Link copied!
Sign in / Sign up
60
Shares

ડિલિવરી નજીક હોવાનાં ૯ મુખ્ય લક્ષણો🤰🤰


તમારી પ્રસુતિ ની તારીખ નજીક છે તેથી તમે આના વિશે વિચારીને ઉત્સાહિત થશો. દરેક મહિલા માટે પ્રસવ અને પ્રસુતિ એક ખાસ એહસાસ હોય

છે. દરેક મહિલા ની પ્રસુતિ એક-બીજા થી જુદી હોય છે. બધાને કંઈ ને કંઈ તકલીફ પણ થાય છે. અમે તમને પ્રસવ નાં થોડા જરુરી લક્ષણો કેહવા

માંગીએ છીએ તેથી તમે સમજી શકો, ગભરાવ નહીં અને તે સ્થિતિ સામે લડી શકો.

૧. તમારુ ભાવુક થવુ

તમે અચાનક જ અત્યંત લાગણીવાદ નો અનુભવ કરવા લાગશો. તમે વ્યાકુળ થવા લાગશો. મુડી થવુ તમારી નજીક આવતી ડિલીવરી ડેટ નો

સંકેત છે. મહિલાનું શરીર તેના બદલતા હોર્મોન લેવલ્સ ના કારણે અલગ અલગ મુડ નો અનુભવ કરે છે. હોર્મોન લેવલ્સ આવનારા બાળક ની

તૈયારી માં બદલાય છે.

૨. ઊંઘ ના આવવી

શું તમને સુવા માં તકલીફ થાય છે? તમને ઊંઘ નથી આવતી? તમે પલંગ ઉપર આળોટ્યા કરો છો? આ તમારા નજીક આવતા પ્રસવ ની નિશાની

હોય શકે છે. તમે દિવસ માં સોફા પર આરામ કરવાનો પ્રયાસ કરો કેમકે તમારે પ્રસવ ની પિડા સામે લડવા માટે તાકાત ની જરુર પડશે જે ઊંઘનાં

અભાવ થી ઓછી થઈ જાય છે.

૩. ઘર ની સફાઈ

તમને અચાનક જ ઘરની સફાઈ વીશે વિચારો આવવા લાગશે. તમે ઘરનાં ખુણે ખુણા માંથી કચરો કાધવા માં વ્યસ્ત થઈ જશો. આ આવનારા બાળક

ની ખાતિરદારી નું લક્ષણ છે. તમારુ મન તેની માટે એક સાફ સુથરુ ઘર પ્રસતુત કરવા માંગો છો. તમે જમવાનું બનાવો કે રસોયા પાસે બનાવડાવો

પણ ધ્યાન રહે કે ઘર માં ખાવા-પીવાની કમી ના રેહવી જોઈએ કેમકે કામ-કાજ પછી તમારા શરીર ને પૌષ્ટિક ખોરાક ની જરુર પડશે.

૪. પેટ માં દુખાવો

તમારા પેટ માં પિડા થવી એ પણ પ્રસવ ની પીડા થી જોડાયેલુ સામાન્ય લક્ષણ છે. તે માસિક ધર્મ/ માસિક ની પીડા જેવુ મેહસુસ થશે. તમારા પેટ અને

ગર્ભાશુ ની આજુ-બાજુ નાં ભાગો માં પણ પીડા થશે. આ ભાગોમાં સ્નાયુઓ પણ દર્દ કરશે. પીડાને ઓછી કરવા તમે એક રુમાલ ગરમ પાણીમાં

બોળીને કે એક પ્લાસ્ટિક બેગમાં નાખીને પોતાના પેટ પર રાખીને શેક કરી શકો છો.

૫. પીઠનાં નીચેના ભાગ માં દુખવું

ડિલીવરી ડેટ નજીક આવવા પર તમને પીઠ ના નિચેનાં ભાગમાં પીડા થવાનું શરુ થઈ જશે. ગરમ પાણી ની બોટલ પેટ પર રાખવાથી તે જગ્યાને

રાહત મળશે. તમારા પતિથી હળવી માલીશ કરાવાથી પણ તમને દર્દમાં રાહત મળશે.

૬.પેટ ખરાબ થવુ

જ્યારે તમને ડિલીવરી થવાની હોય છે ત્યારે પેટની ગડબડ પણ શરુ થઈ જાય છે. તમને ખુબ કબજીયાત કે જાડા થઈ જાય છે. તમે ખુબ પાણી પીવો

જેનાથી કબજીયાત ની ફરિયાદ ઓછી થાય અને શરીરમાં પાણી ની કમી ના આવે. તમે હલકા-ફુલકા બિસ્કીટ, ચોકોલેટ, કેળા અથવા બીજા કોઈ

ફળ નું સેવન કરો. આનાથી શરીર માં શક્તિ ની કમી નહીં આવે.

૭.લાળગ્રંથીનું બહાર આવવું

યોનિ માર્ગ ની દ્વારા ઘાટો ભુરો કે લાલ રંગ નો સ્ત્રાવ નિકળે છે જે લોહી અને લાળનું મિશ્રણ હોય છે. ગર્ભાવસ્થામાં

મ્યુકસ પ્લગ તમારા ગર્ભાશય નો દ્વાર બંધ રાખે છે તેથી બાળક સુધી કોઈ ચેપનાં પહોંચે. મ્યુકસ પ્લગ નું યોનિ માર્ગથી

બહાર આવવું બાળકના જન્મ લેવાનો કુદરતી સંકેત છે. આ પ્રકારે શરીર ધીમે ધીમે પોતાને પ્રસુતિ માટે તૈયાર કરી રહ્યું છે.

૮. પાણી છુટવુ

પ્રસવનું પેહલું કદમ છે મહિલા નાં શરિર માંથી પાણી છુટવુ. પાણી અથવા તો એકસાથે નીકળશે અથવા ટીપુ-ટીપુ નીકળશે. આને સુકાવા માટે તમે

મેટરનિટી પેડ અથવા એડલ્ટ ડાયપર નો ઉપયોગ કરી શકો છો. આનાથી તમારા પાણી નો રંગ, ગંધ અને જાડાઈ ખબર પડશે. મોટા ભાગની

મહિલા નાં પાણીમાં કોઈ રંગ કે ગંધ નથી હોતા. હોય તો પણ હળવો પીળો કે ગુલાબી રંગ હોય છે.

૯.પ્રસુતિ સંકોચન

તમારા ગર્ભાશય ના સ્નાયુઓ સંકુચિત થવાનાં શરુ થઈ જશે. આ બાળકનાં શરીર દ્વારા મા નાં શરીરમાં ઉત્પન્ન થવા

વાળી હલચલ નો સંકેત છે.

પેહલા તમે હળવા અને ધીમા સંકોચનો મેહસુસ કરશો પણ પછી આ ઝડપી અને વધુ થવા લાગશે. તેની તાકાત વધવા

લાગશે અને તમારુ બાળક બહાર આવવાની કોશીશ કરશે. સંકોચન દરમ્યાન તમારુ શ્વાસ લેવુ તમને પ્રસુતિની પીડા ને

સહન કરવામાં મદદ આપશે.

આ નાજુક સ્થિતિમાં તમારા પતિ અને ઘરવાળાનું તમારી સાથે હોવુ તમને સારુ ફીલ

કરાવશે અને પ્રસુતિ માં તમને ભાવનાત્મક સહારો મળશે. અમે તમારી સુખદ પ્રસુતિની

શુભેચ્છા પાઠવ્યે છીએ. તમારુ ધ્યાન રાખવાનું ના ભુલતા.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon