Link copied!
Sign in / Sign up
2
Shares

ગર્ભાવસ્થા દરમિયાન તમારી ત્વચાને દાગ રહિત બનાવી રાખવા માટેની ૫ સુરક્ષિત અને સરળ રીતો.

ગર્ભાવસ્થા એક અલગ અનુભવ હોય છે જેના માટે તમે એકવાર વિચારવા પર મજબૂર થઈ જાઓ છો. ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક પરિવર્તન થવું સામાન્ય વાત છે. તમે એટલા બધા હોર્મોનલ બદલાવોથી પાસ થઈ રહ્યા છો કે શારીરિક પરીવર્તન થવું સ્વાભાવિક છે. પણ આ બધુ થોડા સમય માટે જ છે અને એકવાર જ્યારે તમારું બાળક તમારા ખોળામાં હશે તો આ બધી વાતો મહત્વ રાખશે નહીં, તેથી આરામથી આ પોસ્ટને વાંચો જે ગર્ભાવસ્થા દરમિયાન તમારી ત્વચાને સારી રીતે સંભાળ કરવાની સલાહ આપે છે. આ ૫ રીતોનું પાલન કરો અને પહેલા જેવી મુલાયમ અને ચમકતી ચામડી મેળવો.

૧. પોતાને હાઇડ્રેટ રાખો.

પાણી વધારે માત્રામાં પીઓ કેમકે તે તમારી ચામડી માટે ઘણું મહત્વપૂર્ણ હોય છે. પાણી તમારી ત્વચાને તાજી રાખે છે અને બધી ગંદકી અને બેક્ટેરિયાને સાફ કરવામાં મદદ કરે છે જે તમારી ચામડીમાં પ્રદૂષણના કારણે જામી રહે છે કે ક્યારેક-ક્યારેક હોર્મોનલ પરીવર્તનના કારણે પણ બેક્ટેરિયા જામી જાય છે. તેથી ગર્ભાવસ્થાના સમયે તમે જેટલું વધારે પાણી પિશો તમારી ચામડી તેટલી જ સારી રહેશે.

૨. લીલા શાકભાજીઓ ખાઓ.

જોકે બીજા કોઈને માટે નહીં પણ પોતાની ચામડી માટે ઓછામાં ઓછું તમારા માટે ઘણું જરૂરી છે કે તમે ભરપૂર વેજીસ ખાઓ. અમે જાણીએ છીયે કે આ સમયે તમને અલગ અલગ પ્રકારનું ખાવાનું ખાવા માટેનું મન કરી રહ્યું છે અને લીલા શાકભાજીઓ વિષે તમે વિચારી પણ નથી શકતા, પણ એવોકેડો, બીન્સ, વટાણા, બ્રોકોલી અને પાલક જેવી શાકભાજી તમારી ચામડીને ઘણી વધારે લાભ કરે છે કેમકે આ ફોલિક ઍસિડથી ભરપૂર છે જે તમારી ત્વચા માટે સારું છે. આ વસ્તુઓને તમારા રોજિંદા ખોરાકમાં ઉમેરો અને તમે જોશો કે તમારી ચામડી ચમકી ઉઠશે.

૩. તાપથી બચો.

હાનિકારક ઉ.વી.-કિરણો તમારી ચામડી માટે ઘણા ખરાબ હોય છે. તે ન માત્ર તમારી ચામડીને ઢીલી કરી દે છે પરંતુ તેને સૂકી અને થાકેલી પણ બનાવી દે છે. દરેક વખતે જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે ધ્યાન રાખો કે તમે ઓછા માં ઓછું એસ.પી.એફ.-૩૦ વળી સનસ્ક્રીનનો ઉપયોગ જરૂર કરો.

૪. દિવસમાં ૨ વાર તમારો ચહેરો ધૂઓ.

દિવસમાં બે વાર પોતાનો ચહેરો એક હલકા, ગ્લિસરીન વાળા ફેસવોશ કે ક્લિંજર થી ધોવાનું ન ભૂલો. કોઈ પણ કિમતે કઠણ સાબુથી બચો, કેમકે તે તમારી ત્વચાની નમીને દૂર કરીને તમારી ચામડીની ચમકને નુકસાન પહોચાડે છે.

૫. જંક ફૂડ થી દૂર રહો.

તળેલા ફાસ્ટ ફૂડથી બચો. તે બધી ફ્રાઇસ અને પેટીસ જેને તમે પસંદ કરો છો તે તમારી ચામડીને બગાડે છે. અમે એમ નથી કહી રહ્યા કે તેનો આનંદ ન લો, બસ ખાવાની માત્રાને ઓછી કરી દો. તમારી થોડી સાવધાની અને સતર્કતા તમારી ત્વચાને સુંદર અને યુવા રાખવામા તમારી મદદ કરી શકે છે અને અમને ખબર છે કે તમે આ ઉપાયોને અમલમાં જરૂર લાવશો. અમે સમજીએ છીયે કે આ એકમાત્ર ચરણ છે જેમાં તમને પોતાને બગાડવાની પરવાનગી છે, અને અમે તમને આ બધાનો સૌથી વધારે ફાયદો ઉઠાવવાની સલાહ પણ આપીએ છીયે. પરંતુ , એક જ સમયે અમે તમને સારી રીતે દેખભાળ કરવા માટે પણ આગ્રહ કરીયે છીયે.

પોતાનું ધ્યાન રાખો !

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon