Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા દરમિયાન આ રીતે પહેરો સાડ઼ી: મહેફિલમાં છવાઈ જશો તમે😍

સાડ઼ી દરેક ભારતીય સ્ત્રીના કબાટમાં એક મહત્ત્વનો ભાગ છે. આ એક ક્લાસી લુક આપે છે અને તેને બધા જ અવસરમાં પહેરી શકાય છે. આ સ્ત્રીઓની દરેક મોસમની પસંદ છે. સાડ઼ી પહેરવી કઠિન કામ છે અને ખાસ કરીને તેને સંભાળવી વધુ મુશ્કેલ હોય છે. આમ તો ગર્ભવતી સ્ત્રીઓ સાડ઼ી પહેરવાથી હિચકિચાય છે, પણ તેનો અર્થ એવો નથી કે તમે ગર્ભવતી હોવ, તો પોતાની પસંદીદા સાડ઼ી પહેરવાનું મૂકી દયો. તમે આ સમયે પણ ગભરાયા વગર સાડ઼ી પહેરી શકો છો, જ્યારે તમે ઘરના કામકાજ ન કરતા હોવ.

ગર્ભાવસ્થા સમયે સાડ઼ી પહેરવાની અમુક રીત

ગર્ભાવસ્થા સમયે જ્યારે તમે સાડ઼ી પહેરો છો, તો તમે સુંદર જ નહિ પણ મનોહર પણ દેખાવ છો. સાથે જ, તમારું બેબી બંપ પણ છુપાઈ જશે. ગર્ભાવસ્થાના પહેલા કે બીજા મહિનામાં સાડ઼ી પહેરવામાં કોઈ મુશ્કેલી થતી નથી, પણ છેલ્લા મહિનાઓમાં સાડ઼ી પહેરવી મુશ્કેલ લાગે છે. આવો અમે તમને યોગ્ય રીતે સાડ઼ી પહેરવાની રીત જણાવીએ-

સાડ઼ીનું કપડું સારી રીતે પસંદ કરો

વિચાર્યા વગર જ, ભારી જરીની સાડ઼ી ન પહેરો, જે વજનમાં વધારે હોય. પરંતુ હલકી, શિફોન અથવા જોર્જટ ની સાડ઼ી પહેરો. કપડાં પર પણ ધ્યાન આપો; તે વધારે કડક અને ખરબચડું ન હોય; ખાસ કરીને ત્યારે, જ્યારે તમે લાંબા સમય સુધી સાડ઼ી પહેરવાનું વિચારી રહ્યા હોવ; નરમ કપડા ની સાડ઼ી પહેરો. ટિશ્યૂ સાડ઼ી થી દૂર રહો, ભલે તે વધારે હલકી હોય પણ તેનું કપડું વધારે કડક હોય છે, તેનાથી તમને રેશેઝ થવાની સંભાવના રહે છે. કોટન, શિફોન અને જોર્જેટ સાડ઼ી પહેરો.

પહેલા ટ્રાય કરો

જો તમે કોઈ ખાસ પ્રસંગ પર સાડ઼ી પહેરવાની વિચારી રહ્યા હોવ, તો એ સારું રહેશે કે તમે પ્રસંગના એક દિવસ પહેલા તેને એક વાર ઘરમાં પહેરીને ટ્રાય કરી લ્યો. સાડ઼ી પહેરીને વીસ થી ત્રીસ મિનિટ સુધી આટાં મારો. પોતાની ચાલ પર ધ્યાન આપો કે બેસતા વખતે આરામ મળી રહ્યો છે કે નહી અથવા એ કપડાથી તમને ખજવાળ આવે છે કે નહીં. જો તમને કોઈ પ્રકારની મુશ્કેલી નથી થઈ રહી, તો તમે તેને આરામથી પહેરીને બહાર જઈ શકો છો.

પોતાનું પેટ દેખાડવા નથી માંગતા?

ગર્ભાવસ્થાના સમયે ઘણી સ્ત્રીઓ પોતાનું પેટ દેખાડવા નથી માંગતી. હેરાન ન થાવ! તેના ઘણા ઉપાય છે, જેનાથી તમારું પેટ પણ ઢંકાઈ જશે અને સાથે તમે સુંદર પણ દેખાશો. તમે ચોલી બ્લાઉઝ પહેરી શકો છો, જે એટલું લાંબુ હોય છે જેનાથી તમારા પેટની ઉપરનો ભાગ ઢંકાઈ જાય. બસ ધ્યાન રાખો કે બ્લાઉઝ એટલું ફિટ ન હોય કે બેસતા સમયે તમારા પેટ કે કમર ઉપર દબાણ આવે. બીજી રીતે એ છે કે તમે બેલી બંધ પહેરો. એ ખૂબ સુરક્ષિત અને આરામદાયક હોય છે.

જરૂર પડે તો કોઈની મદદથી લો 

તમે કદાચ સાડ઼ી સરખી રીતે ન પહેરી શકો. એટલે અમે તમને સલાહ આપીએ છે કે ગર્ભાવસ્થાના સમયે કોઈની મદદ લ્યો. સાડ઼ી પહેરતી વખતે તમારે ઘણું વળવું અને ફરવું પડે છે. આ માટે, એ સારું રહેશે કે તમે કોઈની મદદ લ્યો. જેની પાસે તમે સાડ઼ી પહેરી રહ્યા હોવ, તેને તમારી સાડ઼ીની પાટલીમાં પિન ભરાવવાનું કહો, કે જેનાથી આખો દિવસ પાટલી ખુલવાની ચિંતા ન રહે. એ ધ્યાન રાખો કે તમારો પેટીકોટ વધારે ફિટ ન હોય અને પોતાને પડવાથી બચાવવા માટે સાડ઼ી એક ઈંચ ઉપર પહેરવાની કોશિશ કરો.

અલગ રીતે પહેરવાની કોશિશ કરો

ગર્ભવસ્થા તમારી ઉપર કોઈ પ્રકારનું દબાણ નથી નાખતી. તમે આ સમયે પણ સારી રીતે સ્ટાઇલ કરી શકો છો. સાડ઼ીને નવી રીતે પહેરો, જેમ કે બંગાળી સ્ટાઈલમાં કે કુર્ગ સ્ટાઇલમાં. પોતાનું પેટ છુપાવવા માટે, તમે ગુજરાતી સ્ટાઈલમાં પણ પહેરી શકો છો. સાડ઼ી પહેરવાની ઘણી રીતો છે. એ રીતો ને અપનાવો અને નવી નવી વિવિધ સ્ટાઇલ કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon