Link copied!
Sign in / Sign up
0
Shares

ફેશિયલ પછી ભૂલથી પણ ન કરતા આવી ભૂલ-તમારા ચેહરા માટે નુકશાનકારક થઈ શકે છે😟

સ્ત્રીઓ પોતાની સુંદરતામાં ચાર- ચાંદ લાવવા માટે શું નથી કરતી, ક્લીનઅપ, થ્રેડિંગ, બ્લિચિંગ જેવી વસ્તુ તો જાણે સાધારણ વાત થઇ ગઈ છે. અને એમાથી જ એક છે ફેશિયલ. ચામડી ને ચમકીલી દેખાડવા માટે ફેશિયલ એક સારો ઉપાય છે. એનાથી ચામડીની ડેડ સેલ્સ નીકળી જાય છે અને ચામડી નીખરેલી-નીખરેલી લાગવા લાગે છે, ઘણી સ્ત્રીઓ તો પાર્લર માં જવા કરતા ઘરેજ ફેશિયલ કરી લે છે,

પરંતુ ફેશિયલ પછી તમારે ઘણી વાતો નું ધ્યાન રાખવું પડે છે. પણ કયારેક-કયારેક સ્ત્રીઓ ફેશિયલ પછી ઘણી ભૂલો કરી બેસે છે, જેથી તેની સુંદરતા બગડવાનો પણ ડર રહે છે. એટલે આ લેખ દ્વારા અમે તમને દેખાડી રહ્યા છે કે એવી કઈ ભૂલો છે જે તમારે ફેશિયલ પછી ન કરવી જોઈએ જે તમારા ચેહરા ને નુકશાન કરી શકે છે.

૧. ફેસ વોશ કે સાબુ નો ઉપયોગ ન કરવો

જો તમે વિચારી રહ્યા છો કે ફેશિયલ કર્યા પછી તમે ફેસ વોશ કરશો તો તમારો ચેહરો વધારે નિખરશે, તો તમે ખોટુ વિચારી રહ્યા છો. ફેશિયલ પછી ફેસ વોશ કે સાબુ લગાડવાથી તમારો ચેહરો ક્લીન નહિ થાય પણ તમારી ચામડી માં કેમિકેલ થી રિએકશન આવવાનો ખતરો રહે છે અને તમારી સુંદરતા નીખરવાની બદલે ખરાબ થઈ શકે છે.

૨. તડકા થી બચવું

જો તમે ફેશિયલ કરવા માંગતા હોવ તો, કોશિશ કરો કે તમે સાંજના ટાઈમે કરાવો કેમ કે ફેશિયલ કરાવ્યા પછી તમે થોડો સમય લગભગ ૫ થી ૬ કલાક તડકા માં ન જવો અથવા પોતાનો ચેહરો ઢાંકીને નીકળો. ફેશિયલ પછી તમારો ચેહરો નરમ થઈ જાય છે અને આ કારણે તરત જ સુરજ ની અલ્ટ્રા વાયલેટ કિરણો ની અસર તમારા ચેહરા પર થઇ શકે છે.

૩. થ્રેડિંગ કરવાનું થઇ શકે છે જોખમી

ઘણી ખરી સ્ત્રીઓ ફેશિયલ પછી થ્રેડિંગ કરાવે છે,જે બિલકુલ ખોટું છે. ફેશિયલ પછી તમારી ત્વચા ઘણી કોમળ હોય છે અને જો તમે ફેશિયલ પછી થ્રેડિંગ કરવાનો ખતરો લ્યો છો તો તમને રેશેઝ ની બળતરા, ખંજવાળ નહિ તો ચામડી કાપાવાનો ડર રહે છે.

૪. મેકઅપ નો ન કરો ઉપયોગ

ઘણી સ્ત્રીઓ કોઈક પાર્ટી અથવા લગ્ન માં જવા પેહલા થોડા કલાક માં ફેશિયલ કરાવે છે અને પછી મેકઅપ કરે છે, જો કે બિલકુલ જ સારું નથી. હંમેશા કોઈ પ્રસંગમાં જવાના ૧-૨ દિવસ પેહલા ફેશિયલ કરવું જોઈએ કેમ કે જો તમે ફેશિયલ કરાવ્યા પછી તરત જ મેકઅપ કરો છો, તો તમારી ચામડી ને ભારે નુકશાન થઇ શકે છે.

૫. નવા પ્રોડક્ટ થી દૂર રહો

ક્યારેય ફેશિયલ કરાવ્યા પછી નવા કોસ્મેટિક પ્રોડક્ટ નો ઉપયોગ ન કરો કારણ જો તમે કોઈક નવા પ્રોડક્ટ નો ઉપયોગ કરો છો, તો કદાચ તે તમને સ્યુટ નહિ કરે તો તમને સ્કિન ઇન્ફેકશન નો ખતરો થઇ શકે છે. એટલે જે પ્રોડક્ટ તમે પહેલી થી વાપરતા હોવ તેજ લગાડો. ફેશિયલ કરવું કોઈ ખરાબ વાત નથી હોતી પણ તેના ઘણા ફાયદા સાથેજ આ વાતો નું ધ્યાન રાખવું જરૂરી છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon