Link copied!
Sign in / Sign up
0
Shares

બ્રાઇડ્સની સુંદરતા વધારશે આ સ્ટાઇલિશ નથ❣

બ્રાઇડલ લુકને ખાસ અને સુંદર બનાવવા માટે માત્ર લહેંગા અને મેકઅપ સાથે જ એક્સપેરિમેન્ટ કરી શકાય છે એવું જરાય નથી. વિવિધ પ્રકારની જ્વેલરી પણ તમારી સુંદરતાને વધારી શકે છે. નેકલેસ, માંગટીકો અને ઈયરિંગ્સથી અલગ હવે બ્રાઇડ્સ નોઝરિંગ્સ પર વધુ ફોકસ કરી રહી છે.

ઓવરસાઇઝ્ડ, મલ્ટિપલ ચેઇન, સ્ટોન્ડ અને રાજસ્થાની નથ એવી છે જે દરેક બ્રાઇડ્સ પર સારી લાગે છે અને તેમની સ્ટાઇલને પણ મેન્ટેન કરે છે.

જો તમારા લહેંગામાં લાઇટ વર્ક છે તો તમે કુંદન નથને તમારા બ્રાઇડલ લુકમાં સામેલ કરો. જે તમારા લુકને કમ્પ્લીટ કરવા માટે બેસ્ટ હોય છે. એવું જરાય જરૂરી નથી કે કુંદન નથની સાથે બાકી જ્વેલરી પણ કુંદનની જ હોય.

નથની આ ડિઝાઇન થઈ રહી છે બ્રાઇડ્સની વચ્ચે ખૂબ પોપ્યુલર

મલ્ટિપલ ચેઇનવાળી નથ પણ અત્યારે બ્રાઇડલની વચ્ચે ખૂબ પોપ્યુલર થઈ રહી છે. આવું એટલા માટે કારણ કે આ દરેક પ્રકારના ચહેરા પર સારી લાગે છે. સિમ્પલ અને કમ્ફર્ટેબલ લુક માટે આવી નથ પહેરો.

લગ્નમાં ઓવરસાઇઝ્ડ નથ પહેરવાની પ્લાનિંગ કરતા હોવ તો નેકલેસ, માંગદીકો અને અન્ય જ્વેલરીને મિનીમલ રાખો. જુદી-જુદી ડિઝાઇન્સવાળી આવી નથ ખૂબ જ સુંદર લાગે છે.

પર્લ ચેઇનની સાથે પર્લ ડ્રોપલેટવાળી નથને પણ તમે તમારા બ્રાઇડલ લુકને યૂનિક બનાવવા માટે ટ્રાય કરી શકો છો. હા, પરંતુ તેની સાથે તમારી અન્ય જ્વેલરી હેવી હોવી જોઈએ.

આમ તો કોન્ટ્રાસ્ટ અને મિક્સ એન્ડ મેચની ફેશન ખૂબ ઇન છે. પછી તે કેઝુઅલ લુકમાં હોય કે બ્રાઇડલ લુકમાં. અલગ-અલગ સ્ટોન્સવાળી નથ તમે તમારા લહેંગા સાથે મેચ કરીને પહેરી શકો છો.

 

 

 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon