Link copied!
Sign in / Sign up
17
Shares

ગર્ભાવસ્થા અને તેના પછી નું આ અમૃત: ગુંદર ના લાડુ કેવીરીતે બનાવશો (વિધિ)અને લાભ🤰 👌

ગર્ભાવસ્થા વિશે વાત કરતી વખતે આપણે નવ મહિના વિશે વિચારીએ છે તે સમય દરમિયાન માતા નો આહાર ખુબજ મહત્ત્વપૂર્ણ હોય છે .આવી સ્થિતિમાં ઘણી વાતો નું પાલન કરવાનું ઘણા લોકો નકારી કાઢે છે .પરંતુ પહેલી વાર માતા બનતી મહિલા નાજુક હોય છે .ગર્ભાવસ્થા દરમિયાન તેમની દેખભાળ અને સ્વસ્થ આહાર ની ખુબજ જરૂરત હોય છે .ભારત માં પરંપરાગત રીતે માતા ની પ્રસુતિ પછી ના ૪૦ દિવસ દરમિયાન શક્તિ અને પોષણ પ્રાપ્ત કરવા માટે કેટલાક ખાસ વ્યંજન બનાવવા મા આવે છે .અને તેમાનુ એક પ્રખ્યાત વ્યંજન છે.

' ગુંદર ના લાડુ .'

આ લાડુ મા દેશીઘી ,સાકર ,કિસમિસ ,અને ઘણા પ્રકારનો સુકો મેવો નાખવામાં આવે છે .આ લાડુ માં કેલરી ખુબજ પ્રમાણ માં હોય છે ,જેની આવશ્યકતા શિશુ ને સ્તનપાન કરાવતી વખતે દરેક માતાઓ ને હોય છે .એવુ માનવામાં આવે છે કે આ લાડુ પ્રસુતિ પછી માતા ને જલ્દીથી સ્વસ્થ થવા માટે અને શક્તિ મેળવવા ,અને આવશ્યક પોષણ પ્રદાન કરે છે .

દરેક સાસુ અને દાદીમાં માટે આવા લાડવા બનાવવી એ એક પરંપરા છે .જો આપણે ઇતિહાસ માં નજર નાખીએ તો એવુ જાણવા મળે છે કે ,આ લાડુ નો આવિષ્કાર એ ચિકિત્સક ના ઉદ્દેશ ને ધ્યાન માં રાખી ને ભારતીય સર્જરી અને ચિકિત્સા ના જનક એવા સુશ્રુત દ્વારા કરવામાં આવ્યો છે .ઉદાહરણ તરીકે ,તલ ના લાડુ જે આપણને બધા ને ખુબજ પસંદ છે .ચોથી સદી ઇસ. પૂર્વે , માં સુશ્રુતે તેના દર્દીઓ નો ઈલાજ કરવા માટે આને એન્ટિસેપ્ટિક ના રૂપ માં વાપર્યું હતુ .તલ ના બિયા , ગોળ અને મગફળી ને મિશ્રણ કરી ને તેના ગુણો નો ઉપચાર ના ઉપયોગ કરવામાં આવે છે .ગુંદર ના લાડવા પણ આજ વિરાસત ને દેન છે .

આ લાડવા તાસીર માં ગરમ હોય છે , એટલે ગર્ભવતી મહિલાઓ માટે આનું સેવન કરવુ યોગ્ય નથી પરંતુ માતા ને પોષણ માટે આને અદભુત માનવામાં આવે છે .આ લાડવા ભારત માં ઉત્તર દિશામાં જેવા કે હરિયાણા , રાજસ્થાન ,અને ઉત્તરપ્રદેશમાં પ્રસિદ્ધ છે .આ પ્રસિદ્ધ લાડવા ને ઠંડી ની ઋતુમાં પણ ખાઈ શકાય છે કારણકે આ શરીર ને ગરમ રાખવામાં ઉત્તમ ગણાય છે .આ મહારાષ્ટ્ર મા દિનકરયે લાડુ ના નામ થી પ્રસિધ્ધ છે .મહારાષ્ટ્ર માં ઘણી જગ્યાએ આમાં મેથી દાણા પણ નાખવામાં આવે છે .ગુજરાત માં આને ગુંદર ના લાડુ કહેવાય છે .

મેહર રાજપુત , ફિટપાસ ,માં પોષણ વિશેષજ્ઞ એ કહ્યું છે કે ગુંદર ના લાડવા ના ઘણા પૌષ્ટિક અને આયુર્વેદીક લાભ છે .આ સ્વાદ રહિત અને ગંધ રહિત હોય છે .તેને પાણી માં નાખવા થી તે જેલ જેવું તત્વ બની જાય છે .આને બીજી ઘણી જડીબુટ્ટીઓ સાથે મિશ્રિત કરી શકાય છે .જેવા કે મેથી , વરિયાળી , કાળા મરી , તલ અને અજમો વગેરે .

આ લાડવા સાંધા ને લુબ્રિકેન્ટ કરવામાં મદદ કરે છે અને કમર ના દુખાવો અને સાંધા ના દુખાવા ને ઓછો કરે છે .સ્તનપાન કરાવતી માતાઓ ને પોષણ મળે એટલે તેમને આ ખવડાવવા માં આવે છે .આમાં રેશા ભરપુર માત્રા માં હોય છે અને સ્તનપાન કરાવતી માતાઓ ને રોગપ્રતિરક્ષા કરવા માટે દેવામાં આવે છે .કારણકે આ પ્રતિરક્ષા ને વધારવામાં મદદ કરે છે .

આનો કોઇ પ્રમુખ દુષ્પ્રભાવ નથી પરંતુ વધારે માત્રામાં સેવન કરવાથી કબજિયાત અને પેટમાં અસુવિધા થઈ શકે છે .એવુ કહેવાય છે કે , જો તમે કોઈપણ પ્રકારના ગુંદર નું સેવન કરતા હોવ તો તમારે પર્યાપ્ત માત્રા માં પાણી પીવુ જોઈએ જેથી તમારા આંતરડાં ને કબજિયાત થી બચાવી શકાય .

સોનિયા નારંગ , ઓરિફ્લેમ ઇન્ડિયા ની વેલનેસ એક્સપર્ટ નું કહેવુ છે કે , ગુંદર બહુજ પૌષ્ટિક તત્વ છે તેમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે .આ હાડકા ને મજબુત કરવા અને કમર ના દુખાવા ને દુર કરવામાં મદદ કરે છે .ગુંદર નો ફક્ત ૧ લાડવો પર્યાપ્ત માત્રામાં ઉર્જા પ્રદાન કરે છે જે બે કલાક સુધી રહે છે .આ લાડવા ઘણી પૌષ્ટિક સામગ્રી ઓ થી બનેલા હોય છે એટલે બે ટાઈમ ના ભોજન વચ્ચે ખાવા માટે ઉત્તમ છે .ગુંદર સ્તનો ના દુધ નુ ઉત્પાદન વધારવા માટે જાણીતુ છે .

◆ ગુંદર ના લાડવા બનાવવા ની રીત .

◇ સામગ્રી -

ખાવા નો ગુંદર - ૧૨૫ ગ્રામ .

છુહારા. - ૫૦૦ ગ્રામ .

સૂકા ટોપરા નું છીણ. - ૫૦૦ ગ્રામ.

ગોળ. -૫૦૦ ગ્રામ.

ઘી. - ૫૦૦ ગ્રામ.

બદામ. - ૧૨૫ ગ્રામ.

ખસખસ. - ૫૦ ગ્રામ.

એલચી - ૫૦ ગ્રામ.

મેથી દાણા- ૩૦ ગલ્લા .

જાયફળ - ૧ .

રીત =

સુકુ નારિયેળ નું છીણ ( જ્યાં સુધી શેકાય ત્યાં સુધી) જાયફળ ,મેથી દાણા ,વરિયાળી, ખસખસ ,બદામ અને એલચી ને શેકો .

બધી શેકેલી સામગ્રી ને પીસો .થોડુ અધકચરું પીસવુ .

એક વાસણ મા એક ચમચી ઘી નાખો અને ગરમ થયા બાદ તેમાં એક ચમચી ગુંદર નાખો અને તેને ૩-૫ મિનિટ સુધી હલાવો બધો ગુંદર ફૂલી જય ત્યાં સુધી રાખો પછી એક મોટા વાસણ મા કાઢીને બાજુ મા રાખો .

આ પ્રક્રિયા ફરીથી કરો અને બધા ગુંદર ને ફુલાવી લો .ધ્યાન રાખો કે બધો ગુંદર સારી રીતે ફૂલે ઘણી વાર અંદર કાચો રહી જાય છે એવું ના બને .

તેજ વાસણ માં એક ચમચી ઘી નાખો અને તે ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ને પીગળવા દયો જ્યાં સુધી તેમા ઉપર ફીણ આવે ત્યાં સુધી રાખો પછી ગેસ બંધ કરી દયો .

આ પીગળેલા ગોળ માં ગુંદર ને ભેળવો ત્યારબાદ બધી પીસેલી સામગ્રી પણ તેમાં ભેળવો જ્યાં સુધી તે બધુ ભળી ના જાય ત્યા સુધી ભેળવતા રહો .

હથેળી મા ઘી લગાવીને આ મિશ્રણના લાડુ વાળો અને હવા બંધ ડબ્બામાં ભરી લ્યો .

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon