Link copied!
Sign in / Sign up
7
Shares

બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે આટલુ કરો

જો તમે તમારા શિશુને તમારું દૂધ પૂરતું નથી આપી શકતા તો તમારા માટે ખરેખર આ એક બહુ મોટી ચિંતાનો વિષય છે. બ્રેસ્ટ મિલ્ક ન વધવાના અનેક કારણો હોઇ શકે છે જેમ કે તણાવ, ડીહાઇડ્રેશન, અનિદ્રા વગેરે. પણ એવી અનેક પ્રભાવશાળી વિધિઓ છે જેનાથી તમે બ્રેસ્ટ મિલ્ક વધારી શકો છો. તમારે જરૂર છે તો માત્ર સારા પ્રકારનો આહાર લેવાની કે જેનો તમારા બાળક પર કોઇ ખરાબ પ્રભાવ ન પડે. આવા જ કેટલાંક આહાર વિષેની જાણકારી નીચે આપવામાં આવી છે જેને નિયમિત તમારા ભોજનમાં વાપરી તમારા બ્રેસ્ટ મિલ્ક વધારી શકો છો.

અપનાવો આ આહાર -

1. મેથી - તેમાં આયર્ન, વિટામિન, કેલ્શિયમ અને મિનરલ હોય છે. મેથીનો પ્રયોગ જૂના જમાનાથી કરવામાં આવી રહ્યો છે અને સંશોધનો આ વાત સાથે સહમત છે. પણ આને વધુ ન ખાશો નહીં તો ડિહાઇડ્રેશન થઇ જશે. મેથીને કાચી ખાવાને બદલે દાળ-શાકમાં નાંખીને ખાઓ.

2. તુલસી - આને ખાવાથી બીમારીઓ તો દૂર થાય જ છે સાથે બ્રેસ્ટ મિલ્ક પણ વધારી શકાય છે. તેમાં વિટામિન હોય છે જે બ્રેસ્ટ મિલ્ક વધારે છે. તમે તેને સૂપમાં કે મધ સાથે કાચી ખાઇ શકો છો.

3. કારેલા - તેમાં વિટામિન અને મિનરલ સારી માત્રામાં હોય છે જેનાથી બ્રેસ્ટ મિલ્ક વધવાની ક્ષમતા વધી જાય છે. આ સ્ત્રીઓમાં લેક્ટેશન યોગ્ય કરે છે. કારેલા બનાવતી વખતે સામાન્ય મસાલાનો જ પ્રયોગ કરો જેથી તે સરળતાથી પચી શકે.

4. લસણ - લસણ ખાવાથી પણ દૂધ વધવાની ક્ષમતા વધે છે. કાચું લસણ ખાવા કરતાં સારું એ રહેશે કે તમે માંસ, કરી, શાકભાજી કે દાળમાં નાંખીને રાંધીને ખાઓ. જો તમે લસણને દરરોજ લસણ ખાવાનું શરૂ કરશો તો તે તમને અચૂક ફાયદો પહોંચાડશે.

5. મિલ્ક પ્રોડક્ટ - એવી ચરબી જે ઘી, બટર કે તેલમાંથી મળે છે, તે બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે બહુ કારગર હોય છે. તે શરીરને સારી એવી શક્તિ પૂરી પાડે છે. તમે તેનો ભાત કે રોટલી સાથે પ્રયોગ કરી શકો છો. ઇચ્છો તો શાકભાજી બનાવતી વખતે પણ એક ચમચી ઘી નાંખીને તે રાંધી શકો છો.

6. મેવા - બદામ અને કાજુ જેવા સૂકા મેવા બ્રેસ્ટ મિલ્ક વધારવામાં સહાયક હોય છે. આ સિવાય તે વિટામિન, મિનરલ અને પ્રોટીનથી પણ ભરપુર હોય છે. સારું એ રહેશે કે તમે તેને કાચા જ ખાઓ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon