Link copied!
Sign in / Sign up
2
Shares

ગર્ભાવસ્થા દરમ્યાન નાની નાની વાતો તમને ડરાવી શકે છે😯😯

માતા બનવું તે કોઈપણ સ્ત્રી માટે એક ખુબજ ખુશી ની વાત હોઈ છે પરંતુ તેની સાથે સાથે સ્ત્રીઓને પોતાના શરીરમાં ઘણા પરિવર્તનો નો સામનો કરવો પડે છે. આ કોઈ પણ સ્ત્રી માટે એક નવો અને ક્યારેક ચિંતાજનક એહસાસ પણ હોઈ છે; ખાસ કરીને તે સ્ત્રીઓ જે પેહલી વાર માતા બની રહી હોય. ગર્ભાવસ્થા દરમ્યાન ઘણા લક્ષણો અમૂક વાર સ્ત્રીઓ ને ડરાવી દેઇ છે, પણ કેટલાક લક્ષણ સામાન્ય પણ હોઈ છે અને બની શકે છે કે ઘણી સ્ત્રીઓને આ લક્ષણ મેહસૂસ થાય છે તો ઘણા ને નથી થતા, કેમકે હર કોઈની ગર્ભાવસ્થા વિવિધ હોઈ છે. આજે આ લેખન દ્વારા અમે થોડા એવાજ લક્ષણો ની વાત કરી રહીયા છીએ.

૧. પેઢામાં સોજો અને દૂખાવો

ગર્ભાવસ્થા દરમ્યાન શરીર માં ઘણા પ્રકાર ના બદલાવ આવે છે અને હોર્મોંનસમાં ફેર ફાર પણ થાય છે, જેના કારણે મસૂડો માં સોજો, ધુખાવો કે લોહી નીકળવાની સમસ્યા થઇ શકે છે, એટલે તેમાં ગભરાશો નહિ પણ દાંત અને મસૂડોનું ધ્યાન રાખો.

૨. ટેસ્ટ માં બદલાવ

અમુક વાર ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓના ટેસ્ટમાં બદલાવો આવે છે અને આ ખુબ જ સાધારણ વાત છે. ક્યારેક ક્યારેક સ્ત્રીઓ ને ગર્ભાવસ્થા પેહલા, જે વસ્તુ નથી ગમતી, બની શકે છે કે ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓ ને તે વસ્તુઓ સારી લાગવા લાગે. હાર્મનના બદલાવા ના કારણે આ બધૂ થાય છે. આના સિવાય કેટલીક સ્ત્રીઓ ને વધારે ભૂખ લાગે છે તો ત્યાંજ કેટલીક સ્ત્રીઓ ને બિલકુલ ભૂખ લાગતી નથી અને આ ખુબ સામાન્ય વાત છે.

૩. નિપ્પલ ડિસ્ચાર્જ થવી

આનાથી ઘણી સ્ત્રીઓ ગભરાઈ જાય છે. ગર્ભાવસ્થા દરમ્યાન ઘણી સ્ત્રીઓની નિપ્પલમાંથી બ્રેસ્ટમિલ્ક લીક થાય છે કેમ કે પ્રેગ્નેન્સી ના સમયથીજ સ્તન માં દૂધ બનવાનું શરૂ થઈ જાય છે અને આ કારણે કેટલીક સ્ત્રીઓને નિપ્પલ ડિસ્ચાર્જ ની સમસ્યા થી પસાર થવું પડે છે. તેમાં ગભરાવાની કંઈ જરૂર નથી.

૪. યોનિમાં દુખાવો

ગર્ભાવસ્થામાં ખાસ કરીને પણ છેલ્લા સમયમાં સ્ત્રીઓને યોનિમાં ખુબ દુખાવો મહેસુસ થાય છે અને આવું બાળક ના મોટા માથાના લીધે થાય છે અને તેના કારણે આ દુખાવો થાય છે, જો દુખાવો વધારે વધે તો પોતાના ડોક્ટર ની સલાહ જરૂર લ્યો.

૫. ઉલ્ટી કે કબજિયાત

ગર્ભાવસ્થા દરમ્યાન ઘણી સ્ત્રીઓને જી મચલવાની કે ઉલ્ટી ની સમસ્યાથી પસાર થવું પડે છે અને એ જરૂરી નથી કે બધી ગર્ભવતી ને આ સમસ્યા થાય. આના સિવાય વધારે માત્રા માં ફાઇબર નું સેવન કરવાથી કે હોર્મોનલ કારણે સ્ત્રીઓને કબ્જની સમસ્યાથી પસાર થવું પડે છે. આ સાધારણ સમસ્યા છે પણ જો આ તમને જરૂરતથી વધારે હેરાન કરી રહી હોય તો તમે ગભરાશો નહિ અને તેને બિલકુલ અવગણશો નહિ. પોતાના ડોક્ટરને મળી ને સલાહ જરૂર લો 

હેપ્પી પ્રેગનેન્સી 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon