Link copied!
Sign in / Sign up
2
Shares

સગર્ભાવસ્થા દરમિયાન વરિયાળી ન ખાઓ અને આ તકલીફોથી બચો❌🤰🏻❌🤰🏻

સ્ત્રીઓ ખુબ ભાવુક હોય છે અને આમા કોઈ શરમની વાત નથી, કારણ કે ભગવાને જ તેને આ રીતે બનાવી છે. એની પ્રેમ ભરેલી ભાવનાઓ અને ચિંતાઓ તેમને માતા બનાવે છે. એટલે ગર્ભાવસ્થા તેના માટે કેવળ એક વરદાન જ નહિ પરંતુ તેના આખા કુટુંબ માટે ખુશીનો અવસર હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે માતાના ખાવાની સીધી અસર એના એમ્બેલિકલ કોર્ડ દ્વારા તેના થવાવાળા બાળક પર પડે છે. નવી માતાના મગજમાં ઘણી પ્રકારના પ્રશ્નો આવે છે, જેમ કે તેને શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, કેવી કસરત કરવી જોઈએ અને આ બધા સવાલોમાં એક સવાલ એવો આવે છે કે શું ગર્ભાવસ્થા દરમિયાન તેને વરિયાળી ખાવી જોઈએ કે નહિ!

શું ગર્ભાવસ્થા દરમિયાન વરિયાળી ખાવી સુરક્ષિત છે?

ગર્ભાવસ્થા દરમિયાન સૌથી ખરાબ પરિસ્થિતિ ત્યારે આવે છે જયારે સ્ત્રીઓને સવારની બીમારી (મોર્નિંગ સિકનેસ) થી પસાર થવું પડે છે, અને આના કારણે ઘણી સ્ત્રીઓને આનાથી છુટકારો મેળવવા માટે વરિયાળી ખાવાની આદત પડી જાય છે પરંતુ ગર્ભાવસ્થાના સમયમાં વરિયાળી ખાવાથી તમારી યોનિમાંથી લોહી નીકળી શકે છે. ગર્ભાવસ્થામાં યોનિમાંથી લોહી નીકળવું ગર્ભવાતથી પણ વધારે ખરાબ હોય છે.

વરિયાળી ખાવી ગર્ભવતી સ્ત્રી માટે સારું માનવામાં નથી આવતું કારણ કે તેનો પ્રભાવ તેનામાં પળી રહેલા બાળક પર પડે છે અને ઘણા મામલામાં તો વરિયાળી ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન પીરિયડ્સ પણ શરુ થવાનું માનવામાં આવે છે. ગર્ભાવસ્થામાં પીરિયડ્સ થવું એનો અર્થ એ કે તમારા થવાવાળા બાળક પર તેનો પ્રભાવ પડવો અને આ જ કારણે અમે તમને સલાહ આપ્યે છે કે ગર્ભાવસ્થાના પુરા ૯ મહિના સુધી વરિયાળી ન ખાવી.

ગર્ભાવસ્થામાં વરિયાળી ખાવાના એવા કોઈ ફાયદા જાણવામાં નથી આવ્યા, તો એ બરાબર છે કે તમે વરિયાળીથી દૂર રહો. વરિયાળી સિવાય એવી ઘણી વસ્તુ છે જે ખાવાથી તમને ફાયદો થઇ શકે છે. એટલે સુરક્ષિત રહેવા માટે કંઈપણ ખાધા પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂર લ્યો. આખરે એ જ તમને સારું કે ખરાબ ખાવા વચ્ચેનું યોગ્ય અંતર બતાવી શકશે.

આ વાતોને અવશ્ય જાણો અને ગર્ભાવસ્થા દરમિયાન પોતાને વરિયાળી ખાવાથી દૂર રાખો, સાથે જ આ લેખને બીજી સ્ત્રીઓ સાથે શેયર કરો કે જેનાથી તેને આ વાત ની જાણ મળી શકે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon