Link copied!
Sign in / Sign up
1
Shares

દરેક રંગ ની ત્વચા પર ખીલી ઉઠશે આ લિપ કલર્સ💄💋

મહિલાઓ ખુબસુરત દેખાવા માટે ઘણુ બધુ કરતી હોય છે. અને મેકઅપ એમની ખુબસુરતી મા ચાર ચાંદ લગાવી દેય છે. જો મેકઅપ ની વાત કરીએ તો સ્ત્રીઓ આંખો અને હોઠો ના મેકઅપ ઉપર વધારે ધ્યાન આપે છે. જ્યારે વાત આંખો ની આવે તો મહિલાઓ કાજલ લાગવી ને આંખોને સુંદર બનાવી દે છે. પણ જ્યારે વાત હોઠો ની આવે છે તો ઘણી ખરી મહિલાઓ લિપસ્ટિક ના રંગ પસંદ કરવામાં મૂંઝવણ અનુભવે છે. મહિલાઓને એ ડર સતાવે છે કે તેઓ જે લિપસ્ટિક નો રંગ ખરીદે છે એ રંગ એમની ચામડી ના રંગ ને શોભશે કે નહી અને લગાવ્યા પછી એમના ઉપર એ રંગ શોભશે નહિ તો ? લિપસ્ટિક ખરીદતા સમયે એવા ઘણા બધા પ્રશ્નો સ્ત્રીઓના મન મા હોય છે. પણ આજે આ બ્લોગ દ્વારા અમે તમારી પરેશાની નું થોડિક હદ સુધી સમાધાન નીકળે એવી પ્રયત્ન કરશુ. આજે આ બ્લોગ મા અમે તમને એવા હોઠો ઉપર લગાવા ના રંગ (લિપ કલર્સ )બતાવશું જે બધા રંગ ની ચામડી ઉપર શોભે છે.

(૧) ન્યૂડ રંગ ( ચામડી જેવોજ રંગ) -

ઘણી મહિલાઓ એવી હોય છે જેમને વધારે મેકઅપ કરવાનુ પસંદ નથી અથવા બહુજ હળવો મેકઅપ કરવાનુ પસંદ કરે છે .એમના માટે આ ન્યૂડ રંગ એકદમ બરાબર છે . આ દરેક પ્રકારની ચામડી ઉપર શોભે એવો રંગ છે .અને આજકાલની દરેક મહિલાઓ ને પસંદ આવી રહ્યો છે. આ મહિલાઓ ને એકદમ શાહી દેખાવ આપે છે.અને આજકાલની બોલિવૂડ ની અભિનેત્રી ઓ ને પણ આ રંગ ગમી રહ્યો છે. અને જો તમે કોઇ પ્રોફેશનલ કામ અથવા ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યા હોવ તો આ રંગ ને નિસંકોચ લગાવી શકો છો.

(૨) ડીપ રેડ (ઘેરો લાલ)-

આ એક એવો રંગ છે જે ક્યારેય જૂનો નથી થતો એટલે કે આઉટ ઓફ ફેશન નથી થતો. એક નવી દુલહન થી લઇને એક કામ કરવા જતી સ્ત્રી કોઈપણ આ રંગ લગાવી શકે છે. જો તમે કોઈ પાર્ટી કે અવસરમાં જાવ છો તો પણ આ રંગ બહુજ શોભશે.લાલ રંગ ની લિપસ્ટિક દરેક મહિલાઓ ના દેખાવ મા ચારચાંદ લગાવી દે છે. અને બિન્ધાસ્ત અને ખુબસુરત દેખાવ આપે છે .

(૩) બ્રાઉન રંગ (ચોકલેટી રંગ )-

જો તમે થોડા એલિગેંટ અને પરિપક્વ દેખાવા માંગતા હોવ તો બ્રાઉન રંગ ની લિપસ્ટિક એકદમ બરાબર થશે. આ તમને ખુબસુરત દેખાવામા મદદ કરશે અને એકદમ તાજો દેખાવ પણ આપશે .તમે આ રંગને દરેક અવસરે લગાવી શકો છો. આના અલગ અલગ શેડ્સ પણ તમે વાપરી શકો છો.

(૪) માર્શલા(મરૂન રંગ) -

આ રંગ દરેક રંગ ની ત્વચા ઉપર શોભે છે. ગોરી અને ઘઉવર્ણી બંને રંગની ત્વચા ઉપર આ રંગ ખૂબ જ શોભે છે. આ ઘેરો મરૂન રંગ હોય છે. અને આ ભારતીયો ની ત્વચા ઉપર ખુબજ શોભે છે.

(૫) કોરલ લાલ ( કેસરિયો લાલ) -

 

લગભગ કેસરી રંગ જેવો દેખાતો આ રંગ હમણાં ખુબજ ચાલે છે. જો તમે ક્યાંક ફરવા જવાનું વિચારતા હોવ અથવા કોઈ પાર્ટી મા જતા હોવ દરેક અવસર માટે આ સર્વોત્તમ છે.પણ ધ્યાન રહે જ્યારે આ રંગ લગાડ્યો હોય ત્યારે ચમકીલા કપડાં પહેરવા નહી.કારણકે આ રંગ જ એકદમ ભડક હોય છે એટલે એની સાથે ભડકીલા દેખાય એવા કપડાં પહેરવા જોઈએ નહિ.આ દરેક મહિલાઓને અને છોકરીઓ ને એકદમ તાજો દેખાવ આપે છે.

આ બધા રંગો ખાલી તમને શોભે છે એટલુંજ નહીં પણ સાથે સાથે તમને તાજગી , ગ્લેમરસ અને અલગ અંદાજ આપશે .પણ લગાડતી વખતે એટલુ ધ્યાન રહે કે વધારે મેકઅપ કે ભડકીલા કપડાં પહેરવા નહી કારણકે એ તમારા દેખાવ ને ખરાબ પણ કરી શકે છે .એટલે સાદા રહો અને ખબસુરત દેખાઓ .આ બધી બાબતો નુ ધ્યાન રાખી ને આ બધા લિપ કલર્સ લગાડો.

બી સિમ્પલ બી બ્યુટીફૂલ 💕

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon