ફાયદાઓ

બદામ માં એવા અદ્ભુત પોષણ સમૃદ્ધ હોય છે જે માતા અને ગર્ભમાં વિકસતા શિશુ બંને માટે લાભદાયી છે. મહર્ષિ આયુર્વેદ હોસ્પિટલ, નવી દિલ્લી ની ડો. ભાનુ ર્શમા એ કહ્યું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન બદામ ખાવાથી થતા ૧૦ અદ્ભુત લાભો અને બદામ નું સેવન કઈ રીતે કરવા થી મળશે વધારે પોષણ! બદામ ની છાલમાં ટેનિન નામનો પદાર્થ હોય છે જે બદામ નાં પોષણ ને શરીરમાં શોષણ કરતા રોકે છે, તેથી રાતનાં બદામ ને પાણીમાં પલાળીને સવારે તેની છાલ સરળતા થી નિકળી જાય છે અને બદામ ની છાલ કાઢીને ખાવાથી શરીરમાં વધારે પોષણ તત્વો મળી શકે છે.

આ છે ગર્ભાવસ્થા દરમ્યાન બદામ ખાવાનાં દસ ફાયદાઓ:

- બદામ ફોલિક એસિડ થી ભરેલા હોય છે,જેનાથી ગર્ભપાત ની સંભાવના ઓછી થાય છે.

- બદામ માં ફોલેટ અને વિટામિન બી-૬ હોય છે અને એનાથી બાળકનાં માથાનો વિકાસ ખુબ સારી રીતે થાય છે.

- બદામ માં સારા કાર્બ્સ હોય છે. ગર્ભાવસ્થા માં રોજ બદામ નું સેવન કરવાથી નબળાઈ દુર થાય છે. અને આ મોર્નિંગ સિકનેસ થી બચાવે છે.

- આમાં લોહ તત્વ તેમજ આર્યન હાજર હોય છે અને આ ગર્ભવતી મહિલાઓ ને લોહી ની અછત એટલે કે એનિમિયા થી બચાવે છે.

-બદામ માં અતિશય માત્રામાં પ્રોટીન હોય છે. જેનાથી બાળકના હાડકા મજબુત થાય છે અને પ્રસવ ની પીડા ઓછી થાય છે.

- બદામ માં રેસા હોય છે અને આ ગર્ભવતિ મહિલા ને અપચા ની મુશ્કેલી થી દુર રાખે છે.

-બદામ માં વિટામિન ઈ હોય છે. જેનાથી બાળકનાં બાળ અને ચામડી સ્વસ્થ રહે છે. આ ગર્ભવતી મહિલા ની ખુબસુરતી વધારે છે.

- આમાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકા મજબુત થાય છે.

-બદામ માં પોટેશિયમ હોય છે અને આ રક્તચાપ ને નિયંત્રિત રાખે છે.

- આનાથી રક્ત સંચાર એટલે કે બ્લડ સર્ક્યુલેશન સારુ થાય છે અને આ ગર્ભવતી મહિલાઓ ને મુરજાયેલી તેમજ બેજાન ત્વચા થી બચાવે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon