Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા દરમિયાન મન બહેલાવા માટે અમુક ઉપાય જે માતા અને આવનાર શિશુ બંનેે માટે ઉપયોગી થશે

કોઇ પણ મહિલા માટે ગર્ભાવસ્થા ખૂબજ સુખમય અનુભવ હોય છે.પરંતુ મહિલા માટે આ પળ ખૂબ લાગણીથી ભરેલો હોય છે. ક્યારેક ખુશી, કયારેક ગુસ્સો,કયારેક ચીડીયાપણું બધી જ પ્રકારના મૂડ ચેન્જ થતા હોય છે.આ સમયે ગર્ભવતી મહિલા કંટાળો પણ અનુભવે છે.તેનેે સમજ નથી આવતુ કે કઇ રીતે સમય પસાર કરે.તેથી આ પોસ્ટ દ્રારા અમે તમને અમુક ટિપ્સ જણાવશુ જે આપના કંટાળાજનક ટાઇમને મજેદાર બનાવી શકેછે.અને તેનાથી આપના આવનાર નવજાતશીશુ શિશુને પણ ફાયદો થશે.

૧.પુસ્તકોનો સહારો લઇ શકો.

ગર્ભવસ્થા દરમિયાન તમે પુસ્તક વાચી આપનો સમય આસાનીથી વિતાવી શકો છો.તમે 'બેબીકેર' 'ગર્ભાવસ્થા ડાયટ' અથવા કોઇ ધાર્મિક પુસ્તક પણ વાચી શકો છો જેથી શિશુને પણ ફાયદો તેમજ કેઇર મળશે.

૨.ગર્ભાવસ્થાના પળોને કેમેરામા કેદ કરો.

પોતાની સેલ્ફી લો અથવા પોતાની ગર્ભવસ્થા દરમિયાન અમુક ફોટોને અથવા અલ્ટ્રાસાઉંડના ફોટોને એક સ્ક્રેપબુકમાં લગાવી આપના આ ખાસ પળોને હમેંશાને માટે કેદ કરી લો.

૩.શોપિંગ પર જાવ

શોપિંગનો પ્લાન બનાવો.એક લિસ્ટ બનાવી લો.પ્રેગનેન્સી શોપિંગની અને પછી એ મુજબ આપના માટે ડીલીવરીનાં સમયે જરુરી વસ્તુની અને આવનાર બાળક માટે શોપિંગ કરો.

૪.આપની માતા કે સાસુ સાથે સમય વિતાવો.

તમારા નવ મહિનાના સમયને ઉપયોગી બનાવો અને તમારી માતા કે સાસુ સાથે વઘુ સમય વિતાવો.કેમકે તમારા આ સમયને તેઓથી વઘુ કોઇ નહી સમજી શકે.તેઓ પાસેથી બાળકની માવજતની ટિપ્સ લો. કેમકે જેટલુ તેઓ જણાવી કે શીખવી શકશે તેટલુ બીજુ કોઇ નહિ શીખવી શકે.તેઅોને તમારા મનની વાત તેમજ તમારી પસંદ-નાપસંદ પણ જણાવો અને તમે કેવુ અનુભવી રહ્યા છો અે પણ જણાવો.

૫.અમુક પ્યારભર્યા પળ વિતાવો.

પ્રેગનેન્સી દરમિયાન અપના પતિ સાથે અમુક પ્યાર ભર્યા પળ વિતાવામા પાછળ હટશો નહિ.આપના પતિ સાથે કોઇ ટ્રિપ પ્લાન કરો અને જો તમે વઘુ મૂસાફરી ન કરૂણાશંકર શકતા હો તો કોઇ લોકલ સ્થળ પર જાવ અથવા ડિનર પર જાવ.જેથી આપનો સમય પણ આસાનીથી પસાર થઇ જાય અને પહેલા જેવા પ્રેમ અને રોમાંસનો અનુભવાશે પણ કરશો.

આ અમુક ચીજો દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન તમારુ મન પરોવાય રહેશે તેમજ તમારા બાળકને પણ ફાયદો થશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon