Link copied!
Sign in / Sign up
0
Shares

ડીલેવરી દરમિયાન આ પાંચ વસ્તુઓ તમારા કામમાં આવશે🤗👍

જ્યારે તમારો પ્રસવનો સમય નજીક આવી રહ્યો હોય, ત્યારે તેની ચિંતા ન કરવી જોઈએ કે "મારે બેગમાં શું-શું રાખવું જોઈએ? ઓછો સામાન કે વધારે સામાન્ય કરવો જોઈએ કે ન કરવો જોઇએ?" જેનાથી તમને પ્રસવ પહેલા કે પછી મુશ્કેલી થાય, તમને ખબર નથી કે તમે કેટલા દિવસ હોસ્પિટલમાં રહેશો એટલે એ સારું રહેશે કે તમે પહેલેથી જ તૈયારી રાખો.

૧. પોતાનો સામાન

સૌથી પહેલા પોતાની બેગ તૈયાર કરવાની છે અને તેમાં સૌથી પહેલો નંબર તમારા કપડાંનો આવે છે. સૌથી આરામદાયક કપડાં, ઓશીકું, ઘરેથી ચાદર, ટૂથ બ્રશ, ટૂથ પેસ્ટ, થોડા રૂમાલ, લોશન, તેલ વગેરે સંભાળીને એક સાથે રાખો. પોતાની સાથે થોડી આરામની વસ્તુઓ જેમકે તમારું મનપસંદ ઈતર પણ લઈ શકો છો,જે તમને શાંત અને પ્રસન્ન રાખશે.

૨. ભાવતું ખાવાનું

તમને ખબર નથી કે તમારું બાળક તમારી પાસે ક્યારે આવશે. વધારે પડતા લોકો હોસ્પિટલના ખાવા પર નિર્ભર હોય છે, પણ એ બરાબર રહેશે કે તમારું મનપસંદ નાસ્તો જે તંદુરસ્ત હોય અને જે થોડા દિવસ ચાલે; જેમ કે બિસ્કિટ, મઠરી, વગેરે. પાણી પણ લઈ જવાનુ ન ભૂલશો.

૩. ઇલેક્ટ્રોનિક

આ પ્રસવમાં મદદ તો નથી કરતો, પણ જરૂરી વસ્તુઓ માની એક છે. ખાસ કરીને તમારો ફોન; જે તમને અને લોકોને તમારાથી જોડેલા રાખશે. આની સાથે જ તમારા મનપસંદ ગીતો ફોનમાં નાખવાનું ન ભૂલશો.

૪. બેબી કેયર

બાળક માટેની આ વસ્તુઓ લેવી ખૂબ જરૂરી છે: રૂમાલ, ચાદર, બેબી વાઈપ્સ, લોશન, વગેરે. આ વસ્તુઓ ખૂબ જરૂરી છે એટલે યાદ રાખો કે એ તમારી પાસે રહે.

 

૫. જન્મ પછી માતાની જરૂરતો

નવી માતાની જરૂરતો પણ વધી જાય છે. માતૃત્વ પેડ અને રાત માટે સેનેટરી ટુવાલ, સ્તન પેડ, નરસિંગ બ્રા, આરામદાયક મોજા, ચપ્પલ અને ભોજનને પેક કરવું જરૂરી છે, જેથી આગળ તમને મદદ થશે.

હવે તમારી બેગ પુરીરીતે પેક થઈ ગઈ છે, એટલે પોતાના આવતા બાળકની રાહ જુઓ!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon