Link copied!
Sign in / Sign up
10
Shares

ગર્ભાવસ્થા દરમિયાન આટલી ભુલો થી બચો👍👌👍

ગર્ભાવસ્થા કોઈપણ મહિલા માટે બહુજ મહત્વપુર્ણ સમય હોય છે પરંતુ સાથે સાથે એક મહિલા માટે મુશ્કેલી ભર્યો સમય પણ હોય છે .કયારેક મહિલા પોતાની અંદર થતા બદલાવ ને સમજી નથી શકતી .ખાસ કરી ને ત્યારે જ્યારે તે પ્રથમ વાર ગર્ભવતી હોય છે અને એ જ અસમંજસ માં તે કેટલીક ભુલો કરી બેસે છે .જે માતા અને બાળક બંને માટે હાનિકારક સાબિત થાય છે 

◆ ગર્ભાવસ્થા ની શરૂઆત માં જ બધા ને જાણ કરી દેવી 

દરેક ગર્ભિણી માટે શરૂઆત ના થોડા મહિના બહુજ મહત્વપુર્ણ અને જોખમકારક હોય છે .આજના આ સોશિયલ મીડિયા ના જમાનામાં તમે કોઈ પણ ખબર તમારા સગાવ્હાલા સુધી પહોંચાડી શકો છો .અને ઘણી મહિલાઓ ઉત્સાહિત થઈ ને પોતાના ગર્ભવતી હોવાની ખબર સોશિયલ મીડિયા માં મોકલી દેય છે .અને બધા ને જાણ કરી દે છે ,જોકે એમ નો કરવું જોઈએ .ગર્ભ ધારણ ના શરૂઆત ના મહિનામાં માતાપિતા બનનાર યુગલો એ તેમના ઘરે આવનાર શિશુ વિશે વધારે લોકોને વાત ફેલાવવી જોઈએ નહિ.

◆ડોક્ટર ની સલાહ લીધા વિના દવા લેવી 

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને તાવ આવવો ,માથું દુઃખવુ , અથવા કોઈપણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થતી હોય તો તેમણે પોતાની જાતે એટલે કે ડોક્ટર ની સલાહ લીધા વગર દવા લેવી જોઈએ નહિ .કારણકે એ તમારા અને તમારા આવનાર બાળક માટે હાનિકારક પુરવાર થઈ શકે છે .

◆કલર અથવા મેકઅપ નો વપરાશ કરવો 

ગર્ભાવસ્થા દરમિયાન વાળ માં કલર કરવો અને વધારે મેકઅપ કરવાથી પણ ગર્ભવતી મહિલાઓ અને આવનાર બાળક બંને માટે હાનિકારક સાબિત થઈ શકે છે હેરડાય અને મેકઅપ પ્રસાધનો માં ઘણા રાસાયણિક પદાર્થો હોય છે જે તમારા અને તમારા બાળક માટે હાનિકારક બની શકે છે .એટલે પ્રાકૃતિક વસ્તુઓ નો ઉપયોગ કરવો અને મેકઅપ પ્રસાધનો નો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ .

◆ જરૂરત થી વધારે ખાવું 

દરેક મહિલાઓ ને એવું લાગે છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેમણે બે જણ નું ખાવુ જોઈએ , પરંતુ એ સાચું નથી .તમારા શરીર ને રોજની ૧૮૦૦ થી ૨૦૦૦ કેલરીઝ ની આવશ્યકતા હોય છે અને જો સાથે શિશુ ની આવશ્યકતા જોડીએ તો ૨૫૦ થી ૩૦૦ કેલરીઝ ની વધારે જરૂરત હોય છે પરંતુ ,મહિલાઓ ઉત્સાહિત થઈ ને વધારે ખાવા લાગે છે .તેમને લાગે છે કે તેઓ વધારે ખાશે તો તેમના શિશુ ને વધારે પોષણ મળશે પણ એ સાચું નથી .જરૂરત થી વધારે ખાઈ લેવા થી તેમનો વજન જરૂરત કરતા વધારે વધી જશે અને તેના લીધે તેમને પ્રસુતિ મા પણ અસુવિધા થઈ શકે છે .એકવાર માં વધારે ખાવા કરતા તમારે આખા દિવસ મા થોડી થોડી વારે ખાવું જોઈએ.

◆ જરૂરત થી ઓછું ખાવુ

ગર્ભાવસ્થા દરમિયાન ઘણી મહિલાઓને ખાવા ની ઈચ્છા જ નથી થતી એને કારણે તેઓ ખાવાનું ઓછું કરવા લાગે છે જેથી તેમના અને તેમના શિશુ ઉપર બહુજ અસર પડે છે .એટલે ગર્ભાવસ્થા દરમિયાન બધુ જ ખાવાનુ ખાવુ ખાસ કરી ને સવાર નો નાસ્તો તો અવશ્ય લેવો .એટલે તમારા રોજિંદા આહાર મા હળવા નાસ્તો ને આખા દિવસ માં થોડા થોડા અંતરે લેતા રહો .

◆ જરૂરત કરતા વધારે વિચારવું અને તાણ માં રહેવુ

આખો દિવસ જરૂરત કરતા વધારે તમારી પ્રસુતી માટે વિચારવું અથવા ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યા કરવુ એ પણ તાણ નું એક કારણ બની શકે છે .ખાસ કરી ને જે મહિલાઓ માતા બનવાની હોય છે તે વધુ તાણ અનુભવે છે .વારંવાર સામાન્ય પ્રસુતિ થી થતા દુખાવા વિશે વિચાર્યા કરવાથી પણ તાણ અને ગભરાહટ થઈ શકે છે માતા ની આ ગભરાહટ અને માનસિક તાણ ની અસર તેના ગર્ભ મા ઉછરી રહેલા શિશુ ઉપર પણ પડે છે .

◆ સામન્ય પ્રસુતિ ના બદલે સી સેકશન કરવાનો નિર્ણય લેવો.

વારંવાર સામાન્ય પ્રસુતી વિશે વાંચવું અને વિચારવુ અથવા વાત કરવી એ પણ એક માતા માટે ગભરાહટ નું કારણ બની શકે છે અને એ જ ડર મા ને ડર માં એ મહિલા સી સેકશન કરવાનો નિર્ણય લઇ લે છે અને આજકાલ ઘણી હોસ્પિટલો પણ આનો ફાયદો ઉઠાવે છે અને વધારે પૈસા મેળવવા ના ચક્કર માં તે મહિલાઓ ને સી સેકશન કરાવવાની સલાહ આપે છે .જોકે ,સામાન્ય પ્રસુતિ માં થોડા સમય જ દુખાવો રહે છે અને સમય જતા કોઈ આડઅસર પણ નથી થતી એની સામે સિઝેરિયન ઓપરેશન કરતી વખતે કમર માં આપવામાં આવતા ઈન્જેકશન ની ઘણી આડઅસરો મહિલાઓને જીવનભર સહેવી પડે છે .

◆ વ્યાયામ ના કરવો અને આરામ કરવો 

કયારેક ઘણી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતી સાવધાની અને સતર્કતા થી કામ કરે છે .એ સારી વાત છે કે તેઓ આટલી સાવધાની વર્તે છે .પણ કોઇ પણ વસ્તુ નો અતિરેક પણ સારો નથી એટલે જો તમે એવું વિચરતા હોવ કે વધારે આરામ કરવો એ તમારા અને તમારા બાળક માટે સારું છે તો એ સંપૂર્ણ રીતે સાચું નથી .કારણકે સગર્ભાવસ્થા માં થોડીક હળવી કસરતો કરવી જરૂરી છે જેનાથી તમારા શિશુ નો વિકાસ બરાબર થાય છે .વધારે આરામ કરવા થી પણ તમારા શિશુ ના વિકાસ ઉપર અસર થાય છે .

◆ પુરતી ઉંઘ નો લેવી 

એવું જોવા માં આવ્યુ છે કે ઘણી બહાર કામ કરવા જતી ( વર્કિંગ વુમન) મહિલાઓ ઘર અને ઓફીસ માં તાલમેળ બનાવી રાખવા ના ચક્કર માં પોતાના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ (સમાધાન ) કરી લે છે .અને જે મહિલાઓ બહાર કામ કરવા જાય છે તેમને પણ ગર્ભાવસ્થા દરમિયાન પુરા આરામ અને ઊંઘ ની જરૂર હોય છે .અને જો તમારી ઊંઘ પુરી નો થાય તો તમારું શરીર સ્વસ્થ અને સારું નહી અનુભવે જેનો સીધો અસર તમારા ગર્ભ માં રહેલા શિશુ ઉપર પડશે એટલે તમારી ઊંઘ સાથે જરાય સમાધાન કરો નહીં.

◆ મનગમતી વસ્તુઓ ખાવાની છોડી દેવી

હંમેશા યાદ રાખો ,તમે ગર્ભવતી છો બીમાર નહિ. એટલે તમારી જાત ઉપર એટલુ પણ દબાણ નો કરો કે તમે તાણ અનુભવો .એ સાચું છે કે ,સગર્ભાવસ્થા મા તમારે તમારા ખાવાપીવામાં સાવધાની વર્તવી જોઈએ .એટલે એનો અર્થ એ નહી કે, તમે તમારા મનભાવતાં વ્યંજનો ખાવાની ઈચ્છા ને દબાવી દયો. સગર્ભાવસ્થા માં નવુ નવુ ખાવાની ઈચ્છા થવી એ સ્વાભાવિક છે .એટલે તમારી માનભાવતી વસ્તુઓ પણ ખાઓ પણ યોગ્ય માત્રાને ધ્યાન માં રાખી ને ખાઓ .

◆ ડોક્ટર ની સલાહ લેવા માં બહુજ ઉતાવળ કરવી અથવા બહુજ વાર કરવી.

ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટર ની સલાહ ખુબજ જરૂરી છે એનો અર્થ એ નહી કે ,થોડુ કંઈક થાય ને તમે તુરંત જ ડોક્ટર પાસે દોડી જાવ .એટલે કહેવાનો અર્થ એ કે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા ડોક્ટર ની સલાહ લ્યો .કારણકે ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીર મા ઘણા ફેરફાર થાય છે અને એનાલીધે તમને થોડી અસુવિધા પણ થાય છે એટલે ઉતાવળે કોઈ નિર્ણય ના લ્યો .અને તમારી અંદર થઈ રહેલા ફેરફાર માટે ડોક્ટર ને સમયાંતરે દેખાડતા રહેવું આવશ્યક છે .અને જો તમને તમારા શરીર મા કાંઈ અસામાન્ય અનુભવ થાય તો તરતજ ડોક્ટર નો સંપર્ક કરો રાહ ના જુઓ .

◆ શિશુ સાથે બોન્ડિંગ નો બનાવવુ 

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ બહુજ વધારે પડતી અસુવિધા અને થાક અનુભવે છે .અને એ જ કારણે તે તેમના ઉપર આવેલા પેટ ઉપર ધ્યાન નથી દઈ શક્તી .અને જ્યારે અંદર રહેલું શિશુ કંઈક હલનચલન કરે છે ત્યારે જ તેનું ધ્યાન પેટ ઉપર જાય છે પણ એ બરાબર નથી .માતા એ પેટ ઉપર કયારેક ક્યારેક હાથ ફરવવો જોઈએ અને પોતાના શિશુ સાથે વાત કરવી જોઈએ .કારણકે તમારું શિશુ તમારા સ્પર્શ ને સમજે છે અને આવું કરવાથી તમારા અને શિશુ વચ્ચે નો સંબંધ મજબુત બને છે .

આ હતા થોડાક મહત્વપુર્ણ મુદ્દા જેનો ગર્ભવતી મહિલાઓ એ ધ્યાન રાખવુ જોઈએ .અને તમારા થી આવી ભુલો નો થાય એનુ ધ્યાન રાખવુ .તમારે હમેશા ખુશ રહેવુ જોઈએ ,અને તાણમુક્ત રહી ને પોતાનુ ધ્યાન રાખવુ જોઈએ .કારણકે આ સમય અને અનુભવ ખુબજ અનોખો હોય છે .એટલે બધી ચિંતા ઓ ભૂલી ને બસ સુખદ અનુભવ નો આનંદ માણો .

હેપ્પી પ્રેગનેન્સી!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon