Link copied!
Sign in / Sign up
2
Shares

એવી ટેસ્ટી ફ્રુટ સલાડની રેસીપી કે મેહમાનો ખુશમ ખુશ થઈ જશે🍨

સામગ્રી - 

1 કેળુ, 

1 સંતરા, 

1 સફરજન, 

1 જામફળ, 

1 ઝૂમખું દ્રાક્ષનું,

 2 નાના ચમચી તલ સેકેલી, 

મીઠું સ્વાદમુજબ, 

દહીં એક મોટો વાડકો, લાલ મરચું અડધી ચમચી, જીરા પાવડર 1 ચમચી, સંચળ 1/4 ચમચી, લીલાં ધાણા.

 

વિધિ - 

* દહીંને વલોવીને રાખી મુકો, કેળા અને સંતરાને છોલીને ઝીણા સમારી લો. સફરજન અને જામફળ પણ ઝીણાં સમારી લો. દ્રાક્ષને ધોઈને મૂકો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

* આમાં સેકેલી તલ, લાલ મરચું, સંચળ અને જીરા પાવડર અને સાદુ મીઠું નાખી દો. ઉપરથી દહીં નાખીને બધાને સારી રીતે ભેળવી લો. થોડી વાર માટે ફ્રિજમાં મૂકી દો.

* ઝીણા સમારેલા ધાણા નાખીને સર્વ કરો. 

આ સ્વાસ્થ્યવર્ધક સલાડ છે, જે તમારું લોહી વધારવામાં ખૂબ મદદરૂપ છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon