Link copied!
Sign in / Sign up
31
Shares

સી સેક્શન માં બાળક બહાર કેવી રીતના આવશે? તમારા પર તેનો અસર😯😯

સીઝેરિયન અથવા સી-સેક્શન એક ખાસ ઓપરેશન હોય છે, જેમાં પ્રસૂતિશાસ્ત્રી તમારા પેટ અને ગર્ભાશય ને કાપી ને બાળક ને બહાર નિકાળે છે.

આ પ્રકારે બાળક નો જન્મ થાય છે.

સીઝેરિયન પહેલા શું થાય છે?

સર્જરી ની પહેલા તમને માનસિક તેમજ શારીરિક રુપ થી તૈયાર કરવામાં આવશે,જેમકે:

૧. તમને દવાખાના માંથી મળતો વંધ્યીકૃત ઝભ્ભો પહેરાવામાં આવશે.

૨. તમને તમારા બધા ઘરેણા/મેકઅપ/નેઈલ પોલિશ/કોન્ટાક્ટ લેન્સેસ અથવા ચશ્મા નિકાડવા પડશે.

આ ઓપરેશન દરમિયાન તમારી ત્વચાના રંગને મોનિટર કરવામાં મદદ કરશે.

૩.તમારા લોહ સ્તર ની તપાસ કરવા માટે લોહીનો નમુનો લેવામાં આવશે. જો, તમને એનીમિયા હશે અને તમારુ ઘણુ લોહી જતુ રહ્યું હોય, તો

તમને લોહી ચડાવવાની જરુર પડશે. દવાખાનું પહેલે થી આની તૈયારી કરી રાખશે.

સર્જરી ની શરુઆત:

૧. તમને ઓપરેશન ની મેઝ પર ઊંધા ફરી ને સુવાનું કેહવામાં આવશે.

૨. તમારા બાજુ ની નસ માં એક ડ્રિપ ધુસાડવામાં આવશે. આનાથી તમને પ્રવાહી પદાર્થ મળતો રહેશે અને જો ઓપરેશન

ની દરમ્યાન અથવા પછીથી તમને દવા ની જરુર પડશે, તો આના દ્વારા દેવામાં આવશે.

૩. તમને બેભાન થવા ની દવા અથવા એનેસ્થેટિક દેવામાં આવશે. એપીડ્યુરલ એનેસ્થીસિયા કરોડરજ્જુ માં દેવામાં આવે

છે. આ પ્રકાર નાં એનેસ્થીસિયા માં તમારા શરીરનો નિચલો ભાગ સુન્ન થઈ છે.

સામાન્ય એનેસ્થીસિયા ની તુલના માં આ તમારા અને તમારા બાળકને માટે ખુબ સુરક્ષિત છે. સામાન્ય એનેસ્થીસિયા થી

તમને ઊંઘ આવી જાય છે.

4. મૂત્રમાર્ગ દ્વારા મૂત્રાશયમાં પાતળી નળી (કૅથેટર) દાખલ કરવામાં આવશે. આ તમારા મૂત્રાશયને સંપૂર્ણપણે સાફ કરશે.

૫. પેટ ના જે ભાગ પર કાપો લગાડવામાં આવશે, ત્યાં થી વાળ નીકાળવામાં આવશે. પછી એન્ટીસેપ્ટિક થી એ જગ્યા ને સાફ કરવામાં આવશે.

તેના પછી તે જગ્યા ને ખાસ જંતુનાશક કપડા થી ઢાંકવામાં આવે છે. તેને વચ્ચે થી કાપી નાખવામાં આવે છે, તેથી જે જગ્યા પર ઓપરેશન કરવામાં આવશે, કેવળ તે જ ખુલ્લુ રહે.

૬. તમને એક કાંડા બંધ તમારી બાજુ માં પહેરવુ પડશે, જેથી તમારા બ્લડ પ્રેશરનું નિરીક્ષણ કરી શકાય.

એનેસ્ટિસીયા નિષ્ણાત ઓપરેશન પહેલાં, તે દરમિયાન અને પછી પણ તમારા હૃદયના ધબકારા પર નજર રાખશે

૭. તમારા હ્યદય ના ધબકારા ને હાથ થી અથવા મશીન વડે ધ્યાન રાખવામાં આવશે. જો, મશીન દ્નારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોય,તો તમારી

છાતી પર ઈલૈક્ટ્રોડ્સ લગાવામાં આવશે.

૮. હોઈ શકે છે આંગળી થી નસ નુ ધ્યાન રાખવા માટે આંગળી પલ્સ મોનીટર પર લગાડવા માં આવે.

તમને નીચેની વસ્તુઓ આપવામાં આવશે:

i) ચેપને દૂર રાખવા માટે એન્ટિબાયોટિક્સની ઇન્જેક્શન

ii) ઉબકા આવવાથી રોકવા માટે ઉબકાની-દવાઓ

iii) સિઝેરિયન દરમિયાન અને પછી અસરકારક પીડારાહત દવાઓ

iv) પીડા રાહત દવાઓ લાંબા સમયની પીડા માટે

V) જો, બાળક કોઈ મુશ્કેલી માં હશે, તો માસ્ક દ્વારા ઓક્સીજન આપવામાં આવશે.

સિઝેરિયન દરમિયાન શું થાય છે?

એકવાર જ્યારે તમારુ નીચેનુ શરીર પુરી રીતના સુન્ન થઈ જાય છે, તો ડોક્ટર તમારા પ્યુબિક બોન થી થોડુ ઉપર ચામડી માં

બે આંગળીઓ ની પહોળાઈ જેટલો કાપો લગાવે છે.

સ્નાયુઓ ની સપાટી ખોલવામાં આવે છે, તેથી ગર્ભાશય સુધી પહોંચી શકાય. તમારા પેટના સ્નાયુઓ ને કાપવાની બદલે

અલગ કરી દેવામાં આવે છે. ગર્ભાશય ના નિચેના ભાગ ને

જોવા માટે મુત્રાશય ને થોડો નીચેની તરફ ખસેડવામાં આવે છે.

આના પછી ગર્ભાશય ના નિચેના ભાગ માં નાનો ચીરો લગાડવા માં આવે છે. કાતર અથવા આંગળીઓ ના સહારા થી ડોક્ટર આ કાપા ને થોડુ

મોટું કરશે. તીવ્ર કાપો લગાડવાની તુલના માં આ રીતનાં રક્તસ્ત્રાવ ઓછુ થાય છે.

આજકાલ ગર્ભાશય ના ખાલી નિચેના ભાગ ને ખોલવામાં આવે છે. આ કારણે આ ઓપરેશન ને ઘણીવાર લોઅર સેગમેન્ટ સીઝેરિયન સેક્શન પણ

કહેવામાં આવે છે.

સ્કીન નાં થેલા ને ખોલવામાં આવે છે અને તમને અચાનક તેજી થી વહેતો પ્રવાહી અવાજ સાંભળી શકો છો. આ પછી બાળકને નીકાળવામાં

આવે છે. તમને એ મેહસુસ થશે કે કોઈ નર્સ કે ડોક્ટર ની મદદકર્તા તમારા પેટ ને દબાવી રહ્યું છે, તેથી બાળક નો જન્મ થઈ શકે.જો,

તમારુ બાળક બ્રીચ સ્થિતિ માં હશે, એટલે કે તેના નિતંબ અથવા પગ નીચે ની તરફ છે, તો પહેલા તેનો નિતંબ બહાર આવશે.

બાળકને બહાર નિકાળવામાં ખાલી થોડી જ મિનીટો લાગે છે. જન્મ પછી નર્સ બાળકની નાભિ ગોતીને ચિમટો લગાવશે.

અાના પછી ડોક્ટર કાપા પર ટાંકા લગાડી આપશે.સ્નાયુ અને ચામડીના દરેક સ્તરે ઝીણી ચીરી નાખતી ચીજો, સ્ટેપલ્સ અથવા થ્રેડો દ્વારા સિલાઇ કરવામાં આવશે. ગર્ભાશય ને સિવવા માટે કદાચ બેવડા ટાંકા લગાડવામાં આવશે. આખર માં, તમારી ચામડી ના ઘા ને ટાંકા

અથવા સ્ટેપલ દ્વારા બંધ કરવામાં આવશે.

બધુ કામ પુરુ થયા પછી, તમને રુમ માં મોકલી દેવામાં આવશે. તમારા બાળકને પણ તપાસ પછી રુમ માં મોકલી દેવામાં આવશે, ત્યારે તમે અને

તમારા પતિ તમારા નવજાત ને મળી શકશો.

સીઝેરિયન ઓપરેશન એક મોટુ ઓપરેશન હોય છે, આથી આની સાથે પણ હમેંશા થોડી પીઙા અને અગવડતા તો રહે જ છે. ઓપરેશન શરુ

થતા પહેલા તમારા શરીર ના નિચલા ભાગ ને સુન્ન કરી દેવામાં આવે છે જેના કારણે પીઙા મેહસુસ નહી થાય. એનેસ્થીસિયા નો પ્રભાવ પુરો

થયા પછી, કાપો લગાડેલા ભાગ પર તમને પીઙા મેહસુસ થશે. તમારા તબીબી તમને પીઙા ઓછી કરવા માટે દવા આપશે.

જો તમારા પાસે વિકલ્પ હોય, તો શું તમે સીઝેરિયન ઓપરેશન કરવા માંગશો? તમારો મત આપો.

આ તમારા જીવન નો નિર્ણય છે જે ખાલી તમારે જ લેવાનો છે- વાંચો અને લોકો ને શેર કેરવાનું કહો -

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon