Link copied!
Sign in / Sign up
30
Shares

એક એવુ મંદિર જ્યાં ની દેવી ને થાય છે માસિક ધર્મ (પિરિયડસ) અને સાથેજ તેની પુજા થાય છે😯🙏

ભારત બહુજ રીતરિવાજો અને સંસ્કારો નો દેશ છે અહિયાં ના પર્વ ,તહેવારો અને સંસ્કૃતિ કોઈને પણ પોતાના તરફ સરળતાથી આકર્ષે છે .અહિયાં ના મંદિર , મસ્જિદ અને તેની રોચક કથા ઓ દરેક ને હેરાન કરી દેય છે અને આમાંનું એક છે કામાખ્યા દેવી નુ મંદીર .

આસામ ની રાજધાની ડિસપુર થી ૭ કી. મી . ના અંતરે આવેલુ કામાખ્યા દેવી ,જે માતા સતી નુ મંદિર છે .આ માતા ના શક્તિ પીઠ માનું એક છે .લોકો ની એવુ માનવુ છે કે માતા સતી પ્રત્યે ના ભગવાન શીવ ના મોહ નો ભંગ કરવા માટે ભગવાન વિષ્ણુ એ તેમના સુદર્શન ચક્ર વડે મૃત માતા સતી ના શરીર ના ૫૧ ભાગ કર્યા અને તે ૫૧ ભાગ જે સ્થળે પડ્યા તેને શક્તિપીઠ કહેવાય છે .

☆ જાણો કામાખ્યાં મંદીર ની કેટલીક રોમાંચક વાતો .

કામાખ્યા દેવી ની કથા ખુબજ રોમાંચક છે ,એવું કહેવાય છે કે દેવી સતી એ તેમના પિતા ની વિરુદ્ધ જઈ ને શીવ સાથે લગ્ન કર્યાં હતાં તેના કારણે સતી ના પિતા દક્ષ તેમના થી નારાજ હતા પછી એકવાર રાજા દક્ષે એક યજ્ઞ કરવાનુ આયોજન કર્યું પરંતુ તેમણે તેની પુત્રી અને જમાઈ સતી અને શીવ ને આમંત્રિત નહોતા કર્યા .આ વાત થી નારાજ થઈ ને દેવી સતી વગર આમંત્રણે પિતા ના ઘરે પહોંચી ગયા ત્યાં તેમના પિતા એ તેમનું અને શીવ નું અપમાન કર્યું તેથી વિહવળ બની ને દેવી સતી એ હવન કુંડ માં આત્મહત્યા કરી લીધી આ વાત ની જ્યારે ભગવાન શિવને ખબર પડી તો શીવ દેવી સતી ના બળેલા શરીર ને હાથમાં લઇ ને તાંડવ કરવા લાગ્યા .આ પરિસ્થિતિ જોઈને વિષ્ણુ એ તેમના સુદર્શન ચક્ર વડે દેવી સતી ના બળેલા શરીર ના ટુકડા કરી ને શીવ થી અલગ કરી દીધા કારણકે વિષ્ણુ જાણતા હતા કે શીવ ના તાંડવ થી પૃથ્વી નો વિનાશ નિશ્ચિત હતો .અને દેવી સતી ના શરીર ના ટુકડા જે સ્થળે પડ્યા તેને શક્તિપીઠ ના રૂપે જાણવા માં આવે છે .

આ મંદિર થી જોડાયેલી હજી એક કથા છે .એવું માનવામાં આવે છે કે એક નરાકા નામનો રાક્ષસ ને દેવી કામાખ્યા સાથે પ્યાર થઈ ગયો હતો તે નરાકા એ દેવી સામે લગ્ન નો પ્રસ્તાવ રાખ્યો પરંતુ દેવી તેની સાથે વિવાહ કરવા માંગતા નહોતા એટલે તેમણે નરાકા ની સામે શરત મુકી કે ,જો તે એક રાત માં પર્વત ઉપર સીડી એટલે કે પગથિયા બનાવી દેશે તો દેવી તેની સાથે લગ્ન કરવા તૈયાર છે અને દાનવે તેની શરત નો સ્વીકાર કર્યો અને એક રાત માં કામ કરવાનુ નક્કી કરી લીધુ જેવુ કામ પુરુ થવા આવ્યુ દેવી એ એક ચાલ ચાલી અને સવાર પડવાની પહેલા જ કુકડા ને બોલવાનુ કહ્યું એટલે નરાકા નું કામ અધુરુ રહી ગયુ .

☆ આ જગ્યા ઉપર દેવી ની યોનિ પડી હતી એટલે અહીંયા તેની પુજા થાય છે .

☆ આની સાથે જ સૌથી વધુ આશ્ચર્ય ની વાત તો એ છે કે ,આ મંદિર માં નિવાસ કરવા વાળી માતા ને માસિક ધર્મ પણ આવે છે .અને તે ત્રણ દિવસ સુધી રહે છે આ સમય દરમિયાન મંદિર ના દ્વાર સામાન્ય ભક્તો માટે બંધ રાખવામાં આવે છે અને આ ત્રણ દિવસ માટે મંદિર ની અંદર સફેદ કપડું પાથરવામાં આવે છે તે કપડા ને અમ્બુવાચી પર્વ કહેવાય છે અને આ સમયે ત્યાં મેળો ભરાય છે .આ ત્રણ દિવસ દરમિયાન માતા રજસ્વલા થાય છે તેનો ઉત્સવ મનાવવામાં આવે છે .એવું પણ કહેવાય છે કે આ ત્રણ દિવસ દરમિયાન બ્રહ્મપુત્રા નદી નું પાણી પણ લાલ થઈ જાય છે .

મંદિર માં એક નવુ સ્વચ્છ કપડુ રાખવામાં આવે છે અને માસિક ધર્મ દરમિયાન આ કપડુ લોહી વાળુ થઈ જાય છે અને ત્રણ દિવસ પછી ચોથા દિવસે મંદિર ના દ્વાર ખુલે છે ત્યારે ભક્તો ની ભીડ જામી જાય છે અહિયાં પ્રસાદી રૂપે ભીનુ કપડુ આપવામાં આવે છે .અને એવુ કહેવાય છે કે આ કપડુ દેવી રજસ્વલા થઈ તેના કારણે ભીનું થાય છે તે કપડાં ને અમ્બુવાચી વસ્ત્ર કહેવાય છે .

તો આ છે કામાખ્યા દેવી ની રોમાંચક કથા .અમને આશા છે કે તમે આ મંદિર થી જોડાયેલી વાતો જાણી ને ઘણુ બધુ જાણ્યું હશે .તો આ વિગતો વિશે તમારા મિત્રો ને શેર કરી ને વધારે થી વધારે લોકોને અવગત કરો .

જય માતાજી .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon