Link copied!
Sign in / Sign up
2
Shares

રોજ ફક્ત ૧૦ મિનીટ કાઢો અને મેળવો આ સુંદર રીઝલ્ટ😵

યોગ બનાવે યંગ યોગની લેટેસ્ટ પધ્ધતિ ‘ફેઈસ યોગા’ના લાભાલાભ વર્ણવતા નિષ્ણાંત અલ્પા શેઠ ડાર્ક સર્કલ, કરચલી, શેઈપ માટે ફેઈસ યોગા એકદમ ફાયદામંદ વિશ્ર્વ યોગ દિવસથી કરો શરૂઆત અને રહો આજીવન યુવાન રાજકોટ તા,19

કાલે વિશ્ર્વભરમાં યોગ દિવસની ઉજવણી થશે. રાજકોટમાં એકવા યોગ થવાના છે. યોગની અનેક પધ્ધતિઓમાં લેટેસ્ટ પધ્ધતિ છે ‘ફેઈસ યોગા’ ! જાણીતા યોગ નિષ્ણાંત અલ્પા શેઠે આજરોજ ‘ગુજરાત મિરર’ની મુલાકાત દરમિયાન ‘ફેઈસ યોગા’થી થતા ભરપુર લાભો અંગે છણાવટ કરી હતી.

અલ્પા શેઠે કહ્યું કે આજકાલ લોકોની લાઈફ ખુબ જ ભાગદોડવાળી અને તનાવગ્રસ્ત થઈ ગઈ છે. કલાકો સુધી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલમાં કામ કરવાથી અને પૂરતી નીંદર ન થવાથી, રાત ઉજાગરાના કારણે આંખોની આજુબાજુ કાળા ધક્બા - ડાર્ક સર્કલસ થઈ જાય છે. ચહેરો નિસ્તેજ અને મુરજાયેલો લાગે છે.

ચહેરો આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ છે. જે કોઈ વ્યક્તિ આપણને મળે એની દ્રષ્ટી સૌ પ્રથમ આપણા ચહેરા પર જ પડે છે અને ‘ફસ્ટ ઈમ્પ્રેશન ઈસ લાસ્ટ ઈમ્પ્રેશન’ માટે દરેક વ્યક્તિ હંમેશા તેના ચહેરાની ખુબસુરતી ટકાવી રાખવા માટે અનેક પ્રયત્નો કરે છે. તેના માટે સલુનમાં બ્યુટી પ્રોડકટસ્માં કે કોઈપણ જાતની મોંઘી ટ્રીટમેન્ટમાં પૈસા વાપરે છે અને પોતાના ચહેરાની ખુબસુરતી જાળવવાનો પૂરતો પ્રાયસ કરે છે.

આપણા ચહેરા પર બાવન જાતના અલગ-અલગ મસલ્સ હોય છે. ઉંમરની સાથે-સાથે અને સામાજીક જવાબદારીઓએ આપણને આ મસલ્સનો ઉપયોગ કરવાનું બંધ કરાવી દીધું છે. નાના બાળકની માફક નથી તો મોં બગાડી શકતા નથી પરંતુ રડી શકતા નથી ખળખળાટ હસી શકતા, ચહેરો પુરા દિવસ કામના ટેન્સનને લઈને કે આપણા સ્વભાવને કારણે સ્ટ્રેસમાં રહે છે, ખેંચાયેલ રહે છે. આપણા ચહેરાના દરેક મસલ્સનો રેગ્યુલર ઉપયોગ ન થવાને કારણે ત્યાં ચરબી જમા થાય છે. ચહેરા પર કરચલીઓ પડવા માંડે છે.

ફેઈસ યોગા વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરે છે, ચહેરા પરના અને મન પરના તનાવને દુર કરે છે. ફેઈસ યોગા, ગાલ, આંખ, કપાળ, દાઢી, ગળા પરની ઉંમરની સાથે આવતી કરચલીને દૂર કરે છે. વધતી જતી ઉંમરના કારણે ચહેરા પર થતા નિશાનને ઓછા કરે છે. ચહેરા પર બ્લડ સરકયુલેશનને તેજ કરે છે.

ફેઈસ યોગાના અલગ-અલગ પોઝ હોય છે. જેમ કે... બલુન પોઝ, ફીશ પોઝ, લાયન પોઝ, હનુમાન પોઝ, બુધ્ધા પોઝ, આ સીવાય આંખની, કપાળની, ગળાની તથા ચહેરાની જુદી-જુદી 32 પ્રકારની કસરતો ફેઈસ યોગામાં છે. આ બધા જ પોઝ બ્રિધીંગની સાથે સાથે થાય છે. શ્ર્વાસોશ્ર્વાસની ક્રિયા દ્વારા કરવામાં આવે તો જ આ યોગ તેનો પૂરતો ફાયદો આપે છે.

એક સુંદર, આકર્ષક અને પ્રસન્ન ચહેરો દરેકને ગમે છે. કેમ કે ચહેરો વ્યક્તિની ઓળખ છે અને જો પ્રસન્ન હશે અને ચહેરા પર થોડું સ્માઈલ હશે તો એ ચહેરો મોહક બનશે

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon