Link copied!
Sign in / Sign up
4
Shares

એક ગર્ભવતી મહિલાએ સીજેરિયન ની શક્યતાઓ ઓછી કરવા શું કરવું જોઈએ?

ગર્ભવતી થવું એક સામાન્ય પ્રક્રિયા છે. તેનાથી માનવ જાત ધરતી પર આવે છે. અને ઘણી વખત આ પ્રક્રિયા ને માનવીય મદદ ની જરૂર પડે તો તેમાં કશું ખોટું નથી. એવા ઘણા બધા કારણો હોય શકે કે જેના લીધે તમને સીજેરિયન ડિલિવરી માથી પસાર થવું પડે. અને ઘણી વાર એવું માનવા માં આવે છે કે સામાન્ય ડિલિવરી બાળક અને માતા બંને માટે ખૂબ જ તંદુરસ્ત પુરવાર થાય છે. અહી ઘણી ટિપ્સ આપેલી છે કે જેનાથી તમે સિઝેરીયન ડિલિવરી ટાળી શકો છો.

૧) વ્યાયામ

આ વાત ઘણી અજુગતિ લાગશે કે ગર્ભાવસ્થા માં વ્યાયામ કરવાથી સામાન્ય ડિલિવરી થાય છે. ચિકિત્સકો પણ કહે છે કે તમે વ્યાયામ કરો પરંતુ એટલો પણ નહીં જેનાથી તમારા પર તાણ આવે પરંતુ પરસેવો આવે એટલો વ્યાયામ કરો. અને વ્યાયામ એ માટે કરવો કે તેનાથી તમારા શરીર ની ઉર્જા વધારે થાય અને તમે ગર્ભાવસ્થા માં આગળ જે થવાનું છે તેના માટે તૈયાર રહો.

તમને એકદમ કડક વ્યાયામ કરવાની જરૂર નથી પરંતુ એના બદલે થોડું લાંબુ અને ઝડપી ચાલો,તમે જ્યારે પ્રવાસે જાઓ ત્યારે દાદરા ચડો, હળવો યોગા કરો. અને આ બધુ અઠવાડીયા માં 3 વખત કરો. શોધો અનુસાર જે મહિલા વ્યાયામ કરે છે તેમની સિઝેરીયન થવાની શક્યતાઓ ઓછી હોય છે. વ્યાયામ એ વસ્તુ ની ખાતરી કરાવે છે કે તમને ભારે બાળક ના થાય જે એક મહત્વ નું સિઝેરીયન નું કારણ બની શકે છે. વ્યાયામ ને કારણે સગર્ભાવસ્થા નો ડાયાબિટીસ થવાની શક્યતાઓ ઓછી રહે છે. હવે અમે તમને વ્યાયામ કરવાના ઘણા બધા કારણો આપ્યા છે, તેથી તમે શૂજ પહેરો અને નજીક ના બગીચા માં વ્યાયામ કરવા પહોચી જાવ.

૨) સારા ચિકિત્સક ને શોધો.

જ્યારે તમે સારા ચિકિત્સક અને હોસ્પિટલ ની તપાસ માં હોવ ત્યારે એ વાત ની કાળજી રાખો કે એ ચિકિત્સક તમારા સિઝેરીયન ડિલિવેરી ના અભિપ્રાય ને સમજે અને તમને સામાન્ય ડિલિવરી તરફ દોરે. અને એ વાત ની ખાતરી રાખો કે તમે જે ચિકિત્સક શોધ્યો છે તેના સિઝેરીયન ના બનાવો ઓછા છે અને આ વિષે તમારા પરિવાર અને મિત્રો સાથે એ ચિકિત્સક ની ખાતરી કરી લો.

૩) પોષણયુક્ત આહાર લો.

સગર્ભા સ્ત્રીઓ ને ઘણી બધી તરસ લાગે છે. પરંતુ એ વાત યાદ રાખો કે ગર્ભાવસ્થા અને લેબર બંને જુદી જુદી મહત્વ ની અને પડકારજનક પરિસ્થિતિઓ છે. જેને કારણે તમે સારી રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. આરોગ્યપ્રદ ખોરાક તમને ડિલિવરી વખતે યોગ્ય આકાર આપવામાં મદદરૂપ નીવડશે અને તમારી સિઝેરીયન ડિલિવરી ની શક્યતાઓ ઓછી કરશે.

૪) તમારા સાથી ને આના વિષે જણાવો.

તમારા સાથી ને જણાવો કે તમે સિઝેરીયન ડિલિવેરી ને બદલે સામાન્ય ડિલિવેરી ઈચ્છો છો. અને અગર તમે તમારા ડિલિવરી વખતે તેમણે સાથે રાખવા ઇચ્છતા હોવ તો તેમને તમારા આ નિર્ણય વિષે જણાવો જેથી કરીને તેઓ પણ આ માટે તૈયાર રહે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon