Link copied!
Sign in / Sign up
2
Shares

દરેક માતાઓ જીવનનો સામનો કરવા માટે 4 ઉપાયો કરો...

જીવન એ કોઈનાય માટે સહેલું નથી અને એમાં પણ ખાસ કરીને માતાઓ માટે! તેઓને તેમના બાળકની, પતિની તથા આખા પરિવારની કાળજી રાખવી પડે છે. એ જ નહીં પરંતુ તેમને બધા ના નખરાં પણ સહન કરવા પડે છે,એક માતા હોવું એ ખરેખર પડકારજનક અને મુશ્કેલીભર્યું કામ છે॰અને તમે એવું ક્યાંય નહીં જોયું હોય કે કોઈ માતા પોતાની માંગણી પૂરી કરવા હડતાળ પર ગઈ હોય॰કદાચ એવું બન્યું હશે કે માતાને ખબર નહીં પડતી હોય કે શું કરવું?ભલે માતાઓ કેટલી પણ સખત હોય છતાં તેઓ ક્યારે ને ક્યારે અંદરોઅંદર તૂટે તો છે જ.અને આ બાબત ને કોઈ પણ માતાએ સહજતાપૂર્વક ન લેવી જોઈએ.અને માતાઓ, અહી અમે તમારું કામ ન કરી શકીએ પણ થોડીક બાબતો પર અમે પ્રકાશ પાડવા માંગીએ છે. જે તમે તમારી મુશ્કેલીઓ દૂર કરવા કરી શકો છો.

૧. જે વસ્તુઓ તમે ના કરી શકતા હોય તેની પાછળ સમય વેડફશો નહીં.

ઘણા લોકો એવી બાબત માટે ઉદાસ થતાં હોય છે કે જે વસ્તુઓ ને નજરઅંદાજ કરી શકાતી હોય. આ કિસ્સાઓ માં, તેમના જીવન ની નબળી કડીઓ તેમના જીવન ના સંતોષ કરતાં વધારે મહત્વ ના હોય છે.જીવન ના સારા સમય માં આપણાં જીવન ની મુશ્કેલીઓ ને નિરખવી ન જોઈએ,પરંતુ મન ની શાંતિ ને શરણાગત થવું જોઈએ. દરેક પુરુષ અને સ્ત્રીઓ ને એ સમજવું જોઈએ કે જીવન સાથે નો અસંતોષ એ ખરાબ આદત કરતાં વધારે બીજું કઈ નથી.જે તમારા જીવન ની આનંદ ની પળો ને છીનવી શકે છે.તેથી જે વસ્તુ તમે બદલી શકતા નથી તે વસ્તુ ની પાછળ સમય બગાડવાનું બંધ કરો.તેના બદલે તમારા જીવન ની સારી ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરો.

૨. લીસ્ટ બનાવો.

જ્યારે કામ નું ભારણ વધી જાય ત્યારે પ્રત્યેક કામ ની ચોક્કસ લીસ્ટ બનાવવી એ વધારે સરળ રહે છે.લીસ્ટ બનાવવાના ઘણાં બધા ફાયદા છે.તમને એ તો ખબર છે કે તમે કશું ભૂલી શકતા નથી અને એ ખાતરી કરી લો કે મહત્વ ના કામો સૌથી પહેલા પુર્ણ કરો. તેથી તમે તમારી લીસ્ટ પ્રમાણે બધા કામો પતાવી શકશો અને જેમ જેમ કામો પૂરા થતાં જાય તેમ તેમ લીસ્ટ માથી કામો ઓછા થતાં જશે.

૩. પોતાના માટે થોડો શાંતિનો સમય ફાળવો.

માતાઓ માટે પોતાની પ્રાથમિકતા માટે પણ વિચારવું જરૂરી છે॰ તમને જે મરજી થાય એ કરો કા તો એક જ જગ્યા એ શાંતિ થી બેસી રહો.વિશ્વાસ રાખો કે એવું કોઈ જ વ્યક્તિ નથી કે જે અઠવાડીયા ના બધા દિવસે રાત-દિવસ કામ કર્યા જ રહે.તેથી તમે પણ થોડીક વિશ્રાંતિ ને લાયક છો અને તેની તમને જરૂર પણ છે. આ માટે પરિવાર ની ચિંતા કર્યા વગર આરામ પર પણ ધ્યાન રાખો. તમારો પરિવાર એક દિવસ માટે જરૂર જ પોતાને સાચવી લેશે. આ ઉપરાંત તમે આ વસ્તુ દર વખતે કરો ક જેથી તમારા પરિવાર ને લાંબા ગાળે મદદરૂપ બને.

૪. રાત્રે મોટી સમસ્યાઓ સાથે વ્યવહાર ન કરો.

થાક એ માણસ ના નજરિયા ને વિચિત્રતા આપે છે. આથી, મુશ્કેલીભર્યા દિવસ પછી સરળ કાર્યો પણ અશક્ય લાગે છે. તથા રાત્રે ઘણી મુશ્કેલીઓ સુલઝાવી શકતી નથી અને આપણે એવા નિર્ણયો પર પહોચી જઇયે છીએ જે નિર્ણયો વ્યાજબી કરતાં લાગણીસભર વધારે હોય છે.જ્યારે યુગલો આ રાત્રિ ના કલાકો માં કૌટુંબિક સમસ્યાઓ અને નાણાકીય સમસ્યાઓ ની ચર્ચા કરે છે , ત્યારે તેઓ પોતાના માટે મુશ્કેલી ને નોંતરે છે. કારણ કે આ વખતે તેઓ ની હતાશા સહન કરવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે જે ઘણી વખતે મોટા ઝઘડાઓ માં રૂપાંતરિત થાય છે જે ક્યારેય થવું ન જોઈએ. તેથી ચિંતાઓ અને દુશ્મનાવટ ને આપણે ટાળી શકીએ છીએ પણ કેવી રીતે? આવા મહત્વપૂર્ણ વિષયો ને સવાર સુધી માં ટાળીને. તેથી તમે સવાર ની રાહ જુઓ કે જેથી કરીને તમારો વસ્તુઓ ને જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે.

 

 
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon