Link copied!
Sign in / Sign up
14
Shares

ગર્ભાવસ્થા દરમિયાન દાદર ચડવું – સલામત છે કે નહીં?

એક વાર તમે ગર્ભ ધારણ કરો, ત્યાર બાદ તમે જીવનમાં તમારા બાળક માટે સુરક્ષિત પગલાઓ લેવાનું ચાલુ કરો છો. જો તમારે ઘરે જવા માટે દાદર ચડવાના હોય, ત્યારે તમારે બે વાર વિચાર કરવો પડે છે.

શું ગર્ભાવસ્થા દરમિયાન દાદર નો ઉપયોગ કરવો ખરેખર સુરક્ષિત છે?

-દાદર નો ઉપયોગ કરવો તમારા માટે ખરેખર સ્વાસ્થ્યપ્રદ છે, પણ તમારે દાદર ચડતી વખતે અમુક સાવચેતી રાખવી પડે છે . દાદર ઊતરતી વખતે સૌથી મોટો ભય પડી જવાનો કે લપસી જવાનો રહે છે. તમારી જાણ ખાતર, જો તમે તમારી ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસો દરમિયાન સહેજ પણ લપસીને પડી જાઓ, તો તે તમને કસુવાવડ સુધી લઈ જઈ શકે છે. અને પાછળના તબક્કામાં, દાદર પરથી પડી જવું એ તમને વહેલી પ્રશ્રુતિ તરફ લઈ જઈ શકે છે. એક વાર તમે ગર્ભ ધારણ કરો અને પેટ વધવા માંડે, એટલે તમને તમારા પગના તળિયા તરફ જોવાની ક્ષમતા પણ ઘટી જાઈ છે. જેના કારણે તમારા દાદર કુદાવવાની અને માથા સાથે અથડાવવાની શક્યતા પણ વધી જાઈ છે. વધુમાં,જેમ તમારું પેટ વધવા માંડે તેમ તમારા શરીરનું સંતુલન પણ બગડતું જાય છે. તેથી સંતુલન જાળવવાનું અઘરું બનતું જાય છે અને શરીરના ગુરુત્વાકર્ષણ કેન્દ્ર પણ ખસવાથી તમારું પડવાનું પણ સરળ બની જાય છે. જ્યારે તમે તમારી ગર્ભાવસ્થાના બીજા અને ત્રીજા ત્રણ મહિનામાં પહોચો, ત્યારે દાદર ચડવા ઉતારવાનું ટાડો, કેમ કે તમારું બેલેન્સ તમને ઊંઘા પાડી શકે છે અને તમે જે કઈ પણ કરો એમાં તમારે સતર્ક રહેવું જોઈએ.

શરૂઆત ના ગર્ભાવસ્થાના મહિનાઓ માં ક્યારે દાદરનો ઉપયોગ ટાળવો જોઈએ?

જો તમારા ડોક્ટરએ તમારા ગર્ભાવસ્થાના ગાળામાં કોઈ પ્રોબ્લેમ દર્શાઈવો હોય, ત્યારે પહેલા ત્રણ મહિના સુધી દાદરનો ઉપયોગ કરવો સુરક્ષિત છે. પણ જો તમને નીચેના માથી કોઈ લક્ષણો દેખાઈ તો દાદરના ઉપયોગ થી બચો :

૧. જો તમે તમારા પહેલા ત્રણ મહિનામાં રક્ત્સ્ત્રાવ અનુભવ્યો હોય.

૨. જો તમારા હોર્મોનલ અસુંતલ, પીઠનો દુખાવો, અને ખેંચના કિસ્સાઓ આવ્યા હોય, તો તમે કસુવાવડ તરફ દોરાઈ રહ્યા છો.

૩. જો તમને મધુપ્રમેહ અને સ્વયંપ્રતિરક્ષાના રોગ હોય, તો તમારી ગર્ભાવસ્થા ખૂબ જ જોખમમાં આવી શકે છે. 

અહિયાં નીચે જથ્થાબંધ સલામતીની ટિપ્સ દર્શાવી છે જેને તમારે ગમે ત્યારે દાદરનો ઉપયોગ કરતી વખતે અનુસરવી જ જોઈએ :

૧. હંમેશા દાદર ચડતી અને ઊતરતી વખતે કઠેરાનો ઉપયોગ કરવો જોઈએ. ઓછામા ઓછું તમારે એક હાથેતો કઠેરને પકડવો જ જોઈએ જ્યારે તમે ચડતી વખતે કઈક લઈ જતાં હોવ.

૨. ખાતરી કરો કે દાદર વાળા ભાગમાં સારો એવો ઉજાસ હોય અથવા પૂરતો પ્રકાશ આવતો હોય કે જેથી તમે જોઈ શકો કે ક્યાથી દાદર શરૂ થાય છે અને તમે તેમાથી કોઈ પણ દાદર ચૂકી નહીં જાઓ અને માથા સાથે અથડાઇને ના પડો.

૩. હંમેશા દાદર પર ધીમે ચાલો જેથી કરીને તમે કોઈ ઉતાવડમાં કોઈ પગથિયું ચૂકીના જાઓ.

૪. કદાચ તમે પડી પણ જાઓ, તો ખાતરી કરીને તરત જ તબીબી સારવાર માટે જવું જોઈએ.

જો તમારી પાસે કોઈ વધારાના સૂચન કે ટિપ્સ હોય, તો તમેં અમને વિના સંકોચે નીચે ટિપ્પણી વિભાગમાં લખી શકો છો.

આ લેખ વાંચવા માટે આભાર :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ નાનકડું ગીફ્ટ : ક્લિક કરી જુઓ શું છે અને કરો એન્જોય :)

https://www.tinystep.in/affiliates/offers/ 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon