Link copied!
Sign in / Sign up
0
Shares

સગર્ભાવસ્થા દરમિયાન યોનિમાં સોજો: આ રીતે કરો પોતાને સુરક્ષિત!👍👍

તમે સગર્ભા છો; તેથી વિશેષ કોઈ ખુશીની વાત ન હોય શકે. તમને આનંદ છે કે હવે તમે તમારા સોજેલા પેટનું પ્રદર્શન કરી શકશો. તમે એ બધીજ માહિતી મેળવી રહ્યા છો, બદલાવ વિશે, જે ગર્ભાવસ્થા સમયે તમારા શરીરમાં થશે અને તમારી અંદર પળી રહેલ તમારું શિશુ નો પોષણ અને વિકાસ માટે બદલાતા હોર્મોન, એટલું જ નહિ ગર્ભાવસ્થાના સમયે તમારા શરીરમાં એક એવો અનિવાર્ય બદલાવ પણ થાય છે - યોનિમાં સોજો આવવો. આમ તો આ બદલાવ સામાન્ય હોય છે પણ કેટલીક સ્ત્રીઓને આની જાણકારી નથી. અમે તમને સોજેલી યોનીથી બચવાના કેટલાક સરળ ઉપાયો બતાવીએ.

ગર્ભાવસ્થાના સમયે યોની સુજવાના કારણ:

- યોનિમાં વધતા લોહીના પ્રવાહના કારણે એમાં સોજો આવવાની આશંકા રહે છે, ક્યારેક ક્યારેક વધતા લોહીના પ્રવાહના કારણે યોનિની આસપાસના ભાગમાં સનસની વધવાની આશંકા રહે છે.

- ગર્ભાવસ્થાના સમયે ગર્ભાશયની નસો સંકોચાય જાય છે, જેના કારણે યોનિમાં હલકો સોજો થવા લાગે છે.

- ગર્ભાવસ્થાના સમયે સોજેલી યોનિનો અર્થ બેક્ટેરિયાનું ઇન્ફેકશન પણ હોઈ શકે છે.

- ગંદકી અને સંભોગથી થતી બીમારીઓ પણ ગર્ભાવસ્થાના સમયે યોનિમાં સોજો લાવી શકે છે.

- તમારા નહાવાના અને ચામડી પર લગાડવાની વસ્તુઓમાં પણ એવી વસ્તુ તેમાં હોઈ શકે છે, જેના કારણે તમારી યોનિમાં સોજો આવવાની આશંકા હોય છે.

ગર્ભાવસ્થાના સમયે યોનિમાં સોજો આવવાના લક્ષણ:

- યોનિની આસપાસના ભાગમાં દુખાવો અને બળતરા થવી.

- યોનિની પાસેના છાલામાંથી લોહી નીકળવું.

- યોનિમાં દુર્ગંધથી ભરેલા ડિસ્ચાર્જ થવા.

- પેશાબ કરતા સમયે બળતરાનો એહસાસ થવો.

-યોનિના આસપાસના ભાગમાં સોજો આવવો.

શું ગર્ભાવસ્થામાં યોનિમાં સોજો આવવો સાધારણ છે?

જેમ કે અમે પહેલા જણાવ્યું કે ગર્ભાવસ્થાના સમયે યોનિમાં સોજો આવવો સામાન્ય વાત હોય છે. ક્યારેક સ્ત્રીઓને યોનિમાં ઘણો દુખાવો થઇ શકે છે, એ તેમના લાંબા સમય સુધી ઉભા રહેવાના કારણે અથવા એક જ સ્થિતિમાં વધુ સમય હોવાના કારણે થઇ શકે છે. જો તમને પેશાબ કરતા સમયે યોનિમાં ખુબ દુખાવો થાય, યોનિમાં ખંજવાળની સાથે ગ્રે ડિસ્ચાર્જ થાય તો પોતાના ડોક્ટરને જરૂર દેખાડો, તેથી તમને ખબર પડી જશે કે આ બેક્ટેરિયાના કારણે તો નથી ને. જો તમને યોનિમાં લાલ લાગે, પેશાબ કરતા સમયે દુખાવો થાય અને બળતરા થવી અને યોનિમાંથી ઘાટા સફેદ-પીળા ડિસ્ચાર્જ થાય જેમાંથી દુર્ગંધ આવે કે ન આવે તો તરત જ તમારા ડોક્ટરને દેખાડો. આ બધા લક્ષણ દર્શાવે છે કે તમને બેક્ટેરિયા ઇન્ફેકશન થઇ શકે છે.

યોનિના સોજાનો કેવી રીતે ઈલાજ કરવો?

- યોનિમાં ખંજવાળ કે બળતરા થાય તો તેને ન ખંજવાળો કેમ કે ખંજવાળવાથી, ઇન્ફેકશન, આસપાસના ભાગમાં પણ ફેલાઈ શકે છે.

- ગર્ભાવસ્થાના સમયે એલોપૈથી દવાઓનું સેવન ન કરો. જો તમારી યોનિમાં ઇન્ફેકશન થાય તો એ અવસ્થામાં દવા ખાવાની જગ્યાએ ઉપરથી ક્રીમ કે ઓઈન્ટમેન્ટ લગાડો.

- જો તમારી યોનિમાં બેક્ટેરિયા ઇન્ફેકશન હોય તો એક સાધારણ એન્ટિબાયોટિક પ્લાનથી તેને સારું કરી શકાય છે.

ગર્ભાવસ્થાના સમયે આ ઘરેલુ નુસ્ખાઓથી સારો કરો યોનિનો સોજો:

- બરફનો પેક અને ઠંડા પાણીથી નહાવાથી તમારી યોનિની આસપાસના ભાગના દુખાવો ઓછો કરી શકે છે.

- પેશાબ કરતી વખતે થતી બળતરાથી બચવા વધુ થી વધુ પાણી પીવો.

- લસણ આપણી કીટાણુઓથી લડવાની ક્ષમતા માટે જાણીતું છે. સોજેલી યોની ઉપર થોડા દિવસ લસણની પેસ્ટ લગાડો, તેથી તમારો સોજો ઓછો થતો દેખાશે. અહીંયા થોડી સાવધાની રાખો, વધુ માત્રામાં લસણનો ઉપયોગ તમારી યોનિમાં બળતરા કરી શકે છે, એટલે પ્રયાસ કરો કે ઓછી માત્રામાં પેસ્ટ લગાડો.

- નહાવાના પાણીમાં એપલ સાઇડર વિનેગર નાખીને થોડો સમય પોતાના શરીરમાં શોષવા દયો, કેમ કે એપલ સાઇડર વિનેગરમાં એન્ટિબાયોટિક પ્રોપર્ટી હોય છે. એ તમારી યોનિનો સોજો ઓછો કરવાની ક્ષમતા રાખે છે.

ગર્ભાવસ્થાના દરમિયાન કેવી રીતે અટકાવો યોનિનો સોજો?

- જેટલું બની શકે તેટલું શરીર સાફ રાખો, આરામદાયક કપડાં પહેરો, પોતાની યોનિનો ભાગ સાફ અને સૂકો રાખો અને કોટનના પેન્ટ પહેરવાનો પ્રયાસ કરો.

- જો તમારી ચામડી પહેલાથી જ સૂકી અને ખંજવાળ આવતી હોય તો સેક્સ કરતા સમયે તમારી યોનિને સારી રીતે મોઝચુરાઈઝ કરો.

- જેટલું બની શકે તેટલું પાણી પીવાનો પ્રયાસ કરો, વધુ પાણી પીવાથી તમે ઇન્ફેકશન મુક્ત થઇ શકો છો.

- નહાતા સમયે કોઈ પણ ફેન્સી પ્રોડક્ટના ઉપયોગથી બચો, તેમાં રહેલ રસાયણ તમારી ત્વચામાં ખંજવાળ ઉત્પન્ન કરે છે.

- પૌષ્ટિક આહાર ખાવો, જેથી તમને અને બાળકને શક્તિ મળે અને ઇમ્યુનીટી પણ વધે.

શું ગર્ભાવસ્થા દરમિયાન તમારી યોનિમાં પણ સોજો થયો હતો? તમે કેવી રીતે તેનો ઈલાજ કર્યો? તમારા અનુભવને કમેન્ટમાં શેયર કરો.

ટાઈનીસ્ટેપ તરફથી તમને એક સુરક્ષિત અને ખુશાળ પ્રેગ્નેન્સી ની શુભેચ્છા!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon