Link copied!
Sign in / Sign up
3
Shares

ફરી આવી રહ્યો છે તમારો મનપસંદ શૉ 'કસૌટી જિંદગી કી' આ અભિનેતા બની શકે છે પ્રેરણાનો અનુરાગ😍😍

એક સમય દર્શકોનો મનપસંદ શૉ રહ્યો હતો 'કસૌટી જિંદગી કી'; ફરી પાછો આવી રહ્યો છે. થોડા સમય પહેલા એકતા કપૂરે સોશિયલ મીડિયાની મદદથી જાણકારી આપી છે કે તે ટૂંક સમયમાંઆ શૉને બીજીવાર દર્શકોની સામે લાવવા જઈ રહી છે. જે પ્રેમ કહાનીમાં ક્યારેક ૯ વર્ષની લાંબી સફર કરી હતી, એ ૧૭ વર્ષ પછી ફરીથી એ પ્રેમકહાનીને દર્શકો સુધી લાવવા જઈ રહી છે. આમ તો એકતાએ શૉનું નામ નથી દેખાડ્યું પણ બધા એ જ અનુમાન લગાવી રહ્યા છે કે એકતાનો આ બીજો કોઈ શૉ નહિ, પણ 'કસૌટી જિંદગી કી' જ છે.

આ ચર્ચા ચાલી જ રહી હતી કે ફરી દર્શકો માટે એક હજુ ખબર આવી ગઈ છે કે 'કસૌટી જિંદગી કી' નો મુખ્ય કિરદાર અનુરાગ જેને સીઝાન ખાન નિભાવી રહ્યો હતો, તે હવે એની નવી સીઝનમાં આ કિરદાર શાહીર શેખ નિભાવી શકે છે. મશહૂર શૉ 'નવ્યા' અને 'કુછ રંગ પ્યાર કે એસે ભી' માં શાહિરની કો-સ્ટાર રહી ચુકેલી એરિકા ફરનેન્ડિસ આ શૉમાં શાહિરની સાથે દેખાય શકે છે પણ એરિકા ફરનેન્ડિસએ આ વાતને અફવા બતાડીને એ કહ્યું હતું કે 'આ બિલકુલ સાચી નથી. કસૌટીની વાપસી થઇ રહી છે.. આ જાણીને ખુશી થઇ કેમ કે આ શાનદાર સિરિયલ હતી. જો આવું કઈ હશે તો તેની જાણકારી હું પોતે જ આપીશ.' આમ તો જો 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ની આ પ્રેમાળ જોડી ફરીથી સાથે આવે છે તો એના ફેન્સ માટે આનાથી વધુ ખુશીની અન્ય કોઈ વાત નથી.

આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એતો સમય જ બતાવશે પણ તમે તમારા કેમેસ્ટ્સમાં બતાવી શકો છો કે તમે આ શૉના બીજા સીઝન માટે તૈયાર છો? શું તમે દેવ એટલે કે શાહીર અને સોનાક્ષી એટલે કે એરિકાની જોડીને ફરીથી સાથે જોવા માંગો છો કે નહિ?

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon