Link copied!
Sign in / Sign up
3
Shares

ગર્ભાવસ્થા દરમિયાન ઓછું લોહી ખતરનાક સાબિત થઇ શકે છે- અપનાવો આ ઘરેલુ ઉપચારો

કોઈપણ સ્ત્રી માટે ગર્ભાવસ્થા સુખદ અનુભવ હોય છે, પણ સાથે સાથે ઘણા પડાવોમાંથી ગુજરવું પડે છે. આવા વખતે સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. તે શારીરિક તેમ જ માનસિક ફેરફાર હોય છે. આવા સમયે સ્ત્રીએ ખુબ જ કાળજી લેવાની હોય છે કારણકે ત્યારે ઘણી બીમારી થવાની શક્યતા હોય છે. તેમાં એક છે લોહી ઓછું થવું. ગર્ભાવસ્થામાં લોહી ઓછી થવું તેને એનેમીયા પણ કહે છે, આ ગર્ભવતી સ્ત્રી અને તેનું બાળક, બન્ને માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આજે આ લેખ દ્વારા આના વિશે આપણે જાણશું.

લોહી ઓછું કેમ થાય છે? 

લોહી ઓછું થવાના ઘણા કારણ હોય છે જેમકે પોષ્ટીક ભોજન ન લેવાથી વિટામિન અને આયરન ઓછું થવું. ઘણા ને પહેલાથી જ એનિમિયાની સમસ્યા હોય. તો તેને પણ થાય.

શું છે લક્ષણ?

ઓછા લોહીના કારણે ચક્કર આવે છે, કમજોરી, થાક લગાવો, વાળ ઉતરવા, ચામડી અથવા નખ પીળા પડવા, આ બધા લોહી ઓછા થવાના લક્ષણ હોઈ શકે છે. આથી જો આવું કઈ થાય તો ડોક્ટરને જરૂરથી મળો. આનો ઘરેલુ ઉપચાર કેમ કરશો?

૧.ફળો નું સેવન કરો

ફળો બધા માટે લાભકારી છે. જયારે ગર્ભાવસ્થાની વાત આવે ત્યારે તો ફળો વરદાન રૂપ છે. આથી જો લોહી ઓછું લાગે તો સફરજન, કેળા, લીંબુ, સ્ટ્રોબેરી જેવા ફળોનું સેવન જરૂર કરો.

૨.લીલી શાકભાજી પણ જરૂરી છે

ગર્ભાવસ્થા દરમ્યાન ઓછું લોહી હોય તો લીલી શાકભાજીનું જરૂર સેવન કરો. જેમકે પાલક, ચુકંદર, ગાજર। ટમેટા આનાથી ઓછું લોહી વધશે.

૩.ડ્રાય ફ્રૂટ

ગર્ભાવસ્થામાં ઓછું લોહી વધારવા ડ્રાય ફ્રૂટ જેવા કે અખરોટ, ખજૂર, બદામ, કિશમિશ વગેરે ખાવા. ડ્રાય ફ્રૂટ ને હલકું સ્નેક (નાસ્તા) ની જેમ પણ ખાઈ શકાય. જેના દ્વારા તમને હંગર પેક પણ નહિ થાય.

૪.ડેરી પ્રોડક્ટ

ગર્ભાવસ્થામાં ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ, પનીરથી પણ ઓછું લોહી વધારી શકાય. આ તમને અને બાળક બન્ને ને પોષણ પૂરું પાડશે. જો તમે રાત્રે સૂતી વખતે દૂધ પીશો, તો આપને ફાયદો થશે અને રાત્રે ઊંઘ પણ સારી આવશે.

૫.નોન વેજ

જો તમે નોન વેજ ખાતા હશો તો માછલી અથવા ઈંડા પણ ખાઈ શકો. આનાથી પોષણ મળશે અને લોહી વધશે. આના ઉપરાંત તમે ડોક્ટરને પણ મળો જે તમને દવાઓ પણ આપશે અને ડાઈટ પ્લાન પણ બતાવશે. ગર્ભાવસ્થા કોઈપણ સ્ત્રી માટે અનમોલ અનુભવ છે. આથી આને ખુશીથી વિતાવો, થોડી તકલીફ બાદ જયારે નાના શિશુને મેળવશો તો ખુબ જ આનંદ પામશો.

હેપ્પી પ્રેગ્નનસી!

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon