Link copied!
Sign in / Sign up
6
Shares

સગર્ભાવસ્થા દરમિયાન લસણ ખાવાના છે કેટલાક ચમત્કારિક ફાયદા👌👌

ગર્ભાવસ્થા કોઈ પણ સ્ત્રી માટે એક ખુબ જ મહત્વપૂર્ણ સમય હોય છે. આ સમયે સ્ત્રીના ખાવાપીવાનું ખુબ યોગ્ય રીતે ધ્યાન રાખવું જોઈએ, જેથી સ્ત્રી અને તેનું બાળક બન્ને સ્વસ્થ રહે. જ્યાં ગર્ભાવસ્થા દરમિયાન ઘણી વસ્તુઓ ખાવાની મનાઈ કરવામાં આવે છે, ત્યારે જ ઘણી વસ્તુઓથી લાભ મળતો હોય છે. એમાં જ એક ઘણી ફાયદાકારક વસ્તુ છે લસણ. આજે આ લેખ દ્વારા અમે તમને ગર્ભાવસ્થા દરમિયાન લસણ ખાવાના થોડા ફાયદા જણાવી રહ્યા છીએ.

૧. વાળ માટે છે ગુણકારી

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં ઘણી પ્રકારના બદલાવ આવે છે. સાથે સાથે હોર્મોનના પરિવર્તનના કારણે સ્ત્રીઓને માનસિક અને શારીરિક મુશ્કેલીઓ પણ થાય છે જેમ કે અચાનક મૂડ સ્વિંગ્સ થવા, કમરમાં પીઠમાં દુખાવો થવો કે વાળનું ખરવું. હંમેશા ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ ને વાળ તૂટવાની સમસ્યા થાય છે અને એવામાં જો ગર્ભવતી લસણ નું સેવન કરે તો વાળ તૂટવાની સમસ્યા ઓછી થાય છે, કેમ કે લસણમાં રહેલા એલિસિન વાળને તૂટવાથી બચાવે છે.

૨. બાળકનું વજન વધે છે

ગર્ભાવસ્થા દરમિયાન લસણ ખાવાથી ખાલી માતાને જ નહિ પણ ગર્ભમાં પળી રહેલા બાળકને પણ ઘણો ફાયદો થાય છે. તે ગર્ભમાં પળી રહેલા બાળકનો વજન વધારવામાં ખુબ મદદ કરે છે અને એટલે જ ગર્ભાવસ્થા દરમિયાન લસણનો પોતાના ડાઈટમાં જરૂર સમાવેશ કરો.

૩. બ્લડપ્રેશરની સમસ્યા દૂર કરે છે

ગર્ભાવસ્થામાં બ્લડપ્રેશરની સમસ્યા માતા અને બાળક બન્ને માટે ખતરનાક સાબિત થઇ શકે છે, એટલે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે લસણનો પોતાના ડાઈટમાં જરૂર ઉપયોગ કરો; ખાસ કરીને તે સ્ત્રીઓ જેને બ્લડપ્રેશરની સમસ્યા હોય. લસણ ખાવાથી વધુ કરીને બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.

૪. એલર્જી અને ઇન્ફેકશનનો ખતરો ઓછો રહે છે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઇન્ફેકશન અને એલર્જી થવાનો ખતરો ખુબ વધુ હોય છે. આવામાં લસણના સેવનથી ફક્ત એલર્જીથી છુટકારો જ નહિ પણ ઇમ્યુનીટી પાવર પણ વધે છે, જેથી ઇન્ફેકશનનો ખતરો ઓછો થશે.

૫. ગેસની સમસ્યા પણ દૂર કરશે

ગર્ભાવસ્થાના સમયે ઘણી સ્ત્રીઓને ગેસની તકલીક થાય છે. એવામાં લસણ ખાવાથી એસીડીટીની સમસ્યા ઓછી થાય છે.

લસણ ખાલી ગર્ભાવસ્થામાં જ નહિ, પણ બધા જ સમયે ખાવાનો ફાયદો છે પણ જો તમે ગર્ભાવસ્થા દરમિયાન લસણનું સેવન કરશો તો તમને અને તમારા બાળકને ખુબ ફાયદો થશે. પરંતુ લસણ ખાતા પહેલા તમે એકવાર તમારા ડોક્ટરને એકવાર જરૂર પૂછી લ્યો તમારે લસણ કેટલી માત્રામાં ખાવું જોઈએ અને જો તમને કોઈ એલર્જી હોય તો એ પણ ડૉક્ટર તમને યોગ્ય રીતે સલાહ આપી શકે કે તમારે લસણ ખાવું જોઈએ કે નહિ, અને જો હા તો કેટલી માત્રામાં ખાવું જોઈએ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon