Link copied!
Sign in / Sign up
2
Shares

ચટાકેદાર રેસીપી દૂધીનો ઓળો

જો રીંગણા ન ભાવતા હોય કે રીંગણનો ઓળો ખાતા-ખાતા કંટાળી ગયા હોય તો આજે અમારી રેસીપી વાંચો અને શેયર કરો 

બનાવો દૂધીનો ઓળો

સામગ્રી 

1 દૂધી

2.5 વાટકી લીલી ડુંગળી સફેદ ભાગ સહિત (લીલી ન હોય તો સૂકી ડુંગળી પણ ચાલે)

2 વાટકી ટમેટા

1 ડુંગળી

1 ચમચો લીલા મરચા

1 લાલ સૂકું મરચું

1 તમાલપત્ર

2 ચમચા તેલ

1 ચમચી જીરું

ચપટી હિંગ

1.5 ચમચી આદું-લસણની પેસ્ટ

3 ચમચી લાલ મરચું

1 ચમચી હળદર

3 ચમચી ધાણાજીરું

1.5 ચમચી ગરમ મસાલો

મીઠું

કોથમીર

 વિધિ- 

સૌપ્રથમ દૂધીની છાલ કાઢી છૂંદો કરી લેવો.

-હવે એક કડાઈમાં ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીમડાના પાન, તમાલપત્ર, લાલ સૂકું મરચું નાખી વઘાર કરવો.

- પછી આદું-લસણની પેસ્ટ અને ડુંગળી નાખી સાંતળવા

- ડુંગળી સંતાળ્યા પછે તેમાં ટમેટા નાખી 1-2 મિનિટ તેલ છૂટો પડે ત્યાં સુધી સંતાડવા.

- પછી લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો અને સ્વાદપ્રમાણે મીઠું ઉમેરી હલાવી છીણેલી દૂધી ઉમેરી મિક્સ કરી લેવું.

- કોથમીર ભભરાવી ગેસ બંદ કરી દો.

રોટલા, ગોળ, લીલી ડુંગળી, લસનમરચાંની ચટણી, છાસ કે દહીં જોડે ગરમ ગરમ દૂધીનો ઓળો સર્વ કરવો.

તો તૈયાર છે દૂધીનો ઓળો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon