Link copied!
Sign in / Sign up
15
Shares

બુદ્ધિશાળી બાળકને જન્મ આપવાની 7 યુકિતઓ

મગજ બાળકનું પ્રથમ અંગ છે જે તમારા ગર્ભાશયની અંદર વિકાસ પામે છે. તમારા આહાર, લાગણીઓ અને જનીનો, તમારા બાળકના મૂળભૂત માળખા અને બુદ્ધિના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે તમારા બાળકના એક અનન્ય વ્યક્તિત્વ માટે પણ જવાબદાર છે! સંશોધકોએ તારણ કાઢ્યું છે કે બાળકનો 50% IQ જનીનની અસરને કારણે છે અને બાકીના આંતરિક પર્યાવરણને કારણે છે જેમાં બાળકનો વિકાસ થાય છે. હવે તમે ગર્ભવતી છો, તમને સ્માર્ટ અને વધુ સુખી બાળક બનાવવા માટે શ્રેષ્ઠ યુક્તિઓની જરૂર છે! તમારા બાળકમાં સુપરબ્રેઇન વિકસાવવા માટે અહીં 7 યુક્તિઓ છે:

1. વાર્તા માટે સમય

ત્રીજા મહિના સુધીમાં, તમારું બાળક અવાજો સાંભળી શકે છે અને અવાજો સાંભળી તેમ જ યાદ રાખી શકે છે અને જાણીતા અવાજો ઓળખી શકે છે. હા, તમારું બાળક તમે કોઈ પણ ભાષા જે પણ બોલો તે સમજી શકે છે. તેથી સંશોધકોએ માતાઓને વાર્તાઓ વાંચવાની વિનંતી કરી છે જેથી બાળક અવાજો સાંભળી શકે. એવું કહેવાય છે કે જન્મ પછી, બાળકો તેમની માતાની વાર્તા કહેવાની રીતને ઓળખી શકે છે! જયારે બાળક ગર્ભાશયમાં હોય, ત્યારે માતાએ બહુ ભાર આપવો જોઇએ નહિ કેમ કે તે બાળકના મગજના વિકાસને અવરોધી શકે છે.

2. થોડી સનશાઇન ઉમેરો

 

 સૂર્યના કિરણો સવારે તમારા અને તમારા બાળક માટે ખૂબ ઉપયોગી છે! સવારના સૂર્યના કિરણો વિટામિન-ડી ની શ્રેષ્ઠ માત્રા ધરાવે છે જેથી તમારે પોતાને સૂકવવા માટે ફક્ત 20 મિનિટ આપવાની જરુર છે. ફક્ત વિટામિન-ડીથી સમૃદ્ધ ખોરાક લેવો પૂરતો નથી તેની સાથે તાજા સૂર્યપ્રકાશની પણ આવશ્યકતા છે!

3. કસરત

તંદુરસ્ત ગર્ભાવસ્થા માટે ફિટ અને સક્રિય રહેવું પણ એટલું જ આવશ્યક છે. તમારે તમારા બાળકને સ્માર્ટ અને તંદુરસ્ત બનાવવા માગતા હોવ તો તમારે બેસી રહીને ટી.વી. જોઈ રહેવાની આદત છોડીને કસરત પર વિચાર કરવો જરૂરી છે. હળવી કસરતો અને ઝડપથી ચાલવું વગેરે જેવી કસરતો તમારા બાળકની સુરક્ષા માટે રોજ કરતું રહેવું અત્યંત આવશ્યક છે. વિજ્ઞાન સાબિત કરે છે કે સક્રિય માતાઓ સ્માર્ટ બાળકો પેદા કરે છે!

4. સારું લાગવા માટે મસાજ

ગર્ભવતી થયાના 20 અઠવાડિયા પછી, તમારું બાળક તમારા સ્પર્શને પણ ઓળખી શકે છે. તો હવે તમે કોની રાહ જુઓ છો? ધીમે ધીમે તમારા પેટની માલિશ શરૂ કરો અને તેને સહેલાઇથી સ્ટ્રોક કરો. આ તમારા બાળકની નર્વસ સિસ્ટમને અસર કરશે અને બાળકને શાંત પાડશે. શું આ અતિ લાડ-પ્રેમ કરવાનું એક સુંદર બહાનું નથી? આના માટે બદામનું તેલ ખરીદી લેવું.

5. સંગીત થેરાપી

જો તમે ઈચ્છતા હોવ કે તમારું બાળક તમારા જેવા જ સંગીતના સ્વાદને વિકસિત કરે ... તો બાળક જ્યારે તમારા પેટમાં હોય ત્યારે જ તેને સંગીત સંભળાવો. શિશુઓ સંગીતને પ્રેમ કરે છે કારણ કે તે તેમને ખુશ હોર્મોન્સને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. સંગીત તેમને એ અવસ્થામાં પણ શાંતિ અને ખુશીનો અનુભવ કરાવે છે. જન્મ પછી, જ્યારે પણ તેઓ સંગીત સાંભળે તો ત્યારે તેઓ એ જ લાગણીઓ સાથે સંકળાયેલા રહે છે અને આ લાગણીઓ તેમના માટે ખુબ સારી છે.

6. તેની સાથે ગાઓ

જો તમે બાથરૂમ ગાયક હોવ અને તેનાથી કંટાળી ગયા હોવ, તો આ સમય તમારા અંદર રહેલા ગાયકને જગાડવા અને ગર્ભાશયમાં બાળક માટે ગાવા માટે શ્રેષ્ઠ સમય છે. ગર્ભસ્થ બાળકો તમારી ગર્ભાશયમાં, તમારા અવાજ તેમજ ટોન અને પિચને પસંદ કરી શકે છે. તમારું બાળક પણ આ સરળ લયબદ્ધ ધૂન પસંદ કરી શકે છે. નર્સરી જોડકણાં તમારા બાળકને આરામ કરવા અને શાંત કરવા માટે શ્રેષ્ઠ છે.

7. તમારા ખોરાકમાં ફેરફાર કરો

ફેન્સી આહાર તમારા બાળકની બુદ્ધિ વધારવામાં મદદ કરી શકે છે. કારણ કે સ્વાદની ગ્રન્થીઓનો વિકાસ 12 અઠવાડિયા પછી શરૂ થાય છે, તમારું બાળક પણ સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થો ખાવાથી તમારી જેમ ખુશ થાય છે. 25 અઠવાડિયા સુધીમાં, બાળક આશરે 2 લિટર જેટલા પ્રવાહી પદાર્થને ગ્રહણ કરશે અને તે તેમાંથી સ્વાદો શોષી શકે છે અને તેના માટે સ્વાદની ઓળખ પણ વિકસાવી શકે છે. જો તમે સગર્ભાવસ્થા દરમિયાન ગાજર ખાવ, તો સંભવ છે કે તમારું બાળક પણ ગાજરને પસંદ કરશે. હવે તો તમે જાણી જ ગયાં હશો કે શા માટે તમારા બાળકને તમારા કરતાં પાઉં-ભાજી વધુ ભાવે છે.

 

આ લેખ વાંચવા માટે આભાર :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ નાનકડું ગીફ્ટ : ક્લિક કરી જુઓ શું છે અને કરો એન્જોય :)

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon