Link copied!
Sign in / Sign up
1
Shares

કલર્સ પર પ્રસાર થતી ટીવી સીરીયલ 'નાગીન' નાં ત્રીજા સીઝન વિશે આશ્કા ગોરાડિયા નું કશુક આવુ કેહવુ છે!

કર્લસ ટીવી પર અલૌકિક શૈલી ની આ ટીવી સીરીયલ ભારત માં ઘણી લોક પ્રીય થઈ છે. તેના બે સીઝન પુર્ણ કર્યા બાદ હવે નાગીન ની ત્રીજી સીઝન પણ ટેલીકાસ્ટ થવાની છે જલ્દી. આશ્કા ગોરડિયા જેણે સીરીયલ ની પહેલી બે સીઝન માં કામ કર્યુ છે તેનુ કેહવુ છે કે તેનુ ત્રીજુ સીઝન ખુબ મોટુ હશે અને નવી નાગિનો નું રુપ વધારે ભવ્ય જોવા મળશે. પરંતુ આ સીઝન માં આશ્કા સાથે અન્ય જુના ચરિત્રો પણ જોવા નહીં મળે.

આશ્કા એ જણાવ્યુ , " મેં શો કદી છોડ્યો નહતો, મારુ ચરિત્ર માર્યાદિત હતુ. આ સીઝન માં બિલકુલ નવી વાર્તા છે. આ શો ની નાગિનો ખુબ પહેલા થી જાણીતી છે, તેમણે પહેલા પણ ઘણા અદ્ભુત શો માં કામ કરેલુ છે અને તેઓ પોતાના કામ વિશે જાણીતી છે. તે ભવ્ય લાગી રહી છે. નિર્માતા એકતા કપુર જે પણ કરે છે, તે શ્રેષ્ઠ કરે છે. આ સીઝન મોટુ હશે."

અનીતા હસનંદાની, સુરભી જ્યોતિ અને કરિશ્મા તન્ના નાગિન ૩ માં મુખ્ય ભુમિકામાં છે. કરિશ્મા ને જ્યારે બાલાજી ટેલીફિલ્મ્સ તરફ થી ઈચ્છાધારી નાગીન નું ચરિત્ર અભિનય કરવા માટે ની તક મળી ત્યારે તેને અત્યંત ખુશી થઈ હતી, તેવુ કરિશ્મા જણાવે છે. કરિશ્માએ પોતાના કારકર્દી ની શરુઆત બાલાજી સાથે કરી હતી, જ્યારે બાલાજી માંથી તેમને ઘણા સમય પછી કામ કરવા માટે ની તક નો ફોન આવ્યો તો કરિશ્મા નાં જણાવ્યા પ્રમાણે તે ખુબ ખુશ કરી દે તેવો ફોન હતો. પોતાના જુના પરિવાર ની સાથે ફરીવાર કામ કરવાનો મોકો તેમની માટે એક સ્વપ્ન હકીકત માં બદલ્યુ તેવુ હતુ.

અભિનેત્રી ને રસપ્રદ ચરિત્રો માં અભિનય કરવાની ઈચ્છા હતી. તે એક સારી વાર્તા ની શોધમાં હતી અને તેને એક જેવા ચરિત્ર ભજવા નહતા કેમકે તેનાથી એક પ્રકારની સ્થિરતા આવી જાય છે. જોકે નાગિન એ બીજી વાર નાના પડદા પર જોવા મળશે, આના પહેલા તે નાર્ગાજુન-એક-યોદ્ધા માં જોવા મળી હતી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon