Link copied!
Sign in / Sign up
1
Shares

ફરી હસાવવા આવી રહી છે 'ખીચડી' આ તારીખથી મળશે જોવા😅😍😅

ફેમસ કોમેડી શો ‘ખીચડી’ ટીવી પર ફરીથી પ્રસારિત થવા જઈ રહ્યો છે. ‘ખીચડી’ 14 એપ્રિલથી ઓનએર થશે. આ શો 2002માં શરૂ થયો હતો અને અત્યાર સુધી તેની બે સિઝન આવી ચૂકી છે. બન્ને સીઝન ખૂબ જ સફળ રહ્યાં હતાં. હવે તેની ત્રીજી સિઝન પણ તમને હસાવવા માટે ફરીથી કમબેક કરી રહી છે.

આઈપીએલ દરમિયાન થશે ઓન એર

જોકે, આ શો આઈપીએલના સમયમાં જ શરૂ થઇ રહ્યો છે પરંતુ શોના નિર્માતાઓનું કહેવું છે કે આઈપીએલના કારણે શોને ફાયદો મળશે. જ્યારે પણ મેચમાં બ્રેક હોય અથવા મેચ કંટાળાજનક લાગે તો લોકો કોમેડી શો જોવું વધારે પસંદ કરશે. આથી શોને નવા દર્શકો મળશે.

 

હશે એજ જૂની સ્ટારકાસ્ટ

શોની નવી સીરિઝમાં તમને જૂની સ્ટારકાસ્ટ જોવા મળશે. આ શોમાં અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, રાજીવ મહેતા અને જે.ડી.મજિઠીયા પણ જોવા મળશે. આ ઉપરાંત રેણુકા શહાણે, રત્ના પાઠક શાહ અને દીપશિખા નાગપાલ પણ જોવા મળશે.

 

મળ્યા છે અનેક એવોર્ડ્સ

નોંધનીય છે કે ‘ખીચડી’ની પહેલી સીઝન 2002-2004 દરમિયાન, જ્યારે બીજી સીઝન ‘ઇન્સટન્ટ ખીચડી’ 2005થી 2006 દરમિયાન ટેલિકાસ્ટ થઈ હતી. આ પરથી હેટ્સ ઓફ પ્રોડક્શને 2010માં એક ફિલ્મ પણ બનાવી હતી. જેનું નામ હતું ‘ખીચડી-ધ મૂવી’. આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon