Link copied!
Sign in / Sign up
2
Shares

ગર્ભાવસ્થામાં પાન ખાવું સુરક્ષિત છે?🍁🍃

ગર્ભાવસ્થા દરમ્યાન શું તમને ઓછી ઊંઘ આવે છે, શું અચાનક ભૂખ ન લાગવા ના કારણે ચિંતિત છો? શું તમારા પેટ ની તકલીફ ને કારણે તમારી ગર્ભાવસ્થા પ્રભાવિત થઈ રઈ છે? શું તમારી બા/નાનીમાં એ તમને વધારે સારી પાચનક્રિયા માટે ગર્ભાવસ્થા સમયે પાન ના પાંદડા ખાવાની સલાહ આપી છે? શું તમે આ વિશે નથી જાણતા કે ગર્ભાવસ્થા ના સમયે પાન નું પાંદડું ખાવું એ સુરક્ષિત છે કે નઈ?

પાન ના પાંદડા ભારતીય સંસ્કૃતિ નો મોટો ભાગ છે. આનો ઉપયોગ ચારસો વરસ ઇસ ના પહેલા થી કરવામાં આવે છે. એ સમય માં જમ્યા પછી આનું સેવન રાજાઓ અને નવાબો ની વચ્ચે બઉ સામન્ય હતું. પાન ના પાંદડા ના સેવન થી ઘણા બધા લાભ થઇ શકે છે.

પાન ના પાંદડા ના લાભ:

વૈજ્ઞાનિક શોધો અનુસાર પાન ના પાંદડા નું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારી છે, એ પણ આના એન્ટી - ઇન્ફેક્તિવ, એન્ટીએલસર, એન્ટી - ઈન્ફ્લામેન્ટરી, કાર્ડીઓવેસ્કલર, એન્ટીડાયાબીટીક અને બીજા ગુણો ના કારણે. પાન ના પાંદડા એક અસરકારક, મોઢા માટે નું ફ્રેશનર છે એટલે કે મોઢા ની ગંધ દૂર કરે છે. પાન ના પાંદડા નું સેવન કરવાથી તમારી ઓરલ હાઇજીન સારી થાય છે. અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે પાન ના પાંદડા ના અર્કમાં કીમોપ્રિવેંટિવ ની અસર હોય છે અને આ ટ્યૂમર ને વધતા રોકે છે. પાન ના પાંદડા માં એન્ટી સેપ્ટિક અને અન્ય ગુણ પણ હોય છે.

ગર્ભાવસ્થા સમયે પાન ના પાંદડા નું સેવન સામન્ય કેમ હોય છે?

પારંપરિક માન્યતા છે કે પાન ના પાંદડા નું સેવન ગર્ભાવસ્થા વખતે કરવાથી પાચન ક્રિયા સુધરે છે અને ભૂખ વધારે લાગે છે. ઘણા લોકો એવું પણ માને છે કે પાન ના પાંદડા માં વિદ્યમાન ગુણ ના કારણે સ્તનપાન વખતે આને લેવાથી દૂધ નું વધારે સારું ઉત્પાદન થાય છે. સાથે પાન નું પાંદડા એન્ટી - ઓક્સિડન્ટ નું ઉચ્ચ સ્તોત્ર છે. આ ખાસી, નિર્જલીકરણ, ઇજા, સોજો, કબજિયાત, ડાયાબિટીસ, માથા નો દુખાવો, અને કમર ની નીચે ના ભાગ ના દુખાવથી રાહત મળે છે.

ગર્ભાવસ્થા વખતે પાન ના પાંદડા નુ સેવન કરવું સુરક્ષિત છે?

પાન ના પાંદડા ના સેવનથી જોડાયેલા ઘણા લાભ છે પણ ગર્ભાવસ્થા વખતે આનું સેવન નઈ જ કરવાનું વધારે સારું છે.

વિશ્વની સ્વાસ્થ્ય સંગઠન ની રિપોર્ટમાં બતાવેલું છે કે પાન ના પાંદડા નું સેવન અને સોપારી ગર્ભાવસ્થા વખતે કરવાથી કેન્સર નું જોખમ વધી શકે છે. ગર્ભાવસ્થા વખતે પાન અને સોપારી નું સેવન નિયમિત રૂપે કરવાથી કેન્સર થઈ શકે છે ને ખાસ કરીને મોઢા નું કેન્સર.

વિશ્વવિખ્યાત જર્નલ ઑફ મેડિસિં એન્ડ પબ્લિક હેલ્થ ના પ્રમાણે બાંગ્લાદેશ ના ગ્રામ્ય વિસ્તાર માં રેહવા વાડી સ્ત્રીઓ નિયમિત રૂપે પાન ના પાંદડા અને સોપારી લેતી હતી અને આના કારણે એમને ફોલેટ ની કમી થઈ ગઈ. ગર્ભાવસ્થા વખતે આની કમી ના કારણે ન્યુરવ ટ્યુબ ડિફેક્ટ, પ્રીમેચોર બર્થ,જન્મ વખતે ઓછું વજન, પાચનતંત્ર માં તકલીફ અને ધીમી વૃદ્ધિ જેવી તકલીફ થઈ શકે છે.

ગર્ભાવસ્થા વખતે સુરક્ષિત રેહવું :-

પાન ના પાંદડા ના વિપરીત પ્રભાવો જાણ્યા પછી સારું રેહસે કે ગર્ભાવસ્થા વખતે તમે આના સેવન થી બચો. ભૂખ વધારવાના બીજા ઘણા રસ્તા છે અને ગર્ભાવસ્થા વખતે તમારા પાચન તંત્ર ને મજબૂત કરવા માટે બીજા ઉપાયો આ પ્રકારે છે.

એક વારમાં ઓછું જમો. સંતુલિત ખોરાક નું સેવન કરો. ચરબીયુક્ત ખોરાક ના સેવન થી બચો જે પચવામાં અનુકૂળ ના હોય.

તરલ પદાર્થો જરૂરી માત્રા માં પીવો અને દર રોજે આઠ ગ્લાસ પાણી ચોક્કસ પીવો.

તમારા ડૉક્ટર ની સલાહ લો અને ગર્ભાવસ્થા વખતે તમારી સેહત અને પાચન ક્રિયા વધારવા માટે કસી શારીરિક ગતિવિધિ જેવી રીતે યોગ કરો.

જો હજુ પણ તમારા પેટ માં તકલીફ હોય તો ડૉક્ટર ની સલાહ ચોક્કસ લો.

યાદ રાખજો કે ગર્ભાવસ્થા એક નાજુક સમય છે જ્યારે તમારું અને તમારા બાળક નું સ્વાસ્થ્ય સૌથી મહત્વ નું છે. તમારા બાળક ને સુરક્ષિત રાખવા માટે અમુક આદતો ને છોડવું ખૂબજ જરૂરી છે. તમારી જીવશૈલી ને સ્વસ્થ બનાવા માટે ગર્ભાવસ્થા ખૂબજ સારો સમય છે ને પછી તમે તમારા બાળક ને પણ આ વસ્તુ શીખવાડી શકો છો. ગર્ભાવસ્થા વખતે કોઈક તકલીફો માટે પારંપરિક ઉપાયો નો જાણ્યા વગર ઉપયોગ કરવાથી બચો. આ બધું કરતા પહેલા તમારે તમારા ડૉક્ટર ની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon