Link copied!
Sign in / Sign up
1
Shares

સી સેક્સન ( સિઝેરિયન ઓપરેશન) પછી બીજા બાળકનું આયોજન ક્યારથી કરશો?🤰😍

શું તમે ફરીવાર ગર્ભવતી બનવાનું વિચારી રહ્યા છો ? ખાસ કરી ને સિઝેરિયન ઓપરેશન પછી ?

જો પહેલા તમારી સામાન્ય પ્રસુતિ થઈ હોય કે સિઝેરિયન બંને અવસ્થામાં ગર્ભ ધારણ કરવા માટે યોગ્ય અંતર રાખવુ જરૂરી છે .અને સૌથી જરૂરી વાત જે તમારે ખાસ કરી ને સમજવી જોઈએ કે ,ડોક્ટર શા માટે સિઝેરિયન પ્રસુતિ પછી બીજી ગર્ભાવસ્થા વચ્ચે અંતર રાખવાની સલાહ આપે છે .

આવો તમારી બીજી વાર ગર્ભ ધારણ કરવાની પહેલા એ કારણો તમને વિગતવાર જણાવીએ .

સામાન્ય ચિકિત્સક ની સલાહ અનુસાર , તમારે સી સેક્સન કરયા પછી ગર્ભ ધારણ કરવા માટે છ મહિના સુધી રાહ જોવી જોઈએ અને એક વર્ષ નું અંતર તો અતિઉત્તમ છે .લગભગ ઘણા ખરા ડોક્ટરો આજ નિયમ નુ પાલન કરવાની સલાહ સામાન્ય પ્રસુતિ થઈ હોય એવી મહિલાઓને પણ આપે છે .આટલા સમય નું અંતર પ્રસુતિ માં થયેલા ઘાવ અને ચીરા ને પુરવા માટે પર્યાપ્ત હોય છે .વાસ્તવમાં આ સમય તમારા શરીર ના યોગ્ય ઉપચાર માટે મહત્ત્વપૂર્ણ હોય છે .જેટલો વધારે સમય એટલી મળશે એટલું તમારુ શરીર સ્વસ્થ બનશે .ખાસ કરી ને તમે બીજી વાર ગર્ભવતી બન્યા હોવ અને એમાં સામાન્ય પ્રસુતિ કરાવવા નો પ્રયત્ન કરતા હોવ ત્યારે .જો તમે સામાન્ય પ્રસુતિ વિશે નો વિચારતા હોવ તો પણ એક વર્ષ નુ અંતર રાખવુ યોગ્ય ગણાય છે .જેથી ઘાવ અને ઝખ્મો ભરાય જાય .અને તમારું શરીર પહેલા થયેલા સી સેક્સન માંથી બહાર નીકળી શકે .

◆ બીજી ગર્ભાવસ્થા માટે થોડો સમય રાહ જોવી તમારા માટે કેવીરીતે મદદરૂપ સાબિત થાય છે ?

◇ પર્યાપ્ત ઉપચાર કરવા માટે -

એવું થઈ શકે કે તમને આપેલી સલાહ અનુસાર, કદાચ તમને ૧૨ થી ૧૮ મહિના નો સમય વધારે લાગતો હોય પરંતુ આ સાચુ છે કે ,એક સ્વસ્થ શિશુને જન્મ દીધા બાદ માતાના શરીર ઉપર બહુજ ઘેરી અસર પડે છે .તમારુ શરીર ઘણા પ્રકારના પોષણ ખોઈ બેસે છે .અને તેને ફરી થી પ્રાપ્ત કરવા માટે સમય ની આવશ્યકતા હોય છે .સાથે જ સિઝેરિયન ઓપરેશન માં ઘણી મહિલાઓને સામાન્ય પ્રસુતિ કરતા વધારે રક્તસ્ત્રાવ થઈ શકે છે .જેના થી તેમના શરીર માં લોહીની ઉણપ થવાની સંભાવના રહેલી છે .

 

◇ સ્વાસ્થ્ય ને થતા જોખમ થી બચવા માટે .

ઘણી એવી શોધ થઈ છે જે દર્શાવે છે કે ,સી સેક્શન કરાવ્યા બાદ જલ્દી જ ગર્ભ ધારણ કરવાથી ગર્ભવતી મહિલાઓને સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓ થી પસાર થવુ પડે છે .જેવી કે જલ્દી પ્રસુતિ થવાથી થતી રેપ્ચુયર યુટ્રસ ની સમસ્યા થઈ શકે છે અને આનાથી વહેલી પ્રસુતિ થવાનું જોખમ પણ રહેલુ હોય છે .અને જો જલ્દી પ્રસુતિ થાય તો આવનાર બાળક નું વજન ઓછુ હોવાની સંભાવના રહેલી હોય છે .

 

◇ તમે સાચુ આયોજન કરી શકો છો .

કોઈપણ ખોટુ સ્વાસ્થ્ય સંબંધિત જોખમ લીધા વિના ,તમે યોગ્ય જીવન અને સુગમ ભવિષ્ય ની યોજના બનાવી ને ,તમે તમારી જાતને યોગ્ય સ્થિતિ માં રાખી શકો છો .આ અઢાર મહિના નો સમય તમને ભવિષ્ય ની યોજના બનાવવા ,આરામ કરવો ,સ્વસ્થ થવા અને આવેલા બાળક ની સંભાળ લેવા, અને તમારા માતૃત્વ નો આનંદ લેવા માટે નો પર્યાપ્ત સમય આપે છે .તમે યોગ્ય સમય ઉપર બીજા શિશુ ના જન્મ ની યોજના બનાવી શકો છો .

 

◇ સ્વાસ્થ્ય ને મજબુત બનાવવુ .

ગર્ભ ના નવ મહિના અને શિશુને સ્તનપાન કરાવવા થી તમારા શરીર માં પોષક તત્વો ઓછાં થઈ જાય છે .જેવા કે લોહતત્વ અને ફોલેટ .જો તમે ઓછા અંતર માં બીજી વાર ગર્ભવતી બનો છો ,ખાસ કરી ને ત્યારે કે જ્યારે તમારા શરીર માં પોષકતત્વો નો અભાવ હોય તો તે તમારા અને તમારા શિશુ ના સ્વાસ્થ્ય ને પ્રભાવિત કરી શકે છે .

◆ સી સેકશન કરાવ્યા બાદ જલ્દી ગર્ભ ધારણ કરવાથી કયા કયા જોખમો હોય છે ?

ઘણી શોધ માં , એ પ્રમાણે સમર્થન કરેલું હોય છે કે ,સિઝેરિયન ઓપરેશન કરાવ્યા બાદ એક વર્ષની અંદર જન્મ દેવો એ જોખમ કારક પુરવાર થઈ શકે છે .

◇ પ્લેસેંટા પ્રેવિયા .

જે મહિલાઓને પ્રથમ સંતાન સી સેકશન દ્વારા થયેલુ હોય છે તેમને પ્લેસેંટા પોતાની જાતે જ યુટ્રાઇન વોલ થી જોડાઈ જવાનો ભય રહેલો હોય છે .આનાથી ગર્ભાશય ગ્રીવા ને આંશિક કે પુરીરીતે ઢાંકી દેવામાં આવે છે .

◇ પ્લેસેંટલ એબ્રુપ્શન

સી સેકશન થયા બાદ ,અને ગર્ભાવસ્થા નો ઓછો સમય નું અંતર તમારા પ્લેસેંટા નું નીચે થવુ કે પ્લેસેંટા નું ગર્ભાશય થી અલગ થવાનો ખતરો હોય છે તે અંતર એક સમસ્યા બની શકે છે .

◇ યુટ્રાઇન રેપ્ચુયર નુ જોખમ વધારે છે .

સિઝેરિયન ઓપરેશન બાદ ,સામાન્ય પ્રસુતિ થવી ખુબજ જોખમી છે ખાસ કરીને ત્યારે જ્યારે બંને વચ્ચે નું અંતર ઓછુ હોય છે .જો કે આ વાત ની સંભાવના બહુજ ઓછી હોય છે કે તમારા સી -સ્કાર ,વી બી એ સી ની સાથે ખેંચાય જાય છે પછી થોડાક સમય ના અંતર પછી તેની સંભાવના વધી જાય છે .

 

◇ સમય પૂર્વે જન્મ .

જો સમય નુ અંતર છ મહિના કે તેના થી ઓછું હોય તો માતા અને શિશુ માટે સૌથી વધુ જોખમ કારક સાબિત થાય છે .આવી સ્થિતિમાં ૩૬ -૩૭ અઠવાડિયામાં જ પ્રસુતી થઈ શકે છે .

◇ જન્મ સમયે ઓછુ વજન હોવુ .

જે મહિલા નુ સિઝેરિયન ઓપરેશન થાય છે તેઓ જલ્દી માતા બની જાય છે અને તે ૨.૫ કિ ગ્રા . નું વજન ધરાવતા શિશુને જન્મ આપે છે.

◆ શું થશે જો તમે સિઝેરિયન બાદ ફરીવાર જલ્દી થી ગર્ભવતી બની જાવ તો ?

જો તમે ઉપર જણાવેલ સમય ના અંતર પહેલા ગર્ભવતી બની જાવ છો તો વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે એવી પણ ઘણી મહિલાઓ છે જે ફરીવાર જલ્દી જ ગર્ભવતી બની જાય છે તો પણ માતા અને શિશુ બંને સ્વસ્થ હોય છે .ડોક્ટર ની દેખરેખ માં તમે બીજી વાર પણ સ્વસ્થ ગર્ભાવસ્થા ધારણ કરી શકો છો. અને સાથે એ પણ જો તમારી ઉંમર ૩૫ કરતા વધારે હોય તો તમારે રા જોવાની જરૂર નથી કારણકે ઉમર વધ્યા પચી ગર્ભા ધારણ કરવામાં મુશ્કેલ બની શકે છે. જો તમે તમારી ઉમર પ્રમાણે ગર્ભ ધારણ કરવા માંગતા હોવ તો તમારા ડોકટર ની સલાહ લો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon