Link copied!
Sign in / Sign up
2
Shares

ગર્ભાવસ્થા સમયે દિલ બેચેન રેહવાથી પરેશાન છો? કરો આ ઘરેલું ઉપાય

માં બનવું સૌથી સુંદર અનુભવ હોય છે. પણ તેની સાથે-સાથે સ્ત્રીઓએ બહુ બધી સમસ્યાઓથી ગુજરવું પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ સમસ્યાઓમાંથી પસાર થાય છે. આ ઉપરાંત, શરીરમાં ફેરફારોને લીધે સ્ત્રીઓ પણ ખૂબ ચિંતિત રહે છે. આવીજ એક સમસ્યામાં બેચેની રેહવાની સમસ્યા આવે છે. પ્રેગ્નેસી દરમિયાન ઉલટી થવી કે ઉલટી જેવું લાગવું એ બહુજ સામાન્ય વાત છે. તે પણ દરેક સ્ત્રીઓને એક સમાન મુશ્કેલી નથી થતી. તે પણ દરેકના શરીરના ઈમ્યુન સિસ્ટમ ઉપર આધાર હોય છે. પણ બેચેની થવી એક એવી સમસ્યા છે જેની દવાઓ પ્રેગ્નેસી દરમિયાન ન લેવી જોઈએં પણ આ સમસ્યાનું નિવારણ પણ થવું જોઈએ ને? એટલે અમે આ એહવાલમાં તમને ઉપાયો જણાવી રહ્યા છીએ જે પ્રેગ્નેસીમાં મદદ થાય.

1. આમળાનો મુરબ્બો 

એ તો આપણે જાણીએ છીએ કે આમળામાં ગુણકારી તત્વો હોય છે. પ્રેગ્નેસીમાં આમળાનો મુરબ્બો ખાવાથી ઘણા ફાયદા થાય છે તમને ઉલટી થતી ઓછી થઈ જશે અને સાથેજ બેચેની થવાની ફીલિંગ પણ ધીરે ધીરે ઓછી થતી જશે.

૨. એવી વસ્તુઓથી દુર રહો જેની સ્મેલથી એલેરજી થવાનો ભય હોય 

પ્રેગ્નેસી સમયે સ્ત્રીઓને કેટલી વસ્તુઓ સારી લાગે  છે તો કેટલીક ખરાબ, એટલે જો ગર્ભાવસ્થા દરમિયાન તમને કોઈ વસ્તુની સ્મેલ જો ન ગમતી હોય તો તેનાથી દુર રેહવું સારું. કારણકે ક્યારેક ક્યારેક જે વસ્તુ પસંદ ન હોય તો તેની એલર્જી થવાની શક્યતાના કારણે બેચેની થવા લાગે છે. જો આવો કોઈ સમય આવે તો પોતાની પાસે ખુશ્બુદાર સાબુ રાખો અને સમય સમય પર સુંઘતા રહો જેથી તમને સારું લાગશે અને બેચેની જેવી ફીલિંગ પણ ઓછી થશે.

3. કોથમીર નું સેવન રાખો 

જો પ્રેગ્નેસી સમયે તમને ઉલટી જેવી ફીલિંગ આવે તો તમે કોથમીરને પીસીને તેમાં સ્વાદ માટે મીઠું વગેરે નાખી ચાવી શકો છો થોડા થોડા સમય પર ખાતા રહો. આનથી તમને સારું ફિલ થશે. 

૪. તુલસી નું સેવન રાખો 

તુલસી ચબાવ્વાથી પણ પ્રેગનેન્સીમાં ફાયદો થાય છે. તુલસી ખાવાથી પુરતી ઊંઘ તો મળેજ છે પણ સાથે થાક માં પણ રાહત આપે છે. આના સિવાય જો તુલસીના રસ માં મધ મેળવીને પીવાથી પણ બેચેનીમાં સારું ફિલ થાય છે.

આ બધા સિવાય રાખો થોડી બાબતોનું ધ્યાન 

-પ્રેગ્નેસીમાં સ્ત્રીઓને ક્રેવીન્ગ્સ જાગે છે એટલે તે જે મળે તે ખાવાનું ગમતું હોય છે. ક્યારેક ચટપટું તો ક્યારેક જંક ફૂડ ખાવાની ફીલિંગ આવે છે અને તે ખાધા પછી બેચેની અને ઉલટીના પરિણામો સહન કરવા પડે છે એટલે ખાવામાં હમેશા ધ્યાન રાખો. ફક્ત હેલ્દી આહાર ખાઓ.

- હડબડી કે જટપટ ન ખાઓ, ધીરે ધીરે ચબાવીને ખાવાની આદત રાખો.

- ખાધા પછી તરત સુવા ન જાઓ, થોડું હલન ચલન કર્યા પછી સુવા જાઓ 

આવી બધી નાની મોટી વાતો નું ધ્યાન રાખો અને જો હજી પણ સમસ્યા બદલે નહિ તો તમારા વિશ્વાસુ ડોકટર ની સલાહ જરૂર લો.

હેપ્પી પ્રેગનેન્સી ! 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon