Link copied!
Sign in / Sign up
30
Shares

દરેક પત્નીને પતિથી હોય છે આવી ચાહત,પણ તે શબ્દો માં વર્ણન કરી શક્તિ નથી😛😛

પતિ પત્ની ના સબંધ માં ખુબ ઉતાર-ચઢાવ હોય છે. થોડીવાર માં બોલાચાલી અને તકરાર, તો થોડીવારમાં અપાર પ્રેમ.

જે પ્રમાણે પતિને પત્ની પાસેથી અપેક્ષાઓ હોય છે, તેમજ પત્ની ને પણ પતિ પાસેથી અમુક અપેક્ષાઓ હોય છે; પરંતુ ફર્ક એટલો છે કે પતિ પોતાની વાત ખુલીને કહી દે છે પણ પત્ની તે કહી શક્તિ નથી. તે અમુક વાત પોતાની અંદર જ દબાવી રાખે છે, કારણ ક્યારેક-ક્યારેક પત્ની ની એવી ઈચ્છા હોય છે કે તેમનો પતિ તેની વાત કહીયા વગરજ સમજી જાય. સોના ચાંદી અને ખરીદી જ બધું નથી હોતું, સ્ત્રીઓ આનાથી પણ વિશેસ વિચારે છે અને ઈચ્છે છે કે તેમનો પતિ કહીયા વગરજ તે વાત સમજી જાય.

અમે આજે આ લેખ દ્વારા આવીજ અમુક વાતો દર્શાવીએ છીએ જેની ઈચ્છા પત્નીઓ ને હોય છે પણ દર્શાવી શકતી નથી.

પ્રશંસા કરવી

દરેક સ્ત્રી પોતાના પતિ પાસેથી પ્રશંસાની ઈચ્છા રાખતી હોય છે; પણ ક્યારે આ વાત જતાવતી નથી. જયારે પણ ક્યાંક બહાર જવાનું થાય, ત્યારે તે તૈયાર થતા વિચારે છે કે, કઈ કીધા વગર તેમના પતિ તેમની પ્રશંસા કરે. પરંતુ તે એ પણ ચાહે છે કે તમે તેને સાચી વાત જણાવો કે તે જે પણ પહેર્યું છે તે તેના પર સાચે જ સારું લાગે છે અને ધ્યાન રાખો કે તેની ખોટી પ્રશંસા ન કરો. એ અરીસામાં પોતાને જોવા કરતા પોતાના પતિની આંખોમાં પોતાનો ચેહરો જોવા વધારે પસંદ કરે છે, કેમ કે તેના માટે તો તેના પતિની આંખો જ સૌથી મોટો અરીસો છે.

સમય આપવો

લગ્ન પછી જીવનમાં ઘણા ફેરફાર થાય છે જ્યાં પત્ની ઘર-ગ્રિહસ્થીના કામમાં લાગી જાય છે તો પતિને ઓફિસના કામમાંથી નવરાશ નથી હોતી, એવામાં બન્ને એકબીજાને વધારે સમય નથી આપી શકતા ખાસ કરીને પતિ, જેને રજા મળતા તેઓ ટીવી જોવામાં સમય પસાર કરે છે અથવા સુવામાં. એવામાં પત્ની ચાહે છે કે રજામાં તમે તેની સાથે સમય વિતાવો અને જો તે પોતાના પતિ સાથે થોડી વાતો શેયર કરી રહી હોય ત્યારે પોતાનું મન ટીવી જોવામાં કે અહીંયા ત્યાંત ભટકવા ન દઈને તેની વાતોમાં ધ્યાન આપો અને સાંભળો.

સંતાનોને આપો સમય

માં બાળકને સૌથી વધારે સમય આપે છે.આખો દિવસ બાળક સાથે રેહવું સેહેલી વાત નથી. જીવન ભર એક માઁ જ બાળક સાથે હર પળ રહેતી હોય છે. કારણ પિતાની પાસે બહારની જીમેદરી હોય છે. તો પણ પત્ની ની ઈચ્છા હોય છે કે આ બધું હોવા છતાં બાળકની પરવરિશમાં પતિ ધ્યાન આપે. તે ઈચ્છે છે કે જયારે પણ પતિને રજા હોય ત્યારે બાળક સાથે સમય વિતાવે જેથી બાળકો પણ ખુશ થાય. તેમની સાથે રમે તેમની પાસેથી કંઈક શીખે.

વખાણ કરવા

પત્ની ઘરને સંભાળે છે, તેને શણગારે છે અને બધાની પસંદગીનો ખ્યાલ રાખે છે. પત્ની ઘરના બધા સભ્યો નો ખાવા-પીવા થી માંડીને તેમની બધી વસ્તુઓનું કાળજી લે છે. આવું કર્યા પછી કોઈ પણ મન થાય કે તેમના વખાણ કરે. ખાસ કરીને તે ઈચ્છે છે કે તેમનો પતિ આ બાબત નું ધ્યાન લે અને તેના વખાણ કરે. તેને તેમના પરિવારનું આ પ્રમાણે જતન કરવા બદલ ધન્યવાદ આપે અને આવી ઈચ્છા રાખવી દરેક સ્ત્રીનો હક છે.

ઈચ્છે છે કે સ્પેશિયલ અનુભવ કરાવે

જેમ દરેક પીચરમાં હીરો તેની પ્રેમિકાને ફૂલ આપીને, ચોકલેટ આપીને કંઈક સ્પેશિયલ અનુભવ કરાવે છે; તેમજ દરેક સ્ત્રીને મનમાં કાલ્પનિક દુનિયા વશેલી હોય છે.તે પણ ઈચ્છે છે કે તેનો પાર્ટનર તેને કંઈક આવું સ્પેશિયલ અનુભવ પ્રદાન કરાવે. તેને સરપ્રાઈઝ ભેટ અથવા ફરી પહેલાની જેમ બહાર ફરવા અથવા રાત્રે હોટલમાં લઇ જાય અને સ્પેશિયલ અનુભવ કરાવે. જોકે હર વખતે આવું કરવું અનુકૂળ નથી હોતું પણ જયારે રજા હોય, ફુરસત હોય ત્યારે સંબંધને પહેલા જેવા રાખવા માટે, સંબંધ ને મજબૂત બનાવવા માટે નાનકડી કોશિશ તો કરીજ શકાય છે.

વાતો સાંભળવી અને જરૂરી નિર્ણયો મળીને કરવા

ક્યારેક સ્ત્રીઓ ઇચ્છેતી હોય છે કે કોઈ તેમની વાતો સાંભળે. જો કોઈ પરેશાની હોય તો તે સાંભળે અને સમજે અને દિલાસો આપે. જરૂરી ન હોય કે હર વખતે તેને સલાહ આપવી. ક્યારેક-ક્યારેક તે ઈચ્છે છે કે તેની વાત તેમના પતિ સાંભળે. તદ ઉપરાંત જો કોઈ જરૂરી ફેંસલોઃ કરવાનો હોય તો તે તેમને જણાવે અને તેને પણ સાથે રાખે. જેથી તેમને એમ ન લાગે કે ફક્ત બાળકો ધ્યાન રાખવાનું અને ખાવાનું બનાવવાનું લઈને ઘરના બધા જ ફેંસલામાં બરાબરની હકદાર છે. તેમની ઈચ્છા હોય છે કે પતિ તેમને બધી વસ્તુમાં મહત્વપૂર્ણ ગણે છે.

કાળજી પણ જરૂરી છે

જેમ પત્ની આપના ઘર-પરિવારનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. તેમ તેની આશા પણ હોય કે તેમના પતિ તેમનું એટલો જ ખ્યાલ રાખે અને ધ્યાન આપે. ખાસ જયારે તે ટાઈમ પીરિયડ્સ માં હોય અથવા બીમાર હોય આવા વખતે તે ઈચ્છે કે તેમનો પતિ તેમની સાથે રહે છે. તેમને સારું ફીલ કરાવે. તેમના નાના-નાના કામમાં તેમને મદદ કરે, ક્યારે આ નાની બાબતો સ્ત્રીઓને ગમી જાય છે.

રોમાન્સ અને સેક્સની પણ ઈચ્છા હોય છે

જેમ લગ્નની શરૂઆતે ઈશારા-ઈશારામાં વાતો થતી હોય અને કિચનમાં પણ રોમાન્સ થતો હોય, તે વસ્તુ સ્ત્રીઓ કાયમ જીવન ભર રાખવા માગે છે. દરેક સ્ત્રી પ્રેમ હંમેશા પહેલા પ્રેમ જેવો જ રાખવા માંગે છે. પણ આ વાતો ક્યારેય બહાર પાડતી નથી. બધાની સામે પતિ તેમનો હાથ ચૂમે તો તે ખેચી લે છે પણ સાચી વાત એ છે મનમાં ને મનમાં તે પસંદ હોય છે. 

તદ ઉપરાંત, જેમ પતિ બિન્દાસ સેક્સની ઈચ્છા પત્ની સામે રાખે છે તેમ પત્ની ખુલીને નથી કહી શકતી. અને વાતોને શેયર નથી કરી શકતી. એટલે જો કોઈ સ્ત્રીએ પત્ની ખુશ-ખુશાલ અને રોમાન્ટિક મૂડમાં લાગે તો તેમના ઇશારાને સમજો અને તેમની નજદીક જવાની ઇચ્છાનો સમજો. જરૂરી નથી કે પત્ની ને હંમેશા ખરીદી કે મોંઘી વસ્તુઓ ની ઈચ્છા હોય છે. ઉપરની બધી બાબતો છે જ પત્નીને તેમના પતિ પાસેથી અપેક્ષિત હોય છે અને ઇચ્છતી હોય છે આ બધી બાબતો કહ્યા વગર જ પતિ સમજી જાય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon