Link copied!
Sign in / Sign up
0
Shares

‘ડાન્સિંગ અંકલ’ સંજીવ શ્રીવાસ્તવના ડાન્સથી સલમાન ખાન થયા ખુશ.

સમગ્ર ઇન્ડિયામાં પોતાના ડાન્સથી પ્રસિધ્ધ થયેલા સંજીવ શ્રીવાસ્તવને ‘ડાન્સિંગ અંકલ’થી ઓળખવામાં આવે છે અને તે તેમના ડાન્સથી લોકોના ચહિતા બન્યા છે, તેમની ડાન્સિંગ સ્કીલથી તે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ૧૯૮૭માં રિલીઝ થયેલી ગોવિંદાની ફિલ્મ ખુદગર્ઝનું ગીત ‘આપ કે આ જાને સે’માં, તેમને પોતાની પત્ની સાથે ડાન્સ કર્યો હતો અને આ વિડીયો ઈંટરનેટ પર ખુબ વાયરલ થયો. તેમને આ ધમાકેદાર પરફોર્મન્સ તેમના સાળાની સંગીત સંધ્યામાં આપ્યો હતો. સોસિયલ મીડિયામાં ડાન્સિંગ અંકલની ડીમાંડ વધતા તેમને સોસિયલ મીડિયા પર તેમની પ્રોફાઇલ પણ બનાવી છે અને ત્યાં તે પોતાના ડાન્સિંગ વિડીયો શેર કરે છે.આ કીર્તિમાનથી તેમને સાલમાન ખાનના શો ‘દસ કા દમ’માં આવવાની તક મળી હતી.

સંજીવ શ્રીવાસ્તવની ઉમર ૪૬ વર્ષની છે અને તે એન્જીનીયરીંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. દસ કા દમમાં,તેમના બાળકોએ, પત્નીએ અને દબ્બું અંકલએ પણ સલમાન ખાન સાથે ફોટો પડાવ્યા હતા.આટલું જ નહિ,આ ઉપરાંત તેમને ગોવિંદાનું ગીત ‘આપ કે આ જાને સે’ પર પરફોર્મન્સ આપ્યો હતો.સલમાન ખાન તેમનો પરફોર્મન્સ ખુબ જ એન્જોય કરે છે અને દર્શકોએ પણ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

જયારે સંજીવ શ્રીવાસ્તવ સલમાન ખાન સાથે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે, બંને એ સાથે ‘આપ કે આ જાને સે’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત, સલમાન ખાન તેમની સ્ટોરી જાણવા માટે પણ ખુબ આતુર હતા કે કઈ રીતે આ વિડીયો વાઈરલ થયો અને સોસિયલ મીડિયા પર ફેમસ થયા પછી તમારા શું રીએક્સન હતા.


દબ્બુ અંકલએ જણાવ્યું હતું કે,ગયા વર્ષે તેમના નાના ભાઈનું કમનસીબે ટ્રેન એક્સીડન્ટમાં મોત થયું હતું. આ ઘટનાથી બધા લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને તેમની માતાને માનસિક આઘાત લાગ્યો હતો. તેમની માતાએ પડોસી અને સબંધી સાથે ભેગા થવાનું બંધ કરી દીધું હતું.પણ એક વર્ષ પછી જયારે સંજીવ શ્રીવાસ્તવનો વિડીયો વાઈરલ થાય છે ત્યારે બધું બદલાઈ જાય છે.એક દિવસ,જયારે તેમની માતા ઘર પાસે ભીડ જમા થયેલી જોઈ છે ત્યારે તે નીચે આવે છે અને આ બાબત વિષે તપાસ કરે છે.પોતાના પુત્રનો વિડીયો જોઈ તે ખુબ જ ખુશ થાય છે.

સંજીવએ કહ્યું કે,” મને આ વિડીયો માટે કોઈના તરફથી પૈસા નથી જોઈતા.મને ખુશી છે કે લોકો તેનાથી આનંદ મેળવે છે. હું લોકોનો આભાર માનું છું કે તેમને મારો વિડીયો પસંદ કર્યો. આ વિડીયોથી મારી માતા ખુશ થઇ છે.

આ કીર્તિમાન બાદ સંજીવ શ્રીવાસ્તવને સુનીલ શેટ્ટી સાથે મળવાની પણ તક મળી હતી.’દસ કા દમ’ના એપિસોડ મંગળવારએ સોની ચેનલ પર ટેલીકાસ્ટ થાય છે.






Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon