Link copied!
Sign in / Sign up
0
Shares

કોમેડિયન કપિલ શર્મા આવ્યો પાછો, ફેન્સએ આવી રીતે કર્યું વેલકમ🙏

નવી દિલ્હી : ટેલીવિઝન પર કોમેડી કિંગના નામથી મશહૂર કોમેડિયન કપિલ શર્માએ આખરે કમબેક કરી દીધું. આ વખતે તેમણે ટીવીના શોના માધ્યમથી નહીં, પણ ટ્વિટર પોતાના ટ્વિટના માધ્યમથી કમબેક કર્યું છે. બે મહિના પહેલા ૭ એપ્રિલએ છેલ્લી ટ્વિટ કરવા વાળા કપિલ શર્માએ ગુરુવારની રાતે બે ટ્વિટ કર્યા, જેમાં તેમણે પોતાના ફેન્સ સાથે વાતચીત કરવાની વાત કહી. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પત્રકાર સાથે ગાળા-ગાળીને કારણે તે વિવાદમાં ફસાઈ ગયા હતા. એક અંગ્રેજી વેબસાઇટના પત્રકાર સાથે થયેલી ટેલિફોનિક ઓડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો, જેના પછી તેમના કોમેડિયન સાથીઓએ મીડિયા અને ફેન્સ પાસે તેમને વ્યક્તિગત સમય આપવાની માંગ કરી હતી.

કપિલ શર્માએ ‘સ્પોટ બોય’ અને પત્રકારને મોકલી કાનૂની નોટિસ, મૂકી આ શરતો.... હવે કપિલ શર્માએ ગુરુવારે લગભગ ૯ વાગે એક ટ્વિટ કર્યું કે હેલ્લો મિત્રો, ઉમ્મીદ છે બધા સારા હશો, આજે રાતે ૧૧ વાગે તમારા બધા સાથે ચાટ કરીયે, આના પછી ટ્વિટર પર પોતાના ફેન્સ સાથે રિપ્લાઇ કરીને વાતો કરી, કપિલે લોકોને કહ્યું કે હમણાં તે થોડોક જાડો છે પરંતુ જલ્દી જ ફિટ થઈને પાછો આવશે, ઘણા લોકોએ તેમની નવી ફોટોની ડિમાન્ડ કરી, જેના પર તેમણે જવાબ આપ્યો કે જલ્દી જ ઠીક થઈ જવા પછી પાછો આવીશ.

કપિલ શર્માએ કમબેક માટેના આપ્યા વચન, કીધું – ‘પાછો આવીને કરીશ એન્ટરટેઇન, પણ....’ કપિલ શર્માએ ટ્વિટર પર ખુલ્લેઆમ ગાળા-ગાળી સાથે ટ્વિટ કર્યું હતું, તેમની ટ્વિટ્સ પણ સોશિયલ મીડિયા પર વિરલ થઈ ગઈ હતી. જેના પછી આખરે તેમણે એવું લખી દીધું કે, “મે જે કઈ પણ લખ્યું હતું પોતાના દિલથી લખ્યું હતું., મારી ટીમએ ટ્વિટ્સ ડિલીટ કરી દીધી હતી, પણ હું આ બિકાઉ રિપોર્ટર થી ગભરાવવાનો નથી, તે માત્ર થોડા પૈસાઓ માટે કોઈના પણ માટે કઈ પણ લખી શકે છે. શર્મનાક “

જણાવી દઈએ કે, આ વિવાદ પછી કપિલ શર્માએ તેની એક્સ મેનેજર નીતી, પ્રીતિ અને પત્રકારની સામે ૨૫ લાખ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવીણે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon