Link copied!
Sign in / Sign up
0
Shares

ફેસવોશ કરતા પહેલા ધ્યાન રાખજો😲

બદલાતા હવામાન ની સાથે તમારા ચહેરા ની ત્વચા માં પણ બદલાવ આવે છે .ગરમી ની ઋતુમાં ચિપચિપી એટલે કે ચીકણી ત્વચા ની પરેશાની ,અને ઠંડી ની ઋતુમાં ઠંડા વાતાવરણ અને ઠંડી હવા ના કારણે સુકી ચામડી ની ફરિયાદ દરેક પરિસ્થિતિ માં તમારા ચહેરા ની ત્વચાને ઘણું બધુ ભોગવવુ પડે છે .પરંતુ ક્યારેક તમારી પોતાની ભુલ કે નાસમજી ના લીધે તમારા ચહેરા ની ચામડી ખરાબ થવા લાગે છે .અને એમાંની થોડીક ભૂલો તમારા ચહેરા ને ધોતી વખતે કરવામાં આવે છે .ચહેરા ને સાફ કરવા મહિલાઓ ઘણા પ્રકારના ફેસવોશ ,ક્લિનઝર અને ટોનર નો ઉપયોગ કરતી હોય છે .પરંતુ ક્યારેક ચહેરા ને ખોટી રીતે ધોવાથી પણ મોઢા ની ત્વચા સુકી(બેજાન) અને ખરાબ થઇ જાય છે .આજે આ બ્લોગ દ્વારા અમે તમને ચહેરો સાફ કરવાની કેટલીક જરૂરી વાતો જણાવશુ જેના થી તમારા ચહેરા ની ત્વચાની ચમક એવી ને એવી રાખી શકો છો .

(૧) મેકઅપ કાઢ્યા પછી જ મોઢું ધોવુ

ઘણી વખત એવું થાય છે કે તમે ઘાઇ ઘાઇ મા મેકઅપ કાઢ્યા વગર જ મોઢુ ધોઈ લ્યો છો .જે બહુજ ખોટુ છે .કારણકે મેકઅપ ની સાથે ફેસવોશ મળી ને તમારા ચહેરા ના રોમછિદ્રો (સ્કિન પોર્સ) ને બંધ કરી દેય છે .જેનાથી ખીલ નીકળવાનો ભય રહે છે .અને એના લીધે તમારો ચહેરો બેજાન(રુક્ષ ) બની જાય છે .અને સમય પહેલા જ ચહેરા ઉપર કરચલીઓ પડવા લાગે છે .એટલે હમેશા મેકઅપ કાઢયા પછી જ મોઢું ધોવું જોઈએ .

(૨) ફેસવોશ કરતા પહેલા હાથ અવશ્ય ધોવા

હમેશા યાદ રાખો , ફેસવોશ કરતા પહેલા હાથ ને સરખી રીતે સાફ કરો કારણકે હાથ મા પણ ઘણી ગંદકી રહેલી હોય છે .જે તમારી ત્વચા સુધી આરામ થી પહોંચી શકે છે .એટલે ચહેરો ધોતા પહેલા હાથ ને જરૂર ધોઈ લો .અને સાથે સાથે ચહેરા ને સ્વચ્છ પાણી થી ધોઈ ,ત્યારબાદ ફેસવોશ લગાવો .

(૩) ઉતાવળે મોઢુ ધોવુ નહી 

ફેસવોશ કરતા સમયે ક્યારેય ઉતાવળ કરવો નહી .કમસેકમ ૨ મિનિટ સુધી તમારા ચહેરા ને ફેસવોશ થી મસાજ કરો અને પછી સ્વચ્છ પાણી થી ધોઈ નાખો .

(૪) પાણી ના તાપમાન નુ ધ્યાન રાખો 

હમેશા ચહેરો ધોતી વખતે પાણી ના તાપમાન નુ ધ્યાન રાખો .પાણી ન વધારે ગરમ કે ન વધારે ઠંડુ હોવુ જોઈએ .હમેશા નવશેકું એટલે સતપ પાણી થી મોઢુ ધોવુ .

(૫) નવા ઉત્પાદકો નો વપરાશ ન કરો 

તમે જે ફેસવોશ વાપરો છો એ જ વોપરો. નવા ઉત્પાદકો નો વપરાશ જલ્દીથી ના કરો .વારંવાર નવા નવા ઉત્પાદક નો વપરાશ ન કરવો .તમારી ચામડી ના પ્રકાર ને ધ્યાન મા રાખી ને જ ઉત્પાદક નો વપરાશ કરવો નહિતર કોઇ પ્રકારના રિએક્શન, ચેપ ,અને એલર્જી થઈ શકે છે .

(૬) દીવસ મા ઓછા મા ઓછુ બે વાર ફેસવોશ કરવુ જોઈએ

આખા દીવસ માં કમસેકમ બે વાર ફેસવોશ કરવુ જોઈએ .એક વાર રાત્રે અને એક વાર સુતા પહેલા ,જેનાંથી આખા દિવસ ની ગંદકી સાફ થઈ જાય અને તમારો ચહેરો ફરી થી તાજોમાજો મહેસુસ કરે. અને સાથે સાથે ચહેરો ધોયા બાદ સાફ ટુવાલ થી ચહેરા ને લુછો .ચહેરો લુછવાનો ટુવાલ કે નેપકીન અલગ જ રાખો.તમારો ચહેરો તમારા વિશે ઘણુ બધુ કહે છે .એટલે એની સફાઈ માપુરુ ધ્યાન રાખો .કારણકે ક્યારેક નાની નાની ભૂલો થી પણ ભારી નુકસાન થઈ શકે છે .એટલે ઉપર્યુક્ત બાબતો ને ધ્યાન મા રાખી ને ચહેરા ની ત્વચાની તકેદારી રાખો. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon