Link copied!
Sign in / Sign up
2
Shares

દિવસ પૂરો થતાંજ કેમ શિશુ બેચેન થાય છે – જાણો કારણ અને તેની સારવાર

નવજાત શિશુને સમજવાનું ઘણું જ મુશ્કેલ કામ હોય છે કેમ કે તે પોતાની સમસ્યા મોટા લોકોની જેમ બોલીને કહી શકતા નથી. નવજાત દરરોજ નવા-નવા અનુભવ કરે છે જેમાં કોઈક સારા હોય છે અને કોઈક ખરાબ, તેમની ઘણી આદતો માતા-પિતાને ચિંતામાં મૂકી દે છે. ઘણા કારણો માથી એક છે બાળકનું સાંજના સમયે રડવું, ઘણીવાર જોવામાં આવ્યું છે કે શિશુ સાંજના સમયે થોડા વધારે જ બેચેન થઈ જાય છે અને રડવાનું શરૂ કરી દે છે અને માતા પિતા માટે તે સમજી શકવું ઘણું જ મુશ્કેલ થઈ જાય છે કે આખરે તેમના દિલનો ટુકડો આટલો બેચેન કેમ છે. દરેક દિવસનો અમુક સમય એવો હોય છે જેમાં શિશુ વધારે બેચેન થઈ જાય છે અને રડવા લાગે છે, જો જોવા જઈએ તો આ સાંજથી રાત વચ્ચેનો સમય હોય છે જેમાં શિશુ વધારે ઘોંઘાટ કરે છે. તો આવો જાણીએ શું છે આનું કારણ, કેમ બાળકો આ સમયે રડે છે ....

૧. ફરવા જવાનું મન હોય છે.

જેવી રીતે આપણે મોટા લોકો આખો દિવસ એક જગ્યા પર નથી રહી શકતા અને આપડને પણ બદલાવ અને ખુલ્લી હવાની જરૂર પડે છે એમ બાળકોની સાથે પણ કઈક આવું જ થાય છે. તમે જાતે જ વિચારો કે એક બાળક આખો દિવસ ઘરે રહે છે, એને પણ તો ખુલ્લી હવાની જરૂર પડતી હોય છે અને આ જ કારણ છે કે તે આખો દિવસ ઘરે રહીને બેચેન થઈ જાય છે અને રડવાનું શરૂ કરી દે છે. એટલા માટે જરૂરી છે કે તમે શિશુને દરરોજ થોડું બહારની ખુલ્લી હવામાં ફેરવો જેનાથી બાળકને સારું લાગશે.

૨. જ્યારે દિનચર્યામાં થાય છે ફેરફાર

જેમ અમે ઉપર લખ્યું કે સાંજે થોડો સમય તમારા બાળકને બહાર ફેરવવાનો એક નિયમિત સમય બનાવી લો, આ માટે તમે આવું કરો છો તો તમે આ વસ્તુ ચાલુ રાખો કેમ કે જ્યારે તમને શિશુને બહાર નહીં લઈ જશો તો તેમને તે અનુભવ થશે અને એજ સાંજે એજ સમયે રડશે જ્યારે તેમણે બહાર ફરવા જવું હશે. તેથી જ્યારે પણ વરસાદ કે વાતાવરણ ખરાબ હોય અથવા કોઈ કારણથી તમે બહાર લઈ જઈ ન શકો તો ધ્યાન રાખો કે તમે તમારા બાળક સાથે થોડીવાર રમી લો અથવા તેને ઘરમાં જ ફેરવી દો જેથી તેમનું મન હળવું થઈ જાય.

૩. જો ભૂખ લાગી હોય.

જેવી રીતે સાંજના સમયે મોટા લોકોને કઈક હળવું ખાવાનું મન થાય છે તેવી રીતે બની શકે કે તેમના બાળકોને પણ સાંજના સમયે ભૂખ લાગી આવે છે તેથી જ તેઓ રડે છે. તેથી તમે તમારા બાળકને થોડા થોડા સમયે સ્તનપાન જરૂર કરાવો.

૪. જો કોઈ શારીરિક મુશ્કેલી થતી હોય તો.

ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે બાળકના સ્તનપાન કર્યા પછી પણ, બહાર અને અંદર ફર્યા પછી પણ ઘણું રડે છે, જો તમારું બાળક પણ આવું જ કઈ કરી રહ્યા હોયતો બની શકે છે કે તેમને કોઈક શારીરિક તકલીફ થતી હોય જેમ કે, પેટમાં દુખાવો, તાવ કે બીજી કોઈ મુશ્કેલી હોય તો તમે એ જરૂરથી શોધો અને જો વધારે થતું હોય તો બાળકને ડોક્ટર પાસે લઈ જાઓ.

૫. હવામાન પણ છે એક કારણ.

ક્યારેક ક્યારેક બાળકને વધારે ઠંડી કે ગરમી લાગવાથી પણ બાળક સાંજના સમયે રડવા લાગે છે કેમ કે સાંજથી રાતના સમયમાં હવામાનમાં પણ ક્યારેક ક્યારેક બદલાવ આવતા રહે છે. તો બની શકે કે તમારા શિશુ તે બદલાવોને સહન ન કરી શકે, તે કારણોસર પણ તે રડવા લાગે છે.

આનો ઉપાય શું કરવો. –

તમે તમારા બાળકને સાંજના સમયે ફેરવવા લઈ જાઓ ક્યાતો એને ખુલ્લી હવા મહેસુસ કરાવો. જો તમે કોઈક કારણોસર રોજ શિશુને બહાર ન લઈ જઈ શકો તો તે સાંજે તેમની સાથે રમો અને તેમનું મન હળવું કરો. 

તેમનું ડાયપર ચેક કરતાં રહો કેમ કે બાળકનું ડાયપર ભીનું થવાથી પણ કે ચામડીનો રોગ થવાથી પણ અગવડતા થાય છે અને તેઓ રડવા લાગે છે. સાંજના સમયે સ્તનપાન જરૂરથી કરાવો કેમ કે ક્યારેક ભૂખ લાગવાના કારણે પણ બાળક રડે છે.

બાળક પર ધ્યાન રાખો અને તેને થોડા-થોડા સમયે અડકીને જરૂરથી જુઓ કેમ કે ક્યારેક બાળકને તાવ હોય છે, ક્યાતો વધારે ઠંડી કે ગરમી લાગવાથી પણ શિશુ બેચેન થઈ જાય છે અને રડવા લાગે છે.

જો તમે આ બધી વાતોનું ધ્યાન રાખશો તો તમારા બાળકનું સાંજના સમયે રડવાનું થોડી ઘણી હદે સમજી શકશો અને તેનો ઉપાય કરી શકશો. આના ઉપરાંત શાંતિથી કામ લો અને ચિંતા ન કરો કેમ કે દરેક બાળકની પોતાની અલગ શૈલી હોય છે. બની શકે કે તમારું બાળક બીજા બાળકોની જેમ દર સાંજે ન રડતું હોય પણ સવારે કે રાત્રે રડતું હોય, તો તેમાં તમારે ઘબરવાની કોઈ વાત નથી, જરૂર છે તો થોડું વધારે ધ્યાન આપવાની.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon