Link copied!
Sign in / Sign up
0
Shares

ડરામણા ગર્ભાવસ્થાનાં લક્ષણો જે ખરેખર સામાન્ય છે


ગર્ભાવસ્થા જબરજસ્ત હોય છે. તમે ઘણી ચોપડીઓ વાંચી હશે, ઘણા વિડીયો જોયા હશે અને ઘણી વાતો સાંભળી હશે અનુભવી માતાઓ ની અને તમને થોડી ખબર પણ પડી હશે ગર્ભાવસ્થામાં શું અપેક્ષા રાખવી. પણ દરેક ગર્ભાવસ્થા સ્વાભાવિક હોય છે અને દરેક ગર્ભાવસ્થા તમને અંચબો આપશે નવી વસ્તુઓ અને લક્ષણો થી. પરંતુ તે લક્ષણો સાવ સામાન્ય હોઈ શકે છે. તેથી, અહીં એક યાદી આપી છે તમારી મદદ માટે જેથી તમે ઓળખી શકો લક્ષણો અને સમજો કે ક્યારે ચિંતા કરવાની જરુર છે અને ક્યારે નહીં.

૧. સ્પોટીંગ

કોઈ ગર્ભવતી મહિલા ને પોતાના શરીરમાંથી લોહી નિકળતુ જોવુ પસંદ નથી જ્યારે તેના ગર્ભમાં નાનુ જીવન હોય. ગર્ભપાત નો ભય હોવો સામાન્ય છે આ સમયમાં કેમકે આ ચિહ્ન છે કે કશુંક બરાબર નથી. પરંતુ આછુ રક્ત સામાન્ય છે અને ચિંતા કરવા જેવુ નથી. પહેલા ત્રિમાસીક માં સ્પોટીંગ થવાનું કારણ મોટા ભાગે વધારે પડતુ લોહી સર્વિક્સ માં જતુ હોય છે. નાની માત્રાનું આછુ ગુલાબી કે કથ્થઈ રક્ત નાં કારણે ચિંતા કરવાની જરુરી નથી. પરંતુ જો પ્રવાહ ખુબ જ હોય અને તેજસ્વી લાલ રંગ નું હોય, તમારા ડોક્ટરને જલ્દી ફોન કરો. આ ગર્ભપાત દર્શાવે છે.

૨. અતિશય વેજીનલ ડિસ્ચાર્જ

ગર્ભાવસ્થા ને કારણે હોર્મોનલ બદલાવો થાય છે. તેના કારણે યોનિ ની ગ્રથીં માંથી અતિશય સ્ત્રાવ છુટો થાય છે. આ લ્યુકોરિઆ તરીકે પ્રગટ થાય છે. વેજીનલ ડિસચાર્જ ડ્યુ ડેટ નજીક આવાને કારણે વધી શકે છે. જો ડિસચાર્જ સફેદ અથવા આછો પીળો હોય, તો તેમાં ચિંતાની વાત નથી. પણ જો તેમાં ખંજવાળ આવવા લાગે અને ગંધ આવે, તો યીસ્ટ ઈનફે્કશન હોય શકે છે. અને, જો ડિસ્ચાર્જ પાણીવાળુ અને સ્થાયી હોય, તમારા માંથી એમનોએટીક પ્રવાહી નિકળતુ હશે અને તે ચિંતા વાળી વાત છે.

૩.ઘાટા નિપલ

નિપલ અને તેને ફરતો ભાગ ઘાટો થઈ જાય છે ગર્ભાવસ્થા દરમ્યાન અને તે ખુબ સામાન્ય છે. તે વધેલા બ્લડ ના કારણે થાય છે અને બાળકની માટે સરળ પડે છે સ્તનપાન કરાવતી વખતે.

૪.રક્તવાળી દાઢ અને લોહીયાળ નાક

વાંક ફરીથી હોર્મોનલ બદલાવ પર જાય છે ગર્ભાવસ્થા દરમ્યાન. આને કારણે, તમારા શરીરમાં રક્તનો જથ્થો વધી જાય છે અને આમ તે દાઢ અને નાક ને સંવેદનશીલ બનાવી દે છે વધારે. આથી વાતાવરણ ભેજવાળુ રાખવાની સલાહ આપવામાં આવે છે.

૫.સ્કીન ટેગ

સ્કીન ટેગ્સ વધારાની વિકસીત ચામડી હોય છે જે ગળા,બગલ,સ્તન અથવા સાથળ માં જોવા મળે છે. ચોક્કસ કારણ નથી ખબર કે સ્કીન ટેગ્સ કેમ થાય છે પરંતુ તેનો દોષ હોર્મોન અને વજન વધારાને આપી શકાય છે. સ્કીન ટેગ્સ જેનેટીક પણ હોય શકે છે. સ્કીન ટેગ્સ ગર્ભાવસ્થા પછી નીકળી જાય છે પણ જો તે ના જાય, તમારા ડર્મેટોલોજીસ્ટ તેને કાઢી શકે છે. જો તમારા ધ્યાન માં તલ અથવા ગુમડુ આવે, તો તમારા ડોક્ટરને જરુર દેખાડજો. તે સ્કીન કેન્સર ની નિશાની પણ હોય શકે છે. તે ગર્ભાવસ્થા દરમ્યાન સામાન્ય છે અને ઈલાજ પણ થઈ શકે છે.

૬. અતિશય ફુલેલી નસો

વેરીકોઝ વેઈન્સ નસો હોય છે જે ફુલાઈ જાય છે અને ગુંચવાઈ જાય છે. તે મોટા ભાગે પગ માં અને યોનિમુખમાં થાય છે ગર્ભાવસ્થા દરમ્યાન. તે વધેલા લોહીનાં કારણે થાય છે અને બાળક નાં વિકાસ નાં કારણે. વેરીકોઝ વેઈન્સ ને અટકાવા, શ્રેષ્ઠ રીત છે વજન નાં વધવા દેવુ વધારાનું ગર્ભાવસ્થા દરમ્યાન અને રોજ ચાલવાનું રાખો લોહી નાં પરીભ્રમણ માટે. વેરીકોઝ વેઈન્સ સામાન્ય રીતનાં ગર્ભાવસ્થા પછી સારી થઈ જાય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon