Link copied!
Sign in / Sign up
1
Shares

દીકરી આરાધ્યા અને સ્પેશીયલ બાળકો સાથે એશે ઉજવી પિતાની જયંતી

બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં તેમના સ્વર્ગીય પિતા કૃષ્ણ રાજના જન્મદિવસને જરૂરિયાતમંદ બાળકો સાથે ઉજવણી કરી. આ દરમિયાન, ઐશ્વર્યાની પુત્રી  આરાધ્યા બચ્ચન અને તેની માતા બ્રિન્દા રાય પણ હાજર હતા. આ પ્રસંગે, ઐશ્વર્યાએ માત્ર જરૂરતમંદ બાળકો સાથે ખાલી ઉજવણી નહિ પરંતુ 100 બાળકોની સર્જેરી કરાવાની  જવાબદારી પણ લીધી.

જોકે આ પ્રસંગ દરમિયાન આરાધ્યા અને એશ્વર્યાને સાથે જોઇને ફોટોગ્રાફેર્સ ક્રેઝી થઈ ગયા હતા. તેઓ લગાતાર માં દીકરી ની ફોટો લેવામાં બીઝી  થઈ ગયા જેના લીધે એશ્વર્યા બહુજ નારાજ દેખાઈ. એશ્વર્યાએ ફોટોગ્રાફેર્સને શાંત રેહવાનું પણ કીધું.

આ બધું ત્યારે શરુ થયું જ્યારે આરાધ્યા કેક કાપવાની હતી. ફોટોગ્રાફેર્સએ અવાજ કરવાનું શરુ કરી દીધું અને ફોટો પડાવવા માટે હેરાન કરવા લાગી ગયા. કેટલાક ફોટોગ્રાફેર્સએ બાળકોને નીચે અને સાઈડ માં બેસવાનું કહ્યું.

જેના કારણે છોકરાઓ પરેશાન થવા લાગ્યા. ફોટોગ્રાફેર્સના આવા વર્તન થી એશ્વર્યાની આંખોમાં આંસુ પણ આવી ગયા. તે દરમિયાન એશ્વર્યા પોતાના પિતાને યાદ કરી બહુજ ભાવુક પણ થઈ ગઈ હતી જે આપણે આ ફોટોસ માં જોઈ શકીએ છીએ.

એશ્વર્યાએ ફોટોગ્રાફેર્સને ખીજાતા કહ્યું કે કમસેકમ જગ્યા અને સ્થિતિ ની તો શરમ કરો. આ કોઈ બોલીવૂડ ઇવેન્ટ કે કોઈ પ્રીમિયર નથી. આમ કેહતા ફોટોગ્રાફેર્સએ તરત માફી માંગી.

તમને જણાવી દઈએ કે એશ્વર્યા પોતાના સ્વર્ગીય પિતા કૃષ્ણરાજ રાય ની જયંતી માં તેમના સમ્માન માં એક એનજીઓ ના કાર્યક્રમમાં દીકરી અને માં સાથે આવી હતી.

એશ્વર્યાના પિતાની મૃત્યુ આજ વર્ષે માર્ચ મહિનામાં થઈ હતી તેમની ઉમર ૭૨ વર્ષની હતી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon