Link copied!
Sign in / Sign up
1
Shares

ગર્ભાશયમાં તણાવ ના 7 મુખ્ય લક્ષણ

ગર્ભાવસ્થા માં તણાવ માં આવું સામાન્ય વાત છે. તમારા શરીરમાં અલગ-અલગ બદલાવો આવે છે. 15 % સ્ત્રીઓ ગંભીર રૂપ થી તણાવ ગ્રસ્ત થઈ જાય છે. આના થી તેમની કોખ માંના બાળક પર પણ અસર થાય છે. માનસિક ને શારીરિક તણાવ તમારા દરરોજ ના જીવન ને અસર કરતું હોય છે. આના થી નાના મોટા કામો પર પણ અસર થાય છે. ઘણી વાર માનસિક તણાવ થી પીડાતી સ્ત્રીઓ ને ચિકિત્સક અથવા નર્સ ની મદદ નથી મળતી. આમાં મુખ્ય તો એ વાત છે કે તમારું શરીર તમને સંકેત આપશે કે બધું સારું નથી.

એટલા માટે જ તમારે એ જાણવું ઉપયોગી રહેશે કે તણાવ ના અમુક મુખ્ય કારણો શુ છે !

1. ચિંતા

જો તમે ચિંતાગ્રસ્ત છો તો આ મુખ્ય લક્ષણો ને તમે અનુભવ કરી શકશો. તમે ખૂબ જ ગભરાટ અનુભવશો. નિરાશા ને નકારાત્મક વિચાર, કામ માં મન ન લાગવું અને જીવન ને ના માણવું. તમને એવું લાગશે કે તમારા ઉપર દુનિયાભર નું કામ સોંપી દીધું છે. તમને એવું લાગશે કે તમારી તકલીફો વધે છે, ક્યારે પણ પુરી જ નઈ થાય. એવા વિચાર આવશે કે તમે જરૂર કરતાં વધારે વિચારો છો અને તમારી આશા પ્રમાણે નું ફળ નથી મળી રહ્યું.

2. દુખ

તમને એવું લાગશે કે તમે ગમ્મે તે કરી લો પણ તમને સુખ નથી મળી રહ્યું. માનસિક દુખ કે જેને અવસાદ પણ કહી શકીએ છે, કોઈ ની સાથે વાત કરવા થી દૂર થઈ શકે છે. મનોવિજ્ઞાનિક ની જરૂર નઈ પડે જો તમારા પોતાના તમારી સાથે વાત કરશે અને તમારું ધ્યાન રાખશે. તણાવ માં સ્ત્રીઓ નાની અમથી વાત પર પણ રડી પડે છે. આને નિયંત્રણ માં રાખવા માટે તમે તમારું ધ્યાન કસાક બીજા કામમાં લગાવી રાખો.

3. શરીર અને માથા નો દુખાવો

ગર્ભાવસ્થા માં સ્ત્રીઓ ને ખૂબજ પીડાકારક દુખાવો થતો હોય છે. શરીર ના કોઈ પણ ભાગમાં જેવી રીતે પગ, માથું, કમર,પીઠ કા તો પછી આંખો માં દુખાવો થઈ શકે છે. જો દુખાવો, વધારે વાર કા તો દિવસ સુધી રેહ તો ચિકિત્સક ને બતાવું.

4. અસંતુલિત શુગર લેવલ્સ

બરાબર ખાવું-પીવું, દવાઓ, યોગ અને કસરત કરવા છતાંય તમારા શરીર માં શુગર લેવલ્સ વધી જાય છે તો આને તમે તણાવ સંબંધિત માની શકો છો.

5. જડબામાં દુખાવો

જો તમે ઊંઘ ની વચ્ચે જડબા ના દુખાવા થી ઉઠી જાઓ છો તો આ તણાવ નો લક્ષણ હોઇ શકે છે. દાતો પીસવા પણ એક પ્રકાર ના તણાવ નો લક્ષણ છે.

6. ચેપ

ગર્ભાવસ્થા માં રોગ-પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને તમને ઠંડી લાગી શકે છે જેનાથી તમને ખાસી, શરદી ને છિક આવી શકે છે. અને તણાવ ના કારણે તમને ચેપ પણ લાગી શકે છે. આ નબળા કોખ વાળી માંઓ માટે વધારે હાનિકારક બની શકે છે.

7. પ્રિટર્મ લેબર કોન્ટ્રેકસન

તણાવ ના કારણે સ્ત્રીઓને પ્રિટર્મ લેબર કોન્ટ્રેકસન થવા લાગે છે. આના કારણે સ્ત્રીઓ ના બાળકો નબળા અને અવિકસિત રહી જાય છે.

આના સિવાય તેમની સેક્સ માં રુચિ નથી રહેતી, ભૂખ મટી જાય છે, વાત-ચિત માં ખાસ રુચિ રહેતી નથી. તમારા વિશે કોઈ વિશ્વાસુ માણસ ને વાત કરો. તમારી સહાય તમારા સિવાય કોઈ નથી કરી સકતું. એટલા માટે જ તમને તમારી કાળજી રાખવી પડશે. અમે એ આશા રાખીએ છે કે અમારા બધા વાચક મિત્રો મસ્ત અને તંદુરસ્ત રહે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon