Link copied!
Sign in / Sign up
1
Shares

એક બરફનો ટુકડો બની શકે છે તમારી ત્વચા માટે ચમત્કારી

જયારે સુંદરતાના નુસ્ખાની વાત આવે ત્યારે આપણે બરફને મહત્વ નથી આપતા. આને બનાવવાનું ખુબ સરળ છે અને સૌથી મોટી વાત એ કે આ બિલકુલ મફત છે અને અમને ખબર છે કે હમણાં પણ તમારા ફ્રિજમાં મોજુદ છે. મોઢા પાર બરફનો ટુકડો ઘસવાનો અદભુત ફાયદો છે. નીચે આપેલા ઘણા ફાયદા તમારા રોજિંદા બ્યુટી માટે ઘણું ફાયદા કારક સાબિત થશે આનો ઉપયોગ તમને ચામડીના ઘણા રોગથી પણ દૂર રાખશે.

ખીલ (પિમ્પલ) ઓછા કરવા

બરફ નો સૌથી સારો ઉપયોગ થાય છે ખીલના દાણાને ઘટાડવાનો. આખરે ખીલ એક પ્રકારનો ઘા જ છે. બરફ તમારા દાણા ની લાલી અને સોજાને ઓછો કરે છે. જેમ એ તમારા ઘા ને સુન કરે છે, તેમ એ તમારા ખીલના દાણાના દુખાવાને પણ ઓછો કરે છે. તમારા દાણા પર બરફ લગાડતા સમયે ધ્યાન રાખો કે તમારો દાણો બેક્ટેરિયાથી ભરપૂર છે એટલે ધીમેથી બરફ લગાડવો.

કેવી રીતે લગાડવો: તમારો ચેહરો પહેલા સરખી રીતે ધોઈ અને એક ટુવાલથી લૂછો. બરફના ટુકડાને એક સાફ ટુવાલમાં કે પ્લાસ્ટિક બેગમાં રાખીને એ પોતાના દાણા ઉપર એક મિનિટ માટે રાખો. આ પછી પાઁચ મિનિટ થોબવું અને પછી જરૂર લાગે તો પાછું એજ રીતે કરવું.

લોહીનું સરક્યુલેશન વધારે છે

તમારી શ્યામ ત્વચા ને બરફ લગાડીને નિખારો. બરફની ઠંડી તમારા લોહીના સરક્યુલેશન ને વધારે છે, જેનાથી તમારી ત્વચાનો રંગ વધારે નિખરશે. તમારો ચેહરો મેક-અપ વગર જ ચમકી ઉઠશે, સવારે ઉઠવાની સાથે બરફ લગાડવાથી તમારી ચામડીને એક સારી કસરત મળશે.

કેવી રીતે લગાડવો: તમારો ચેહરો પહેલા ધોઈને ટુવાલથી લૂછી લેવો. બરફના ટુકડાને એક સાફ ટુવાલમાં અથવા પ્લાસ્ટિક બેગમાં લપેટીને તમારા ચેહરાને અને ગળા નો મસાજ કરો. વધારે જોરથી માલિશ ન કરો જેનાથી તમારી ત્વચાને નુકશાન થઇ શકે છે. તમારી આંખોની આજુ-બાજુ માં રગડવો અને ચેહરા પર પાણી લૂછવાની જગ્યાએ તેને જાતેજ સુકાવા દયો.

આંખોના સોજાને ઘટાડે છે

બધી જાતનું ઠંડુ પેક સોજેલી અને થાકેલી આંખ માટે ખુબ સારું છે, અને આ ઠંડી પેકમાં આવે છે બરફના ટુકડા અથવા એ ટુકડા જે દૂધ માંથી કે લીલી ચા માંથી બનાવ્યા હોય, કારણ કે તમારી આંખોની આજુ-બાજુની જગ્યા ખુબ નાજુક હોય છે. એટલે બરફના ટુકડાને વધારે સમય સુધી તમારી આંખો નીચે ન રગડવું.

કેવી રીતે લગાડવો: સાધારણ પાણી, લીલી ચા કે દૂધ થી બરફના ટુકડા બનાવો. તમારા ચેહરાને ધોઈને સુકવી લેવો અને એ બરફના ટુકડાને ટુવાલ કે પ્લાસ્ટિક બેગમાં વીંટાળી પોતાની આંખો પર થોડા સમય માટે રગડો. એક વાર જો આ થઇ જાય તો પોતાની ત્વચાને ટુવાલ થી લૂછી લ્યો.

ત્વચા ને એક્સફોલિએટ કરે છે

એક સસ્તા ફેશિયલ માટે, તમારી ત્વચા માટે દૂધનો ઉપયોગ કરી બરફના ટુકડા તૈયાર કરો. દૂધમાં રહેલું લેકટીક એસિડ તમારી ડેડ સેલને સાફ કરશે એટલે આપણે ફ્રેશ મહેસુસ થશે. તમે ખીરા કે બ્લુબેરી નો ઉપયોગ કરીને પણ બરફના ટુકડા તૈયાર કરી શકો છો. આ તમારી ત્વચાને ચમકદાર બનાવશે.

કેવી રીતે લગાડવો: તમારી પસંદની વસ્તુ નો ઉપયોગ કરી બરફના ટુકડા તૈયાર કરો. તમારા ચેહરાને ધોઈને એને સુકાવી ધીમે ધીમે બરફના ટુકડાને પોતાની ત્વચા પર રગડવું જ્યાં સુધી બરફ ન પીગળે ત્યાં સુધી. આ લગાડ્યા પછી પોતાના ચેહરાની ગરમ પાણી થી ધોઈ લેવો.

કુદરતી પ્રાઇમર નું કામ કરે છે

શું તમે ફાઉન્ડેશન ની નીચે પ્રાઇમર નો ઉપયોગ કરો છો? આગલી વખતે મેક-અપ કરતા પહેલા ચેહરા પાર બરફ રગડો, આ આદત તમારા ચેહરા પર રહેલા છિદ્ર ને ઓછા કરે છે અને તમને બેદાગ દેખાડે છે.

ત્વચાને ઓઈલી દેખાતી રોકે છે

ઓઈલી ત્વચા વધારે પડતી સ્ત્રીઓ માટે ચિંતાનું કારણ હોય છે પરંતુ ગભરાવાની જરૂર નથી, બસ તમને બરફના ટુકડાની જરૂર છે. બરફના ટુકડા તમારી ત્વચાનું ચિપ-ચિપ પણ ઘટાડે છે અને તેને તરોતાજા કરી દે છે.

કેવી રીતે લગાડવો: તમારો ચેહરાને ધોઈ પછી તરત જ પોતાની ત્વચા પર બરફનો ટુકડો રગડવો. એ કાર્ય પછી પોતાના ચેહરા પર નર આર્દ્રતા ઉમેરો.

હવે જો તમને પોતાના ચેહરા પર બરફના ટુકડા લગાડવાના ફાયદા ખબર પડી ગઈ છે તો હવે સમય છે પ્રયોગ કાવાનો. અમને વિશ્વાસ છે તમારી ત્વચાને આ જરૂર ગમશે.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon