Link copied!
Sign in / Sign up
0
Shares

એકલા ઘરમાં પોતાની અને બાળકની કઈક આવી રીતે કરો સુરક્ષા

માતા બનવાનું દરેક મહિલા માટે ઘણું ખાસ હોય છે પણ આની સાથે ઘણી જવાબદારીઓ પણ આવે છે. શરૂ-શરૂ માં નવી માતાની મદદ માટે ઘણા લોકો હોય છે પણ તેના પછી માતા એ બધુ જાતે જ સંભાળવું પડે છે. એવામાં ક્યારેક-ક્યારેક મહિલાઓને ઘણી તકલીફ પણ પડે છે પણ આ સમયે મહિલાઓએ ઘણું સાવધાન રહેવું જોઈએ ખાસ કરીને જ્યારે તમારા પતિ કશે બહાર ગયા હોય અને તમે અને બાળક ઘરે એકલા હોવ. આજે આ બ્લોગના માધ્યમથી આવા જ થોડા વિષયો પર અમે તમને ટિપ્સ આપશુ જેથી તમે વગર કોઈ સંકોચે તમારા બાળક સાથે ઘરે એકલા રહી શકો.

૧. બાળકને એકલું ન મૂકો.

જો તમે ઘરે એકલા છો તો તમારા બાળકને એકલું ન મૂકો ખાસ કરીને જ્યારે તમારું બાળક ચાલવાનું સિખતું હોય. કેમ કે બની શકે છે કે તમારું બાળક ચાલવાની કોશિશ કરતાં- કરતાં પોતાને ઇજા પહોચાડી દે તેથી તેને દર વખતે પોતાની પાસે રાખો ક્યાં તો તમે દર વખતે તમારા બાળકની સાથે રહો.

૨. જરૂરી દવાઓને પોતાની પાસે રાખો

તમે હંમેશા તમારી અને શિશુની જરૂરી દવાઓ પોતાની પાસે રાખો કેમ કે બાળક ઘણા નાજુક હોય છે અને તેમની સ્વસ્થતામાં ઉતાર-ચઢાવ આવતા રહે છે તેથી તાવની દવા કે બીજી દવાઓ પોતાની સાથે રાખો.

૩. ડોક્ટર અને બીજા સંબંધીઓના નંબર પાસે રાખો

હંમેશા પોતાના પતિનો નંબર કે ડોક્ટર કે અન્ય સંબંધી નો નંબર પોતાની પાસે રાખો તેથી જો તમારું બાળક બીમાર હોય કે તમને કોઈ વસ્તુની જરૂર પડે તો તમે તરત જ ફોન કરીને કન્ફર્મ કરી શકો.

૪. દરવાજાઓ બંધ રાખો.

આજકાલના આ સમયમાં આપણે કોઈપણ પર જલ્દી ભરોસો રાખી નથી શકતા તેથી તમે હંમેશા તમારા દરવાજાઓને લોક રાખો અને જેમને તમે જાણો છો તેમના માટે જ દરવાજો ખોલો કેમ કે તમારી સુરક્ષા તમારા પોતાના હાથોમાં છે.

૫. સેફટીની વસ્તુઓ રાખો તમારી સાથે

જો તમે કોઈ અજાણ્યા માટે દરવાજો ખોલી પણ રહ્યા હોવ તો પોતાની સાથે કોઈક સેફટી વસ્તુ રાખો જેવી કે પેપ્પર સ્પ્રે અથવા નાની-મોટી ધારદાર વસ્તુ પોતાની સાથે રાખો જેથી તમારી અને તમારા બાળકની સલામતી રહે. આ બધી નાની નાની વાતોને જો તમે તમારા ધ્યાનમાં રાખશો તો તમે અને તમારા બાળકની

સેફટી પણ રહેશે અને તમે એકલા પોતાના બાળકને સાચવી પણ શકશો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon