Link copied!
Sign in / Sign up
8
Shares

દરેક સ્ત્રીઓ માટે સારા સમાચાર: પીરિયડ્સ દરમિયાન હવે નહીં વાપરવું પડે પેડ😍😍

પીરિયડ્સ દરેક છોકરીના જીવનનો એક ભાગ હોય છે અને કોઈ પણ છોકરી માટે આ સમય ખૂબ મુશ્કેલી ભરેલો હોય છે. અચાનક થવાવાળા મૂડસ્વિંગ્સ, પેટમાં દુખાવો, એઠન વગેરેથી સ્ત્રીઓ પરેશાન રહે છે. ઉપરથી પેડ લગાવવાની જનજટ અલગથી. હંમેશા સ્ત્રીઓને સારા પેડ શોધવામાં પણ મુશ્કેલી સામે આવે છે, કે કયા પેડ વાપરવા જોઈએ; કયા નહીં! સારા પેડ પહેરવા ખૂબ જરૂરી હોય છે. સાથે-સાથે આ સમયે સાફ-સફાઈનું પણ ધ્યાન રાખવું એટલુંજ જરૂરી હોય છે અને એટલે જ સ્ત્રીઓને કેવળ પોતાના પ્રાઈવેટ ભાગની સફાઈ જ નહિ કરવાની, પણ વારંવાર પેડ પણ બદલવા પડે છે. ત્યારે ઘણી સ્ત્રીઓ ટેમ્પોન નો પણ ઉપયોગ કરે છે, એ પણ સ્ત્રીઓને આરામદાયક લાગે છે અને ઘણી સ્ત્રીઓ એવી પણ છે, જેને એના વિશે ખબર પણ નથી. 

આ બધા કારણોથી સ્ત્રીઓ માટે પીરિયડ્સનો સમય વધુ મુશ્કેલ થઈ જાય છે. પણ જો એવું થાય કે આ સમયે તમારે ન પેડ અને ન ટેમ્પનનો ઉપયોગ કરવો પડે? શું છે ને આ આશ્ચર્યની વાત?

હા, તમે સાચું વાંચ્યું! હવે એ સમય દૂર નથી, જ્યારે તમારે પીરિયડ્સ દરમ્યાન ન પેડ લગાવવું પડશે અને ન ટેમ્પોન, કેમકે એક પ્રખ્યાત વિદેશી કંપનીએ એક એવી પેન્ટીનું નિર્માણ કર્યું છે- જેને તમે પીરિયડ્સ દરમિયાન ઉપયોગ કરી શકો છો. ખાસ વાત એ છે કે આ અન્ડરવેર બધી સાઇઝમાં મળશે. આમ તો આ હજુ ભારતમાં લોન્ચ નથી થઇ પણ જલ્દી જ, ભારતમાં પણ ઉપલબ્ધ થશે.

આના આવવાથી એક વાતની આશા છે કે સ્ત્રીઓને પીરિયડ્સ દરમ્યાન પેડથી થવાવાળા રેશેઝ અને અન્ય મુશ્કેલીઓથી છુટકારો મળી જશે. સાથે-સાથે, ઘણો આરામ પણ મળશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon