Link copied!
Sign in / Sign up
27
Shares

ડિલિવરી પછી ટાંકાનું ધ્યાન આવી રીતે રાખો🤐🤐

ડિલિવરીનો સમય દરેક સ્ત્રી માટે મુશ્કેલીઓથી ભરેલો હોય છે. કહેવાય છે કે ડિલિવરી સમયે થતો દુખાવો 20 હાડકા એક સાથે તૂટવા જેટલો  હોય છે. પણ એટલું જ નહિ, સ્ત્રી ડિલિવરી પછી પણ ઘણા દિવસ સુધી કેટલાક દુખાવા અને મુશ્કેલીઓથી પસાર થતી હોય છે. તેમાંથી એકે છે ટાંકાનો દુખાવો. એક સ્ત્રી માટે આ ખુબ જ પીડા ભરેલો સમય હોય છે કેમ કે ડિલિવરી પછી જે ટાંકા લેવામાં આવે છે તેનાથી સ્ત્રીઓને ઉઠવા-બેસવામાં અને બાથરૂમ જવામાં ખુબ દુખાવો થાય છે. એટલે જયારે સ્ત્રીઓને પ્રસુતિ પછી હોસ્પિટલથી રજા મળે છે, ત્યારે ડૉક્ટર તેને અમુક વાતોનું ધ્યાન રાખવાનું કહે છે; જેમ કે ટાંકાનું ખાસ ધ્યાન રાખવાનું, તેને નિયમિતરૂપે સાફ કરવાનું, ટાંકા ઉપર જોર ન લાગે અને પગને વધુ પહોળા કરીને ન બેસવાનું.

આના સિવાય પણ ઘણી એવી વાતો છે જે તમારે ધ્યાનમાં રાખવી પડે છે. અમે નીચે થોડા નુસ્ખા દેખાડી રહ્યા છીએ જેથી તમે તમારા ટાંકાનું સારી રીતે ધ્યાન રાખી શકો અને જેથી તમારા ટાંકા જલ્દી રુઝાવામાં મદદ થશે.

૧. વજન ન ઉપાડો અને નીચે ન નમો

હંમેશા યાદ રાખો જ્યાં સુધી તમારા ટાંકા સારા ન થાય, ત્યાં સુધી તમે કોઈ પણ વજનદાર વસ્તુ ન ઉપાડો અને નીચે ન વળો. ટાંકા પર જોર પડવાથી તે તૂટવાનો ડર રહે છે. એટલે પ્રયત્ન કરો વધુથી વધુ આરામ કરો અને ભારે વસ્તુ ન ઉપાડવી.

૨. સફાઈનું ધ્યાન

ટાંકા સાફ રાખવા ખુબ જરૂરી છે, જેથી તમને ઇન્ફેકશન ન થાય. આ માટે ટાંકાને સાફ રાખો અને જયારે પણ સાફ કરો ત્યારે નવશેકું પાણીનો ઉપયોગ કરો. એના સિવાય સમયે-સમયે તમારું સેનેટરી પેડ બદલો અને ધ્યાન રાખો કે પેડ બદલવા પહેલા હાથ જરૂર ધોવો અને પેડ બદલ્યા પછી પણ હાથને સરખી રીતે દ્યો લ્યો.

૩. દરરોજ નહાવું

દરરોજ નહાવાથી તમારું શરીર સાફ રહેશે. પ્રયત્ન કરો કે હલકા ગરમ પાણીથી નહાવું કે જેથી ટાંકાની જગ્યાએ આરામ મળે, પણ ભૂલથી પણ ટાંકાની જગ્યાએ ઘસવું કે ખંજવાળવું નહિ. નહતા વખતે તમારા પાણીમાં એન્ટિસેપ્ટિક અથવા ડોક્ટરે જો કોઈ એન્ટિસેપ્ટિક લીકવીડ આપ્યું હોય તો તેને જરૂર ભેળવી લ્યો; તેથી ઘાવ રૂઝવામાં મદદ થશે અને તમને વધુ આરામ મળશે.

૪. બેસીને સ્નાન કરો 

વધુ વાર ઉભા રહેવાથી ટાંકા પર જોર આવી શકે છે, એટલે જો તમને નહાવામાં વધુ સમય લાગતો હોય તો પ્રયત્ન કરો કે બેસીને નહાવું. એનાથી તમને વધારે આરામ મળશે, પણ યાદ રાખો કે તમને યોગ્ય રીતે બેસો. એવી રીતે ન બેસો જેથી ટાંકા પર જોર આવે અને તમને અસુવિધા થાય.

૫. સાબુનો ઉપયોગ ન કરો

જો તમે વિચારતા હોવ કે સાબુથી તમે તમારા ટાંકાને સાફ રાખી શકો તો તમે ખોટા છો. સાબુમાં ઘણા રસાયણ હોય છે, જે તમારા ટાંકામાં નુકસાન કે બળતરા કરી શકે છે; એટલે સાબુના ઉપયોગથી બની શકે તેટલું બચો.

૬. ગરમ કે ઠંડા પાણીથી સેક જરૂર કરો

ગરમ પાણી દુખાવામાં ખુબ ફાયદાકાક સાબિત થાય છે, એટલે તમે નિયમિતરૂપે ગરમ પાણીનો સેક કરો અને જો તમને ગરમ પાણી ન ફાવે તો તમે ઠંડા પાણીનો પણ સેક કરી શકો છો.

૭. ફીટ કપડાં ન પહેરો

ડિલિવરી પછી ટાઈટ કપડાં કે અંડરવેયર પહેરવાથી બચો કેમ કે બધું ફિટ કપડાંથી કે અંડર ગાર્મેન્ટ્સ પહેરવાથી ટાંકામાં વધુ દુખાવો થઇ શકે છે અથવા જોર આવી શકે છે; જેથી ટાંકા ખુલી પણ શકે છે. હલકા કે થોડા ઢીલા કપડાં પહેરો જેથી તમને આરામ જ નહિ પણ બાળકને યોગ્ય રીતે સ્તનપાન પણ કરાવી શકશો.

૮. એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કરો

જો ડોક્ટરે એન્ટિસેપ્ટિક ક્રીમ આપી હોય તો તેને નિયમિતરૂપે લગાડો અને જો ડોક્ટરે એવું કઈ ન આપ્યું હોય અને તમને એની જરૂર મેહસૂસ થઇ રહી હોય તો તમારા ડૉક્ટર પાસે કોઈ એન્ટીસિપેટિક ક્રીમ વિશે જરૂર પૂછો.

આના સિવાય તમારા ટાંકામાં વધુ દુખાવો હોય તો તમે ડોક્ટર પાસે કોઈ દવાનો પણ સુજાવ લઇ શકો છો, અને જો તમારા ટાંકામા લાંબા સમય સુધી બળતરા કે દુખાવો હોય તો તમે તેને અવગણશો નહિ અને તમારા ડકટોરને જરૂર મળો.

જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમારા ટાંકા જલ્દી સુકાશે; એટલે આ લેખને વધુમાં વધુ શેયર કરો અને બધાને જાગૃત કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon