Link copied!
Sign in / Sign up
1
Shares

સી-સેકશન વિશે ૧૦ બાબતો જે કોઈ તમને નઈ કહે😯😯

તમારા ગર્ભવસ્થાના છેલ્લા દિવસ આવતા જ, તમે તમારી નાની જાનને જોવા માટે ખુબ ઉત્સાહિત હશો. વાતાવરણ ત્યારેજ ખુશહાલ થઇ જાય છે જયારે ડૉક્ટર તમને હોસ્પિટલમાં દાખલ થવાનું કહે છે, કારણ કે તમારા બાળકના આગમનનો સમય થઇ ગયો છે.

અચાનક તમારા પગ ઠંડા થઇ જશે અને તમે ડિલિવરી અને લેબર પેનના વિચારો માં ઘેરાય જશો. તમે કઈ રીતે તે પીડાનો સામનો કરશો, તે કેટલા સમય સુધી રહેશે, તમારા શરીર પર ના દાગનું શું થશે અને તમારો વજન! હે ભગવાન, તમે ખુબ મુંઝવણ અનુભવો છો અને પૂર્ણપણે તે જ ઈચ્છતા હોવ છો કે તમને તૈયારી મુજબ હજુ વધુ સમય મળે.

નોર્મલ ડિલિવરી ની સરખામણીમાં સી-સેકશન ખુબ પીડામુક્ત હોય છે. આમા તમારે દબાણ ને ચીસોથી પસાર નથી થવું પડતું. આ એક બિટરસ્વીટ પ્રવૃત્તિ હોય છે, કારણ આમ તમારે છરીઓ અને ઓપરેશનથી પસાર થવું પડે છે અને બીજી બાજુ, તમને તમારૂ અનમોલ આનંદ ને જોવા મળે છે, એ પણ પુરા ૯ મહિના પછી!

અહીં અમે તમને એવી ૧૦ મહત્વની બાબતો જણાવીએ છીએ, જે તમને કોઈ નથી કહેતું:

૧. અંદર ખુબ જ ઠંડી હોય છે.

ઓપેરશન રૂમનું તાપમાન ખુબ ઠંડુ-ટાઢું હોય છે. તમારું શરીર બેહોશ થવા પેહલા એકદમ થર-થરશે, એટલી ઠંડક હોય છે.

૨. તમે કઈ નથી કરી શકતા.

લેબર કોઈ સજા નથી, પરંતુ તમારા બાળકને આ દુનિયામાં લાવવા માટે નો પ્રયાસ. આ કોઈ સંઘર્ષ નથી, ફક્ત એનેસ્થેસિયાની એક ચુટકી મેહસૂસ થશે. તમારી ભતિર એક મૂત્રનલિકા દાખલ કરવામાં આવશે જેથી તમારે વારંવર ઉઠીને મૂત્ર કરવા નહિ જવું પડે. ડિલિવરી પછીના તમારા આગ્રહને તે સંભાળી લેશે.

૩. તમે સુષુણ થઇ જશો.

તમારું શરીર સુષુણ થયા પેહલા તમેં એક ઠંડી ધ્રુજારી અનુભવશો. તમારા આંખો ખુલી હશે, પણ તમને કઈ મહેસૂસ નહિ થાય. ડૉક્ટર પેહલા તમને ચીમટી મારશે, પુષ્ટિ મેળવ્યા પછી તેઓ ઓપેરશનનું પ્રારંભ કરશે.

ભગવાનનો આભાર કે તેઓ તમારી આંખોની સામે એક સ્ક્રીન રાખે છે જેથી તમે ઓપરેશનના સાધનો, રક્ત અને તમારા ખુલ્લા શરીરને જોઈ ગભરાય ન જાઓ.

૪. તમે ખેંચાણ અનુભવશો.

આ કેટલે કેમ કે ડૉક્ટર તમારું પેટ ખોલી બાળકને પડકવાનો પ્રયાસ કરશે. તમને હલકી અસ્વસ્થતા લાગશે કારણ ડૉક્ટર તમારામાં તેમના સાધનો શોધી રહ્યા હશે. તેઓ તમને કહે છે કે તમને 'દબાણ' લાગી શકે છે કારણ કે તેઓ તમારા પેટમાં હવે ટાંકા લેવાના હોય છે.

૫. તમે તરત સ્તનપાન કરાવી શકતા નથી.

સી-સેકશન દરમિયાન તમે તરત સ્તનપાન નથી કરાવી શકતા. તમે તમારા નવજાતને થામી, પકડી ને ચૂમી શકો છો પરંતુ સ્તનપાન કરાવા રાહ જોવી પડશે. ત્યાં સુધી બાળક ને ફોર્મ્યુલા દૂધ દેવામાં આવશે.

તમે જોશો કે તમારું બાળક દૂધની બોટલ આપતા વ્યક્તિ સાથે જોડાય જાય છે. ચિંતા ન કરો, સ્તનપાન કરાવ્યા પછી તરત તે તમારી સાથે જોડાય જશે.

 

૬. દવાઓ તમારી મદદ કરશે.

દવા ન લેવાનું તો વિચારતા પણ નહિ, કારણ તે એવી અસરકકારક અને શક્તિશાળી હોઈ છે જેથી તમારા શરીરને ઓપેરશન પછી રાહત મળે છે.

૭. સ્તનપાન કરાવવું મુશ્કેલ લાગે છે.

ઘણી સ્ત્રીઓને સી-સેકશન પછી સ્તનપાન કરાવવું ખુબ મુશ્કેલ લાગે છે. તેઓ જોવે છે કે દૂધ નીકળવાનું સ્તર ખુબ ઓછું છે. આ સામાન્ય વાત છે અને ડોક્ટરની મદદથી સરખું થઇ જાય છે.

૮. જોર-જોર થી હસવાનું ભૂલી જવું.

તમે ખુલ્લીને મોટે-મોટે થી નહિ હસી શકો કારણ તેથી કાપના સ્થળે રક્તસ્રાવ શરૂ થઇ શકે છે. માત્ર વૉટ્સઅપ પર ઈમોજી મોકલી તમારી ભાવના વ્યક્ત કરો!

 

૯. તમને ખુબ ખંજવાળ આવશે.

જે રીતે તમને તમારા સુકાયેલા ઘા પર ખંજવાળ આવે છે, તેજ રીત તમને આ ટાંકા ઉપર પણ આવશે. ભલે તે ખંજવાળ પેટ ની અંદર-અંદર આવતી હશે, તમને પેટ ઉપર પણ ખંજવાળ કરવી હશે.

૧૦. ક્રેમ્પ્સનો દુખાવો.

તમે ભૂલશો નહિ કે તમને આ સમયે ખુબ ક્રેમ્પ્સ (ખેંચાણ જેવો દુખાવો) અનુભવશો. તે ખુબ લાંબા સમય સુધી રહે છે. આ તમને વારંવાર યાદ કરાવે છે કે તમે સી-સેકશનથી પસાર થયા છો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon